Showing posts with label producers. Show all posts
Showing posts with label producers. Show all posts



આગામી ગુજરાતી ફિલ્મ " બે યાર ધક્કો માર " ના કલાકાર હિરેન અમીન એ બાલ દિન ની ઉજવણી બાળકો સાથે બાળક બની ને કરી.....



ગુજરાતી ફિલ્મો ની લાંબી લાઈનમાં અત્યારે ઘણા બધા નવા કલાકારો ના ચેહરાઓ જોવા મળી રહ્યા છે કોઈક અભિનેતા તો કોઈ દિગ્દર્શક અને કોઈ નિર્માતા તરીકે......
આ દરેક નવા ચેહરાઓ ને ગુજરાત ની જનતા આવકારી છે અને ગુજરાતી સિનેમા માં જન્મ લેનાર જુના કલાકારો જે અત્યારે બોલિવૂડ માં નામના ધરાવે છે એ પણ અત્યારે ગુજરાતી સિનેમા માં પરત ફરી રહ્યા છે। આ દરેક નવા કલાકારો માં એક નવું જ નામ ખુબ જ જલ્દી થી આગળ આવી રહ્યું છે જે અભિનેતા,દિગ્દર્શક અને નિર્માતા ની ત્રિવેણી જવાબદારી નિભાવી રહ્યા છે અને આ જવાબદારી નિભાવનાર કલાકાર જીવ છે હિરેન અમીન ..
"બે યાર ધક્કો માર " ફિલ્મ થી ગુજરાતી સિનેમા માં પદાર્પણ કરનાર આ કલાકાર ખુબ જ મહત્વકાંશી વ્યક્તિત્વ ધરાવે છે. જાહેર કાર્યક્રમો માં યુવાઓ ની સાથે સાથે બાળકો અને વડીલો માં પણ આકર્ષણ નું કેન્દ્ર બની સારો ચાહકવર્ગ બનાવી ચુક્યા છે.



પ્રેક્ષકો જ ભગવાન છે તેવી આપણી ગુજરાતી સંસ્કૃતિ ના તેઓ વારસદાર બની રહેશે. આગામી 2017 ની સાલ માં તેમની પ્રથમ ફિલ્મ "બે યાર ધક્કો માર" રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે આ ફિલ્મ ના પોસ્ટ પ્રોડક્શન ના વ્યસ્ત સમયગાળા માં જ નવા પ્રોજેક્ટ પર પણ કામ ચાલુ કરી દીધું છે.
"
બે યાર ધક્કો માર " ફિલ્મ અને આગામી ફિલ્મ "હું નરેન્દર મોદી બનવા માંગુ છું " ના કલાકારો હિરેન અમીન અને અંકિતા મિશ્રા એ બાલ દિન ની ઉજવણી કરવા પહોંચી ગયા બાળકો પાસે, અમદાવાદ શહેર ની મધર ટેરેસા સ્કુલ માં , જ્યાં બાળકો સાથે બાળક બની ને રમત રમ્યા અને બાળકો ને પણ તેમના રસ ના વિષય માં આગળ આવવા માટે ની પ્રેરણા આપી। ...
હિરેન અમીન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ "હું નરેન્દર મોદી બનવા માંગુ છું " ના ટાઇટલ સાથે નવી બિગ બજેટ ગુજરાતી ફિલ્મ જે બાલકલક્ષી છે તેની જાહેરાત સાથે જ ગુજરાત ની સફર કરી નવા કલાકારો ની શોધ માટે પણ કરી રહ્યા છે।
હવે દર્શકો પણ આ નવા અભિનેતા , દિગ્દર્શક અને નિર્માતા ના ત્રિવેણી સંગમ સમા અભિનેતા ને વિશાળ પડદા પર નિહાળવા માટે.....


    -- ગજ્જર નીલેશ 




કમીટમેન્ટ’ ફાર્મા કરપ્શન અને માર્કેટિંગ ઓક્યોઝીશનની સાથે કોમેડી ધમાલ – મનોજ પટેલ


ઉમંગ – ઉલ્લાસ અંધકારને દૂર કરી ઉજાસ આપતું પર્વ દિપાવલી નવી આશા સાથે આવી ગયું છે. ફિલ્મ જગતને ચાર ચાંદ લગાડે અને સફળતાના ઉજાસ ચોમેર આપશે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. છેલ્લા વર્ષમાં ન બનેલી ઘટના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બની છે. આ વર્ષમાં અર્બન રૂપી ફિલ્મોની સફળતાએ ઝળહળાટ જગાવ્યો છે અને તેના કારણે મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ બની છે. સાથો સાથ એક સફળતાની પાછળ તેના જેવી ફિલ્મનો રાફડો ફાટ્યો. જો કે ઘણા ટેલેન્ટેડ લોકોએ નવા પ્રયાસો કર્યા અને તેમાં સફળતાની સાથે વાદવિવાદ મેળવી છે. એકની એક ઘરેડની હટકે નિર્માતા મનોજ પટેલની ‘કમીટમેન્ટ’ ફિલ્મ દિપાવલી પર્વ પછી રીલીઝ થશે અને એક નવો અધ્યાય આલેખશે ટે વાત ચોક્કસ છે. કારણ કે આ ફિલ્મ સમાજને એક સુંદર સંદેશ સાથે લોકોને ભરપુર મનોરંજન આપશે તેવું લગ રહ્યું છે.


‘કમીટમેન્ટ’ ફિલ્મ વિષે પૂછતા મનોજ પટેલે કહ્યું કે આ ફિલ્મનો વિષય અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મમાં ક્યારેય જોવા મળ્યો નહિ હોય. ફાર્મા કરપ્શન અને માર્કેટિંગ ઓક્યોઝીશન પર આ ફિલ્મ છે જેમાં સમાજને સંદેશની સાથે કોમેડીનો ફૂલ મસાલો છે. ફિલ્મમાં નેગેટીવ અને પોઝીટીવ બંને પાત્રો છે. સારા ડોક્ટર કે સારી ફાર્મા કંપની સાથે ખરાબ પણ છે. અને આ વાતને અમે ફિલ્મ દ્વારા લોકોને ઉજાગર કરવાનો મનોરંજન રૂપે પ્રયાસ કર્યો છે. ફિલ્મની કથા કાલ્પનિક છે. મેં મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ઓડીટર રૂપે કાર્યરત હતો. આ ક્ષેત્રમાં મને જાણવા અને જોવા મળ્યું. વર્ષ ૨૦૦૯ થી મેં સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત કરી અને વર્ષ ૨૦૧૩ હિન્દી મુવી માટે પૂર્ણ કરી સબમિટ કરી. વર્ષ ૨૦૧૫ માં ગુજરાતીમાં કન્વર્ટ કરી. ‘કમીટમેન્ટ’ ફિલ્મ બનાવતી ઘોષણા કરી. આ ફિલ્મને મરાઠી અને હિન્દીમાં પણ બનાવવાનો પ્લાન છે. ‘કમીટમેન્ટ’ માં કરપ્ટ ડોક્ટર અને ફાર્મા કંપની દ્વારા લોકોને પડતી હાલાકીની સાથે ઈમાનદારી અને પોતાના કાર્યને ઈમાનદારી પૂર્વક નિભાવતા લોકોની વાતને સરસ સંદેશ સાથે રજુ કરવામાં આવી છે. સાથો સાથ એમ. આર. (મેડીકલ રીપ્રેઝન્ટેટીવ) ને પડતી હાલાકી અને વેધક પ્રશ્ને પણ વાચા આપવામાં આવી છે.



ફિલ્મના સંગીત વિષે વધુ જણાવતા મનોજ પટેલે કહ્યું કે ફિલ્મમાં ચાર ગીતો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાવ્યું છે અને લોકોનો પ્રતિસાદ મોટી સંખ્યામાં મળી રહ્યો છે. ફિલ્મમાં ત્રણ ગીતો નીશીત મહેતા અને એક ગીતને ડો. રૂપેશ ઠાકરે સંગીત આપ્યું છે.



‘કમીટમેન્ટ’ ફિલ્મમાં મનોજ પટેલ નિર્માતાની સાથે કથા અને ક્રિએટીવ દિગ્દર્શનની જવાબદારી નિભાવી છે. ફિલ્મના દિગ્દર્શક અતુલ પટેલ છે. જેમણે આ પહેલા ‘રઘુવંશી’ અને ‘હા હું દીકરીનો બાપ’ જેવી સફળ ફિલ્મો આપી હતી. ફિલ્મમાં માનસ શાહની આ ડેબ્યુ ફિલ્મ છે પરંતુ ટે ટીવી જગતનો લોકપ્રિય અદાકાર છે આ સિવાય વિવેક શાહ અને કાર્તિક રાષ્ટ્રપાલ પણ છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી મૌલિકા પટેલ છે. જેમણે ‘દાવ થઇ ગયો યાર’ અને ‘ત્રણ ડોબા’ જેવી સુપરહિટ ફિલ્મમાં પોતાના અભિનય અને રૂપના કામણથી દર્શકોને ઘાયલ કર્યા છે. ‘કમીટમેન્ટ’ ૪ નવેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મનું ખાસ આકર્ષણ ભાવનગર છે. ફિલ્મનું મોટાભાગનું શુટીંગ કલાનગરી એટલે કે ભાવનગર સુંદર લોકેશનમાં થયું છે.



સદેશી પ્રોડક્ટ્સ અપનાવો : માનસ શાહે હમારી દેવરાની, ગુલાલ, મહાબલી હનુમાન જેવી ઘણી ધારાવાહિકોથી લોકપ્રિય બનેલ માનસ શાહ ‘કમીટમેન્ટ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતને ઝગમગાવશે. હમારી દેવરાની, ગુલાલ, અમિતાકા અમિત અને મહાબલી હનુમાન (સોની ટીવી) જેવી ઘણી ધારાવાહિકમાં અભિનયના ઓજસ પાથરનાર અને ઘેર ઘેર જાણીતા બનેલા અમદાવાદના માનસ શાહ ગુજરાતી ફિલ્મમાં આવે તો ગુજરાતી લોકોની છાતી હરખથી ફુલાઈ જાય. અને આ વાત પણ ગર્વ લેવા જેવી છે કે ‘કમીટમેન્ટ’ ફિલ્મ ૪ નવેમ્બરે રીલીઝ થશે જેનો હીરો માનસ શાહ છે.




‘કમીટમેન્ટ’ માં માનસ શાહ મેડીકલ રેપ્રેઝન્ટેટીવ ઓફિસર રાજ મહેતાનું પાત્ર નિભાવી રહ્યા છે. જે ડીસીપ્લીન સાથે જુએ છે. દ્રઢ નિશ્ચય અને અહિંસાનો સાથ લઇ એક ફ્રોડની સામે લડે છે અને વિજય મેળવે છે. ખૂબ જ સુંદર અને સમાજને સંદેશ સાથે કોમેડી ફિલ્મ છે. તેમ માનસ શાહે એક વાતચીતમાં જણાવ્યું છે.
દિપાવલી પર્વની સર્વોને શુભકામના. હું ફટાકડા નથી ફોડતો. પરંતુ પરિવારજનોના આશીર્વાદ સાથે આ પરવાનો આનંદ માણું છું. વર્ષનો સૌથી મોટો આ તહેવાર છે. ધ્વની અને વાયુ પ્રદુષણની સાથે પશુ – પક્ષીને ધ્યાને રાખી આ પરવાનો આનંદ માણો. અને અત્યારે ચાઈનીઝ ફટાકડા પર પાબંધીને અપનાવી સ્વદેશીને અપનાવો જેનાથી આપણા દેશના લોકોને વધુ રોજીરોટી મળી રહે.



n  હર્ષદ કંડોલીયા   



રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા નિર્મિત ‘તૃપ્તિ’ માં છે ત્રણ મિસ્ટેક્સ

ઘણી ફિલ્મો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રીલીઝ થશે. જેમાં લગભગ શહેરી વાતાવરણવાળી કહેવાતી અર્બન ફિલ્મો વધુ હશે. અત્યારે દરેક નિર્માતા કે દિગ્દર્શક પોતાનું બેસ્ટ કામ આપવા તત્પર બન્યા છે. જેમ કે ગુજરાતી ફિલ્મોમાં પણ હવે ફિલ્મ વોર જામી છે. અલગ અલગ વિષય અને નવા નવા ચેહરાઓ ફિલ્મો થકી પોતાની નસીબ અજમાવી રહ્યા છે. આવી જ અલગ વિષય સાથે ‘ભાસ્કર એન્ટરટેઈનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયાની ઓફબીટ ગુજરાતી ફિલ્મ ‘તૃપ્તિ’ ટૂંક સમયમાં આવશે. ફિલ્મના દિગ્દર્શક શબ્બીર શેખ છે. વર્ષોથી આ કામના અનુભવી નિર્માતા રાજુ ગડાએ સૌપ્રથમ વિશ્વ લેવલની થ્રીડી સંગીત સંધ્યા તેઓ બનાવી ચુક્યા છે જે તેમના ભત્રીજાના મેરેજ પર હતી. તેમની હિન્દી થ્રીડી ફિલ્મ ‘મેરે જીની અંકલ’ ગયા વર્ષે જ રીલીઝ થઇ છે જેમાં શીર્ષક ભૂમિકા ટીકુ તલસાણીયાએ ભજવી હતી. ‘તૃપ્તિ’ ફિલ્મ પણ રાજુ ગડા હિન્દીમાં જ બનાવવા માંગતા હતા અને તેની કથા પણ પોતે વીસ વર્ષ પહેલા લખી ચુકેલા. પણ હાલ ગુજરાતી ફિલ્મોનું માર્કેટ સારૂ જણાતા તેઓએ ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું વિચાર્યું. ફિલ્મમાં કોમેડી કે કોઈ મેસેજ નથી પણ દર્શકો ફિલ્મ જોવા પ્રેરાય અને છેક સુધી જકડી રાખે તેવી મર્ડર મિસ્ટ્રી છે. જેમાં સસ્પેન્સ ભારોભાર છે કે દર્શકો વિચારતા થઇ જશે કે હવે આગળ શું બનશે. રાજુ ગડા જણાવે છે કે ગુજરાતીમાં ફિલ્મો હવે સારી બની રહી છે અને અહીં કામ કરવું બહુ સરળ છે. મને યુનીટ પણ સારૂ મળ્યું. જેથી મને ફિલ્મ શુટીંગમાં પણ કોઈ મુશ્કેલી નથી પડી. ઘણા લોકોને કડવા અનુભવો થયા હશે પણ મને ગુજરાતમાં એવો કોઈ અનુભવ નથી થયો.


પ્ર – તમારી ફિલ્મ પણ કોલેજ લાઈફ પર છે ?
ઉ – ના, મારી ફિલ્મમાં એવું કંઈ નથી. ‘તૃપ્તિ’ એક ઓફબીટ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મ છે. વધુ ફિલ્મો યંગસ્ટર્સને આકર્ષવા માટે કોલેજની જર્ની પર વધુ ભાર મુકે છે. પરંતુ એકની એક થીમ પર આવતી ફિલ્મોથી દર્શકો કંટાળી જશે. મારે આ હરોળમાં નહોતું ચાલવું એટલે મેં અલગ વિષય પસંદ કર્યો. ફિલ્મો હું માનું તો મનોરંજન માટેનું પ્રભાવશાળી સાધન છે. તેનાથી કોઈ ખોટો મેસેજ લોકોમાં ન જવો જોઈએ. જેમ નિર્માતા તેની ફિલ્મમાં પોતે પણ એક દમદાર રોલમાં જોવા મળે છે તે પ્રોફેશનલ વ્યક્તિની નિશાની નથી. તેણે જે કેરેક્ટર ભજવ્યું હોય તે તેને સુટ પણ ન થતું હોય છતાં પણ એવું થાય છે.




ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત ‘તૃપ્તિ’ ફિલ્મના નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા છે. દિગ્દર્શક શબ્બીર શેખ છે. સહનિર્માતા મણીલાલ ગામોટ, અજય ગોર, અલીભાઈ ખલીફા અને ગફુરભાઈ ખલીફા છે. સહદિગ્દર્શનમાં સાકેત ચૌધરી છે. કથા રાજુ ગડાએ પોતે જ લખી છે જયારે પટકથા અને સંવાદો ઝાકીર અહેમદના છે. ફિલ્મમાં બે ગીતો છે જેને શબ્દદેહ આપ્યો છે હિતેન આનંદપરાએ. જેને સુમધુર સંગીતે મઢ્યા છે અક્ષય આકાશે. જેમણે હિન્દી ફિલ્મ ‘બાગી’ ના ‘સબ કુછ તેરા.....’ સોંગમાં મ્યુઝીક આપ્યું છે. ડાન્સ માસ્તર શૈલેશ મંત્રી તથા ફાઈટ માસ્તર શબ્બીર શેખ છે. જયારે ડીઓપી માનીશ વ્યાસ છે. ફિલ્મના કલાકારોમાં લોકપ્રિય અને જાણીતા આયુષ જાડેજા, ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઉષા ભાટિયા, ઝીલ જોશી, વૃત્તિ ઠક્કર, મિત્તલ ગોહિલ અને એક બાળકલાકાર કુશલ માવાણી પોતાનો લાજવાબ અભિનય કરતા જોવા મળશે.



ફિલ્મ ‘તૃપ્તિ’ માં મહત્વની વાત એ છે કે ક્લાઈમેક્સમાં જે સસ્પેન્સ ખુલે છે તે જોઈને એમજ લાગશે કે આવો એન્ડ તો કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યો. વધુમાં એક સસ્પેન્સ તો આ લેખમાં હું જ પોતે ખોલી રહ્યો છું. કે ફિલ્મમાં ત્રણ મિસ્ટેક્સ જાણીજોઈને કરવામાં આવી છે. આ મિસ્ટેક્સ દર્શકોએ ઓનલાઈન શોધીને બતાવવાની રહેશે. જેમાં જે પણ પ્રથમ દસ દર્શકોએ સાચી ભૂલ શોધી કાઢી હશે તેને ‘ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન’ તરફથી એન્ડ્રોઈડ સ્માર્ટફોન ભેટ મળશે. તો ફિલ્મ રીલીઝ થતા જ પહોચી જાવ થીયેટરમાં અને ફિલ્મ જોતા જોતા મનોરંજન સાથે મોબાઈલ પણ મેળવો.



n  ગજ્જર નીલેશ




લોકોની ડીમાન્ડ અને સમય પ્રમાણે ચાલવું જોઈએ ! પંકજ પટેલ
દિપાવલી પર્વમાં ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ રીલીઝ થશે. જો કે દર વર્ષની માફક આ દિવાળી પર્વ આ ફિલ્મના નિર્માતાને ફળશે.



ફિલ્મનું ટાઈટલ વાંચતા આપણને ગુજરાતી ફિલ્મોના શોમેન સ્વ. ગોવિંદભાઈ પટેલની ફિલ્મો યાદ આવી જાય! ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ ફિલ્મના નિર્માતા મિલન પટેલ, રાજુ પટેલ, પંકજ પટેલ અને નીતિન પંડ્યા છે. દિગ્દર્શક રફીક પઠાણ છે. સંગીત મહેશ ભંવરીયાએ આપ્યું છે. ફિલ્મનું ખાસ આકર્ષણ આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે જેમાં નરેશ કનોડીયા, વિક્રમ ઠાકોર, હિતુ કનોડીયા, મમતા સોની, રીના સોની અને ફિરોઝ ઈરાની સહિતના સ્ટાર્સની ફોઝ છે.



ફિલ્મના નિર્માતા પંકજ પટેલની ગુજરાતી ફિલ્મ જગત કે દર્શકો અજાણ નથી. પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપનીના માલિક પંકજ પટેલની નિર્માતા તરીકે આ પ્રથમ ફિલ્મ છે. પરંતુ આ પહેલા તે ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે અને અને તેની કંપનીએ પ્રમોશન પણ કર્યું છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે મારી કેરિયરની શરૂઆત કપડવંજના પ્રિયા સિનેમાથી થઇ હતી. હું ત્યાં નોકરી કરતો હતો. મને પેઈન્ટીંગનો શોખ હતો. જેના કારણે મારે ફિલ્મ જગતમાં ઘણા લોકો સાથે ઓળખાણ થઇ. ધીરે ધીરે હું બિઝનેસ ક્ષેત્રે જોડાયો અને પ્રથમ પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપનીની સ્થાપના કરી. પ્રિયા શબ્દ ટ્રાન્સપોર્ટ, પ્રિયા પાર્ક સોસાયટી, પ્રિયા ફાર્મ મારી કંપનીઓનો વિસ્તાર કર્યો. અભિનયનો શોખ બાળપણથી હતો અને જાણીતા ફિલ્મ મેકર શૈલેશ શાહ સાથેની દોસ્તીને કારણે પ્રથમ તેની ફિલ્મ ‘ઓઢણી’ માં પોલોસ ઓફિસરનું પાત્ર નિભાવ્યું. જો કે ત્યાર પછી તેમની ઘણી ફિલ્મોમાં અભિનય સાથે મારી પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપની તેમની ફિલ્મોના પ્રમોશન અર્થે જોડાઈ.



‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ ફિલ્મમાં અમે ચાર પાર્ટનર છીએ. પરંતુ દરેકે પોતાના કાર્યની વહેંચણી કરી લીધી હતી. જેના કારણે અમોને આ ફિલ્મ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરી છે. ફિલ્મ મલ્ટીસ્ટારર છે પરંતુ દર્રેક કલાકારોએ અમોને ખૂબ સાથ સહકાર આપ્યો છે. હું શોમેન સ્વ. ગોવિંદભાઈ પટેલની ફિલ્મોનો અભ્યાસી છુ. તે દર્શકની નાડ બરાબર પારખતા હતા અને તેના કારણે તેમની દરેક ફિલ્મો લોકોએ ખૂબ આવકારી હતી. અમે પણ લોકોને ગમે તેવી કથા, ગીત – સંગીત સાથે આ ફિલ્મ બનાવી છે જે દર્શકોને ખૂબ ગમશે. ફિલ્મની કથા બે મિત્રો ઠાકોર અને પટેલની આસપાસ ફરે છે. મારી ફિલ્મ જોશો તો મજા આવશે. સમય અને લોકોની ડિમાન્ડ પ્રમાણે ચાલવું જોઈએ.


દિપાવલી પર્વમાં અમારી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ રીલીઝ થશે અને લોકોને પસંદ આવશે તેવો અમોને વિશ્વાસ છે. દિપાવલી પર્વ અને નવા વર્ષની સર્વોને શુભકામના. આવનાર વર્ષ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સફળતા આપે અને સર્વોને સુખ શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના અને હાર્દિક અભિનંદન.


n  હર્ષદ કંડોલીયા   

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes