Home » » bharat joshi

bharat joshi

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ટ્રાન્સ મીડિયાની ત્રિપુટીમાંથી ભજોની વિદાય  
ભ.જો. તરીકે પ્રખ્યાત – બલકે ખૂબ જ લોકપ્રિય એવી વ્યક્તિ એટલે નાટ્યરસિક – નાટ્ય નિર્માતા નાટ્ય કલાકાર એવા ભરત જોશી
ટ્રાન્સ મીડિયાના ગુજરાતી સ્ક્રીન સ્ટેજ એવોર્ડઝ ઇવેન્ટનું કારભાર જે ત્રિપુટી સંભાળતી આવી છે એ અભિલાષ ઘોડા, દીપક અંતાણી અને ભરત જોશીમાં ભ.જો. મહત્વની વ્યક્તિ છે. આ ત્રિપુટીમાંથી હવે ભરત જોશીનું અવસાન થયું છે જેનું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને દુખ છે.
    ગઝલ ગાયક પંકજ ઉધાસ અને મનહર ઉધાસ જે ગામના છે એ ધરખડી (વીરપુર પાસે) માં જન્મેલા ભરત જોશીનું નાનપણ – કિશોરાવસ્થા મુંબઈમાં વીત્યા, અહીં મીઠીબાઈ કોલેજમાં તેમણે બી.એ. કર્યું. પરેશ રાવલ, નીરજ વોરા, રાજીવ મહેતા જેવા કલાકારો એ કોલેજમાં ભ.જો. ના સહપાઠી રહ્યા છે. તેમની સાથે ભ.જો.એ કોલેજકાળમાં નાટ્ય પ્રવૃત્તિ કરી અને આ ક્ષેત્ર પ્રત્યેનો શોખ કેળવ્યો.
    ભ.જો.એ વ્યવસાયિક ધોરણે કેરીઅરની શરૂઆત ગીરીશ દેસાઈ જેવા ધુરંધર નાટ્યકાર સાથે ‘સંધ્યા ઉગી છેક સવારે’ નાટકથી કરેલી. એમાં તેઓ કૃતિકા દેસાઈના ભાઈની ભૂમિકા ઉપરાંત બેક સ્ટેજ (વ્યવસ્થા) પણ સંભાળતા.
    એ પછી ચંદ્રવદન ભટ્ટ સાથે ભરત જોશી જોડાયા અને તેમના સુપરહિટ નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’ માં કામ કર્યું. એ જમાનામાં આજની જિમ કોમર્શિયલ કે સામાજિક સંસ્થાના વેચેલા શો મળતા નહોતા એવા ટાણે ૧૨૫ શો કર્યા અને આફ્રિકામાં સતત છ મહિના એ નાટક ભજવ્યું.
    ભ.જો. એ ત્યારબાદ શૈલેશ દવે, શફી ઈનામદાર, ફિરોઝ ભગત સાથે ઘણા નાટકો કર્યા, જેમાં પિતૃ દેવો ભવ, આજે ધંધો બંધ છે, અધૂરા કોઈ મધુરા, આપણું બધું પ્રાઈવેટ લીમીટેડ વગેરે નાટકો.
    ૨૦૦૪ માં તેમણે ભ.જો. પ્રોડક્શnsન્સના બેનરમાં શુભ દિન આયો રે, ઋતુનો રિતિક, સંગ કરે રંગ, મનુભાઈ મેટ્રિક ફેઈલ જેવા સફળ નાટકો કર્યા. જસ્મીન શાહ – ટ્રાન્સ મીડિયા સાથે ભ.જો. તેમના પહેલા જ એવોર્ડ સમારંભથી ઇવેન્ટ મેનેજર તરીકે સંકળાયેલા હતા. જસ્મીન શાહની અન્ય સંસ્થાની વ્યવસ્થા પણ ભ.જો. સંભાળતા હતા.
    ટ્રાન્સ મીડિયાના અગિયારમાં એવોર્ડ સમારંભમાં ભરત જોશીનું સન્માન કરીને તેમની કદર કરવામાં આવી હતી એ ખરી વાત છે.


n  ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes