kundan shah
Posted by gujarati kalakar
Posted on 03:01
with No comments
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ગજ્જર નીલેશn
યારો યારો વડે બનાવેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ ના ગુજરાતી ડિરેક્ટર કુંદન શાહનું નિધન
મૂળ ગુજરાતી અને એક સમયના ધુરંધર ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું ૬૯ વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેમના એક સંબંધી મુજબ, 'તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું છે. ' ફિલ્મ એક્ટર સતીશ શાહ મુજબ, તેમનું અવસાન હ્રદયરોગના હુમલાને કારણે થયું છે. આ દુખદ ઘટના પર તેમની ફિલ્મી કારકિર્દી અને જીવન ઝરમર જોઈએ.
મૂળ ગુજરાતી અને એક સમયના ધુરંધર ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું ૬૯ વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેમના એક સંબંધી મુજબ, 'તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું છે. ' ફિલ્મ એક્ટર સતીશ શાહ મુજબ, તેમનું અવસાન હ્રદયરોગના હુમલાને કારણે થયું છે. આ દુખદ ઘટના પર તેમની ફિલ્મી કારકિર્દી અને જીવન ઝરમર જોઈએ.
૧૯-૧૦-૧૯૪૭
ના રોજ એડનમાં જન્મેલા કુંદન શાહ લો-પ્રોફાઈલ ફિલ્મકાર તરીકે જાણીતા હતા. ‘જાને
ભી દો યારો’ જેવી ટ્રેન્ડસેન્ટર કોમેડી ફિલ્મ આપવા છતાં ટ્રેન્ડસેન્ટરનો ભાર ખભે
રાખી ફરતા નહિ અને ‘કભી હા કભી ના’
અને ‘ક્યા
કહેના’ જેવી ‘હટકે’ કહેવાય તેવી કમર્શિયલ ફિલ્મો આપ્યા પછી પણ ડાઉન ટુ અર્થ રહીને કામ
કર્યા જ કરતા હતા.
હિન્દી
ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક ગુજરાતી દિગ્દર્શકો એવા છે જેઓ જાણે કે તેમને કોઈ જ ખોટી
ઉતાવળ નથી. બાકી તમે જ કહો ‘જાને ભી દો યારો’ અને ‘ક્યા
કહેના’ જેવા વિષયની દ્રષ્ટીએ જુદી અને તોય ખૂબ સફળ ફિલ્મોના દિગ્દર્શક કુંદન
શાહને તેમના નામ પ્રમાણે કેટલા ચમકતા જોયેલા ? જેમનો
ચહેરો ય સાવ સાદો, મધ્યમવર્ગીય ઓળખવાળો હતા રસ્તે મળે તો તમે જરાય ન કહી શકો કે તે
જાણીતી ફિલ્મો અને ટીવી સીરીયલોના દિગ્દર્શક હશે. કુંદન ચમકતા હતા પોતાની
ફિલ્મોથી. આજે નાના બજેટની ફિલ્મોનો દોર શરૂ થયાનું લોકો કહે છે કે જેમાં મનોરંજન
સાથે બોધ પણ સમાયો હોય. એવી ફિલ્મોના ટ્રેન્ડસેન્ટરમાં ખરેખર તો કુંદન શાહ, મિર્ઝા
બંધુઓ અને ટે પહેલા બાસુ ચેટરજી, ઋષીકેશ મુખર્જી, ગુલઝાર
વગેરે કહી શકાય. કુંદન શાહ પોતાના પર ટ્રેન્ડસેન્ટરનો ભાર રાખે એવા નહોતા છતાં
આપણને એ જાણીને નવાઈ લાગી શકે કે, ૧૯૮૩ ની ‘જાને
ભી દો યારો’ તેમની પહેલી જ ફિલ્મ હતી અને તોય ટે એક મેચ્યોર કોમેડી ફિલ્મ હતી.
પહેલી જ ફિલ્મમાં તેમણે ફોર્મ્યુલાને નકારી કાઢી હતી. બાકી બીઝનેસમેનનો દીકરો અને
વળી કોમર્સમાં ગ્રેજ્યુએટ હોય તે ફોર્મ્યુલાને નકારવામાં જોખમ જ જુએ. એ ફિલ્મ
બનાવી ત્યારે તેઓ ઉંમરની ત્રીસી પણ પાર કરી ચુક્યા હતા. ૧૯-૧૦-૧૯૪૭ માં એડનમાં
જન્મેલા કુંદન શાહને આમ તો નાટકોનો ય શોખ ન હતો. હા, સાહિત્ય
ખૂબ વાંચતા એટલે રૂચી જરૂર ઘડાયેલી. ગ્રેજ્યુએશન પછી તેમણે મુંબઈના પોપ્યુલર
પ્રકાશનમાં ય એટલા માટે તો નોકરી કરેલી કે પુસ્તકોની સાથે રહી શકાય. એ દિવસોમાં જ
ત્રણ ભાઈ અને બે બહેનોવાળા કુંદનભાઈએ પુણે ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં કોઈ ખાસ
પૂર્વયોજના વિના જ દિગ્દ
ર્શક તરીકેની ટ્રેનીંગ માટે અરજી કરી દીધી. અરજી મંજુર થઇ
ત્યારે પણ ‘બગડશે તો ત્રણ વર્ષ બગડશે’ એવા વિચારથી જ
પ્રશિક્ષણ શરૂ કર્યું. એ ત્રણ વર્ષ પ્રશિક્ષણ લીધા પછીય બીજા વર્ષો બગડશે એવી
દહેશત જેમની તેમ હતી.
કોઈ
દિગ્દર્શકના સહાયક બની રહેવામાં સાર ન હતો. પુણે ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં શીખેલાને
કોમર્શીયલ ફિલ્મોના દિગ્દર્શક ઝટ અપનાવે નહિ અને શ્યામ બેનેગલ, ગોવિંદ
નિહલાની પાસે પૂરતા સહાયકો હોય તો જવું ક્યાં ? કુંદન
શાહે પુણેથી મુંબઈ વાયા હૈદરાબાદનો રસ્તો પસંદ કર્યો. ત્યાં દોઢેક વર્ષ રહી એવી એડ
ફિલ્મો બનાવી જેમાં સ્થાનિક નગરજનોને સંદેશો આપવાનો હોય. પણ હૈદરાબાદ બહુ ટકી ન
શકાય તેથી મુંબઈ આવી સઈદ અને અઝીઝ મિર્ઝાના સહાયક થયા. ‘અરવિંદ
દેસાઈકી અજીબ દાસ્તાન’
અને ‘આલ્બર્ટ
પિન્ટો કો ગુસ્સા કયું આતા હૈ’ માં સહાયક રહ્યા પછી
સ્મિતા પાટીલ અભિનીત ‘ચક્ર’ વેળા દિગ્દર્શક રોબીન ધર્મરાજ અને ત્યારબાદ પુણેની ઇન્સ્ટીટયુટમાં જ
પ્રશિક્ષણ પામેલા વિધુ વિનોદ ચોપરાની ‘સજા-એ-મૌત’ માં
ય તેમણે સહાયક તરીકે કામ કર્યું. ખરેખર તો આ બધા જ નવા હતા ને એકબીજાથી શીખતા હતા.
કુંદન શાહને લેખનનો
શોખ તો હતો જ. ‘આલ્બર્ટ પિન્ટો.....’ ની
વાર્તા તેમની જ હતી. એ દરમિયાન જ તેમણે ‘જાને ભી દો યારો’ ની
વાર્તા-પટકથા લખી અને ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશને પ્રથમવાર જ યોજેલી પટકથા સ્પર્ધા
માટે મોકલી દીધી. ત્રીજું ઇનામ મળ્યું પછી એ કોર્પોરેશને જ ફિલ્મ બનાવવાનું
કહ્યું. ફિલ્મનું બજેટ હતું સાત લાખનું. કુંદન શાહે તેમાં લગભગ એવા જ કલાકારો લીધા
જે કારકિર્દીના આરંભે હોય. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી તો થોડાક
જાણીતા થયા હતા, પરંતુ ભક્તિ બર્વે, સતીશ શાહ, રવિ
બાસવાની, પંકજ કપૂર,
સતીશ કૌશિક, દીપક
કાઝીર, રાજેશ પૂરી નવા જ હતા. આ ઉપરાંત વિધુ વિનોદ ચોપરાએ પણ આ ફિલ્મમાં
અભિનય કર્યો. કુંદન શાહે ફિલ્મના પાત્રોને જે નામ આપેલા ટે પણ એકબીજાના ખરેખરા
નામો બીજાને આપ્યા જેવું હતું. જેમકે, ‘જાને ભી દો યારો’ માં
નસીરનું નામ વિનોદ ચોપરા છે તો રવિ બાસવાનીનું નામ સુધીર મિશ્રા. સમજો કે યારો
યારો વડે ‘જાને ભી દો યારો’ બની હતી. જો કે તે
રજૂ થઇ ત્યારે તો ખૂબ સફળ રહી ન હતી. પરંતુ સમય જતા તે ખૂબ સફળ પુરવાર થઇ.
૧૯૮૩
માં રજૂ થયેલી ‘જાને ભી દો યારો’ પછી પૂરા દસ વર્ષે ‘કભી
હા કભી ના’ ફિલ્મ આવી. જો કે એ વર્ષો ખાલી નહોતા. ‘જાને
ભી દો યારો’ ને દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મનો ઇન્દિરા ગાંધી એવોર્ડ મળ્યો. એ
નિમિત્તે દિલ્હી ગયા ત્યારે દૂરદર્શને ટીવી સીરીયલ બનાવવાનું કહ્યું અને યહ જો હૈ
જીંદગી, નુક્કડ અને ત્યારબાદ મનોરંજન, ઇન્તેઝાર, સર્કસના
કેટલાક એપિસોડ પછી વાગલે કી દુનિયા, મેં અભી જવાન હું
અને મીસીસ માધુરી દીક્ષિત સહિતની સીરીયલોનું દિગ્દર્શન અને ઘણામાં લેખન પણ કર્યું.
આ બધી સીરીયલો પણ કોઈ ફોર્મ્યુલાવળી ન હતી. એકસાથે ઘણાબધા પાત્રોને ભેગા કરી તેમની
પરિસ્થિતિ અને ચરિત્રગત વિશેષતાથી રચાતા સંબંધોનો જાદુ જ તેમાં હતો. બીજી ખાસ વાત
એ એવી કે તે બધી જીવનની સાહજીકતા ધરાવતી હતી અને ફિલ્મીપણાને door રાખતી
હતી. આ સીરીયલો વડે જાણે ફિલ્મી વ્યવસાયિકતા અને ફોર્મ્યુલાથી પણ તેઓ બચીને રહ્યા.
એ સીરીયલોમાં શાહરૂખ ખાનને ચમકાવવામાં પણ તેઓ એક હતા અને તે સંબંધે ૧૯૯૩ માં ‘કભી
હા કભી ના’ બનાવી. એ હળવી મ્યુઝીકલ ફિલ્મ હતી અને કુંદન શાહ જેવા માટે મોંઘી
કહેવાય તેવી ય હતી કારણ કે એંસી લાખમાં બની હતી. એ ફિલ્મને શાહરૂખે જ વિનસના ગણેશ
જૈનની ભાગીદારીમાં રીલીઝ કરી હતી. આ ફિલ્મનું સંગીત જે કંપનીએ ખરીદ્યું તેણે કરોડો
રૂપિયાની કમાણી કરી અને સંગીતકારને મારુતિ ૮૦૦ ભેટ આપી હતી.
કુંદન
શાહ આક્રમકતા વિના કામ કરનારા દિગ્દર્શક તેથી વળી સાત વર્ષે ૨૦૦૦ ની સાલમાં ‘ક્યા
કહેના’ આવી. હની ઈરાનીએ લખેલી એ ફિલ્મ આમ તો કુંવારી માતા જેવો વિષય ધરાવતી
હતી. પરંતુ પૂરી સામાજિક પ્રતિબદ્ધતા સાથે સિનેમાના ધોરણો જાળવી તેમણે એટલી
અસરકારકતા ઉભી કરી કે ફિલ્મ જબરદસ્ત સફળ રહી. પ્રીતિ ઝીંટાની પણ આ ફિલ્મથી નવી ઓળખ
ઉભી થઇ. કુંદન શાહને ફિલ્મોમાં હંમેશા જાણીતા સ્ટાર્સ મળતા રહેલા પણ ‘કભી
હા કભી ના’ અને ‘ક્યા કહેના’
તો જો કે સંજોગવશાત સ્ટાર્સવાળી ફિલ્મ કહી
શકાય. મતલબ કે ફિલ્મ બનતી હતી ત્યારે નહિ. પરંતુ રજૂ થઇ ત્યારે શાહરૂખ, પ્રીતિ
સ્ટાર હતા. પછી ‘હમ તો મોહબ્બત કરેગા’ માં બોબી દેઓલ, કરિશ્મા
કપૂર, ‘દિલ હૈ તુમ્હારા’ માં રેખા, પ્રીતિ
ઝીંટા, મહિમા ચૌધરી,
‘એક સે બઢકર એક’ (મૂળ
નામ ‘કસમ સે’)
માં સુનીલ શેટ્ટી, રવિના
ટંડન, શેખર સુમન જેવા સ્ટાર્સ હતા. એ પહેલા અમિતાભની એ.બી.સી.એલ.માં ‘લવેરિયા’ બનાવી
ત્યારે તેમાં કરિશ્મા,
સૈફ અલી ખાન હતા. જે રજૂ નથી થઇ. આ બધી જ
ફિલ્મો વાર્તા વિષયમાં નોખી પડતી હતી. પરંતુ તેને ઝાઝી સફળતા ન મળી. ‘દિલ
હૈ તુમ્હારા’ તો રાજકુમાર સંતોષીની લખેલી ફિલ્મ છે.
કુંદનની
નિષ્ફળ ફિલ્મો પણ વાર્તા-પટકથાની એક અસર સર્જી શકી છે કારણ કે તેઓ પોતે
કથા-પટકથામાં સક્રિય રહેતા હતા. આલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા કયું આતા હૈ, જાને
ભી દો યારો, પછી કભી હા કભી ના અને દિલ હૈ તુમ્હારા ની કથા-પટકથા તેમની જ હતી. ‘કભી
હા કભી ના’ ને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ફિલ્મનો ક્રિટીક્સ એવોર્ડ મળેલો.
કુંદન
શાહે સામાજિક જવાબદારી પણ પોતાની રીતે નિભાવી છે. પણ અહીં વાત તેમના પત્ની
બકુલાબહેન અને બે દિકરીઓ સાથેના સંબંધની નથી. બલકે ફિલ્મ વડે તેઓ જે જવાબદારી
અનુભવે છે તેની છે. ૨૦૦૫ માં તેમની ‘તીન બહેને’ નામની
ફિલ્મ આવી હતી. ૨૪ દિવસમાં પૂરી કરેલી એ ફિલ્મ ૫૪ લાખમાં બની હતી. કાનપુરની ત્રણ
સગી બહેનોએ એકસાથે એ માટે આપઘાત કર્યો હતો કે તેમના પિતા દહેજ આપી તેમને પરણાવી
શકે તેમ ન હતા. પોતાની ફિલ્મોમાં હંમેશ સ્ત્રીભૂમિકાને કેન્દ્રમાં રાખવા મથતા
કુંદન શાહ એ કિસ્સાથી હલબલી ગયેલા ને ફિલ્મ બનાવેલી. જો કે તે ફિલ્મ ચાલી નહિ.
ત્યારબાદ સહારા મોશન પિક્ચર્સની તેમની ‘મુંબઈ કટિંગ’ રજૂ
થઇ જે ખરેખર તો એપીસોડીક ફિલ્મ હતી. મતલબ કે, જુદી જુદી વાર્તા, જુદા
જુદા અગિયાર દિગ્દર્શકો વડે ફિલ્માવાઈ હોય તેવી.
થોડા
સમયમાં ‘જાને ભી દો યારો’ ની ફિલ્મ ફરી
બનાવવાની તૈયારી તેઓ કરી રહ્યા હતા. જુદા કલાકારો અને વિષયમાં નવી તાજગી સાથે.
હિન્દીના સુપ્રસિદ્ધ હાસ્યલેખક હરિશંકર પરસાંઈના લેખન પરથી દૂરદર્શન માટે સીરીયલ
બનાવનાર કુંદન શાહ કોમેડી ફિલ્મ જરૂર બનાવતા હતા, પણ
તેને તમે ડેવિડ ધવન પ્રકારની ફિલ્મો સાથે ન મૂકી શકો. વ્યંગ્યના ઘણા સ્તરો સિદ્ધ કરતી
કુંદન શાહની ફિલ્મો રાજકારણ,
સમાજકારણની ચિંતા પણ વણી લેતી હતી. ‘જાને
ભી દો યારો’ આજે સિનેમા ક્લાસિકલ ગણાય છે. તે પણ ગરવા ગુજરાતી દિગ્દર્શક કુંદન
શાહને કારણે.
ગજ્જર નીલેશn
Labels:
death 2017
0 comments:
Post a Comment