Home » » aditya soni

aditya soni

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
અમુક અંશે આ પાત્ર મારી વાસ્તવિક જીંદગી સાથે મળતું આવે છે : આદિત્ય સોની
   
ટૂંક સમયમાં ગુજરાતી એક મસ્ત મજાની ગુજરાતથી મુંબઈની સફર કરાવતી ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ રીલીઝ થશે. જેમાં યંગસ્ટર્સ એક જર્નીનું આયોજન કરે છે જેમાં પાંચ જેટલા લોકો છે. જે મુંબઈ ગયા પહેલા જ ત્યાં જઈને કેટલી અને કેવી મજા કરીશું. તેની વાતો કરતા થાકતા નથી. કાલીન્દીની દવે નિર્મિત દિગ્દર્શિત આ ફિલ્મે ખાસ્સો ઉત્સાહ યંગસ્ટર્સમાં જગાવ્યો છે કે ફિલ્મ ક્યારે રીલીઝ થાય. ફિલ્મમાં આદિત્ય સોની એક શ્રીમંત પિતાના સંતાનનું પાત્ર ભજવી રહ્યો છે. આમ તો આદિત્ય સોનીએ મુંબઈમાં રહીને ઘણી ફિલ્મ્સ અને ટીવી સીરીયલ્સ માટે ઓડીશન્સ આપેલા પરંતુ ત્યાની કામ કરવાની પદ્ધતિ તેમને ફાવી નહિ. આ પહેલા પણ તેઓ એક ગુજરાતી ફિલ્મ કરી ચુક્યા છે અને હવે તેઓ મહત્વના કહી શકાય એવા રોલમાં ‘ગુજરાત ટુ મુંબઈ’ માં જોવા મળશે. ફિલ્મમાં તેના પાત્ર વિશે પુછતા આદિત્યએ જણાવ્યું કે ફિલ્મમાં મારું પાત્ર તન્મય નામના યુવાનનું છે જે ગર્ભશ્રીમંત પરિવારથી આવતો હોય છે. જેને પૈસે ટકે કોઈ તાણ નથી. એકદમ મસ્ત મૌલા ટાઈપ જીવન જીવી રહેલો તન્મય કોલેજ લાઈફ ખૂબ એન્જોય કરતો હોય છે. અમુક ચાર પાંચ મિત્રો સાથે મુંબઈની ટૂર તન્મય જ ગોઠવે છે. મુંબઈ જઈને છાકટા બનતા યુવાનો માટે ફિલ્મના ડિરેક્ટરે સારો સંદેશ આ ફિલ્મથી આપ્યો છે જે તમે ફિલ્મ જોશો ત્યારે જણાશે.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક કાલીન્દીની દવે તથા સાથી કલાકારો સાથે કામ કરવાનો અનુભવ જણાવશો.
ઉ – મેં પહેલીવાર એક લેડીને પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાઈટર જોયા એમ કહું તો ચાલે. મુંબઈમાં આમ તો એકતા કપૂર છે પણ અમારા એકતા કપૂર કાલીન્દીની દવે જ છે. એમનો હું ખૂબ આભાર માનીશ કે એમણે મને તન્મયના પાત્ર માટે યોગ્ય સમજ્યો અને મારી અંદર એક એક્ટિંગનો કીડો હતો. જે મેં આ ફિલ્મથી મહેનત કરીને બતાવી આપીશ કે રોલ ગમે તેવો હોય પણ હું ક્યારેય ફિલ્મના નિર્માતા કે ડિરેક્ટરને નિરાશ નહિ કરું. મારા સાથી કલાકારોમાં શુટિંગના પહેલા દિવસથી જ હું અને વંશ ખૂબ સારા મિત્રો બની ગયા. અમારે એકસાથે જ રૂમ શેર કરીને રહ્યા એટલે અમારા સ્વભાવ મળતા આવતા હતા. ત્યારબાદ નીલેશ, પ્રેયસી, શચી જોશી વગેરે સાથે મુલાકાત થઇ. હું નવો હતો આ ગ્રુપમાં પણ કોઈએ મને એવું લાગવા નથી દીધું કે હું એકલો અલગ હોઉં. અમે બધા સાથે જ શુટિંગ ફ્લોર પર જતા અને શુટિંગ પત્યા પછી પણ સાથે બેસીને ફિલ્મ વિશે ચર્ચાઓ કરતા.
પ્ર – રીલ લાઈફમાં અને રીઅલ લાઈફમાં શું સામ્યતા છે ?
ઉ – ફિલ્મના પાત્રમાં હું એક અલગ જ અંદાઝથી પોતાનું જ ધાર્યું કરવાવાળો વ્યક્તિ છું અને રીઅલ લાઈફમાં પણ હું મને જે ગમે છે ટે જ કરવામાં માનું છું. તન્મય દર મહીને ગર્લફ્રેન્ડ બદલતો રહે છે અને છોકરીઓને બહુ ભાવ પણ નથી આપતો. આમાં હું રીઅલ લાઈફમાં પણ કોઈ છોકરીને તરત રીપ્લાય નથી કરતો. એટલે ઘણે અંશે આ પાત્ર મારા વાસ્તવિક જીવન સાથે મળતું આવે છે.
પ્ર – કેવા રોલ કરવા ગમે ?
ઉ – કલાકાર માટે દરેક રોલ એક ચેલેન્જ હોય છે અને હું મારી પહેલી ફિલ્મના પાત્રથી જ નક્કી કરીને ચાલી રહ્યો છું કે આ પાત્રને હું સારામાં સારો ન્યાય આપીને પડદા પર જીવંત કરી શકું. મને કોમેડી રોલ કરવા ગમશે અને સાથે સાથે મારી ઈચ્છા છે કે એક એક્શન ફિલ્મ પણ કરું. કોઈ સારી સ્ટોરી સાથે એવી ફિલ્મ મળે જેમાં તે પાત્રને એક્શનની ભરમાર હોય તો મને તે પાત્ર કરવાનો સૌથી વધુ આનંદ થશે.
    ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ ચાલુ મહિનાની ૨૭ તારીખે થીયેટરોમાં રીલીઝ થઇ રહી છે. ફિલ્મની દિગ્દર્શિકા કાલીન્દીની દવેએ સરસ અને સંદેશાત્મક ફિલ્મ બનાવી છે જેમાં માતાપિતાએ પણ જોવા જેવી ફિલ્મ છે. જો પોતાના દિકરા સાથે તમે અમુક ઉંમર પછી દોસ્ત બનીને રહો અને એની મુશ્કેલીઓ તેઓ તમને મુક્ત મને જણાવી શકે તો અમુક સમસ્યાઓ તો આપોઆપ જ હલ થઇ જાય એમ છે. આ ઉપરાંત પોતાના સંતાનો પ્રત્યે માતાપિતાની પણ ફરજ છે કે તમારું સંતાન જે કંઈ પણ કાર્ય કરી રહ્યું હોય તેની તમને જાણ કરીને જ કરતુ હોય.


n  ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes