Home » » manchha

manchha




"મંછા " ડર નામ નો એક અનુભવ.


સૌ પ્રથમ વાર ગુજરાતી નાટક ના ઈતિહાસ માં એક નવો જ ચીલો ચાતરતું નાટક.
ગુજરાત ના ભુજ જીલ્લા ના નાનકડા ગામ લખપત ની સત્ય ઘટના પર આધારિત આ ગરવી ગુજરાત નું ગુજરાતી નાટક રોમાંચ અને ડર ની સાથે દર્શકો ને સીટ પર જકડી રાખવા માં સફળ રહ્યું છે. મુંબઈ ,સુરત, ભાવનગર,રાજકોટ,અમરેલી,વડોદરા અને બીજી ઘણી જગ્યા એ આ નાટક માં પ્રેક્ષકો ને એક નવો જ અનુભવ થયો છે. કોમેડી નાટક ની હરોળ માં એક અદભુત અનુભવ કરાવતું નાટક.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત તખ્તા ના તોખાર શીર્ષક તળે માનનીય અધ્યક્ષ શ્રી યોગેશ ગઢવી ના મુખ્ય મેહમાન પદે પણ આ નાટક ના સફળ પ્રયોગો થયા છે તે ગૌરવ ની વાત છે।

56'' ની છાતી ધરાવતા નવયુવાનો તૈયાર થઈ જાવ એક ગઝબનો રોમાંચ અને થ્રિલ અનુભવવા ! આકર્ષક સેટ , લાઈટ ઇફેક્ટ્સ અને થ્રિલર સંગીત ધરાવતું એક સસ્પેન્સ અને સુંદર કથાનક ધરાવતું અનેક એવૉર્ડ જીતી ચૂકેલું અદ્વિતીય ગુજરાતી નાટક ''મંછા''.
યુટોપિયા કોમ્યુનિકેશન મુંબઈ સર્જિત, સેજલ પોંદા લિખિત, પ્રિતેશ સોઢા દિગ્દર્શિત, અને પરેશ વોરા, શિવાંગ ઠક્કર, દ્વિતિ ઝવેરી અભિનીત.
મ્હાણવાનું ચૂકશો નહીં, કાચા, પોચા, અને માનસિક રીતે નબળા લોકોએ આ નાટકથી દૂર રહેવું હિતાવહ છે. સુપર ફાસ્ટ થ્રિલર એટલે "મંછા"
આ નાટક ગુજરાત માં મનન દવે પ્રોડક્શન્સ દ્વારા રજુ કરવા માં આવી રહ્યું છે। લેખક સેજલ પોંદા, દિગ્દર્શક પ્રિતેશ સોઢા કલાકારો પરેશ વોરા ,શિવાંગ ઠક્કર ,દ્વિતિ ઝવેરી અને પુરા નાટક ની આ ટીમ માં યુવા શક્તિ ને લઇ ને ગુજરાત ના પ્રેઝન્ટર મનન દવે પુરા ગુજરાત માં એકદમ નવા આયોજકો ની હરોળ સાથે આ નાટક ને ગુજરાત ના ખૂણે ખૂણે પોહ્ચાડવા કટિબદ્ધ છે।
આ નાટક નું આયોજન આપના શહેર માં કરવા માટે સંપર્ક કરો।વધુ માહિતી માટે ફેસબુ ક પર મનન દવે પ્રોડક્શન્સ નું પેજ પણ લાઈક કરી શકો છે।
"
મંછા" ના આગામી શૉ સુરત,વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર છે।

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes