om puri
Posted by gujarati kalakar
Posted on 22:49
with No comments
ઓમ પુરીએ હીટ ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં અભિનય આપ્યો છે કોણ માનશે ?
તા. ૬ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ અભિનેતા ઓમ પુરીનું હાર્ટએટેકના હુમલાથી
અવસાન થયું છે. જેમણે ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં પણ અભિનય આપ્યો હતો. જેમાં ઓમ
પૂરી સાથે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલે પણ આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યો
હતો. ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતા હતા. આ ફિલ્મ જાણીતા
ગુજરાતી લેખિકા ધીરુબહેન પટેલના નાટક ‘ભવની ભવાઈ’ ઉપર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની એક યાદગાર ફિલ્મ તરીકે સ્થાન પામી
છે. આ ફિલ્મના ગીતો ખુદ ધીરુબહેન પટેલે
લખ્યાં અને જેન સંગીતબદ્ધ કર્યાં હતાં ગૌરાંગ વ્યાસે. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રિય પુરસ્કાર અને
સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે
મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાંસના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું.
ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે
ઓમ પૂરી અને અન્ય કલાકારો મારી સાથેના સહાધ્યાયીઓ જ હતા. મે મારી ફિલ્મી કેરિયરની
શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી. જે ફિલ્મ ‘ભવની ભવાઈ’ હતી. અમે સાથે જ હતા અને ઓમ
પૂરી, નસીર બધા ત્યારે મિત્રો જ હતા. ‘ભવની ભવાઈ’ ફિલ્મ મારે બનાવવી હતી પણ
ફિલ્મનું બજેટ લો હતું. મે મારા મિત્રોને આ વાત કહી. તેમણે મને કહ્યું કે તું
ફિલ્મ બનાવ અમે આ ફિલ્મમાં કામ કરીશું. અને તેઓએ મારી આ ફિલ્મમાં લો બજેટને કારણે
એકપણ પૈસો લીધા વિના અભિનય કર્યો. અને આ ફિલ્મે જે ઈતિહાસ રચ્યો તે સૌની સામે છે.
ફિલ્મના વધુ એક અભિનેતા દિગ્દર્શક નિમેશ દેસાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે તે
સમયે ઓમ પૂરી મુંબઈમાં માઝ્મા નામે ગ્રુપ ચલાવતા હતા. અમારા નાટકનો શો મુંબઈમાં
થવાનો હતો. ત્યારે ઓમ પૂરી અને નસીરુદ્દીન શાહ તે નાટક જોવા આવેલા. નાટક જોઇને તેઓ
એટલા ખુશ થયેલા કે તેમણે અમારી પાંચ લોકોની ટીમને ડીનર માટે આમંત્રણ આપ્યું. ખાસ
વાત એ છે કે આ ડીનર માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી રાહમાં હતા. તેઓએ સાંભળેલું કે
નાટક ખૂબ જ સરસ છે એટલે પાર્ટી તો આપવી જ છે. ત્યારબાદ કેતન મહેતાની ફિલ્મ ‘ભવની
ભવાઈ’ માં મને કામની ઓફર આવી ત્યારે તે ફિલ્મમાં મે કેતન મહેતાને આસીસ્ટ પણ કરેલા.
પછી જયારે મે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે ૨૨ વર્ષની ઉંમરે પરેશ રાવલને લઈને ‘નસીબ ની
બલિહારી’ ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે આ ત્રણેય કલાકારો ઓમ પૂરી, નસીરુદ્દીન
શાહ અને સ્મિતા પાટીલે પણ મારી ફિલ્મમાં અભિનય કર્યો અને તેમના પર મે એક ગીત
ફિલ્માવેલું. હાલ કેતન મહેતા પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે જયારે નિમેશ દેસાઈની
હમણાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘કૂખ’ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ તેમને વસવસો છે
કે તેમનો એક સાથી મિત્ર આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો.
n ગજ્જર
નીલેશ
Labels:
death 2017
0 comments:
Post a Comment