Home » , » shachi joshi

shachi joshi

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘ગુજરાત ટુ મુંબઈ’ ની ચુલબુલી શિખા - શચી જોશી


    હાલ આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી નિર્માત્રી કાલિન્દી દવેની ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ ને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની કથા યંગસ્ટર્સને ધ્યાને લઈને લખવામાં આવી છે. આજની પેઢીને ગમે તેવી કથા, પસંદ પડે તેવા ગીતો અને એકદમ ફ્રેશ ચેહરાઓ આ ફિલ્મનો પ્લસપોઈન્ટ છે. ‘ગુજરાત ટુ મુંબઈ’ નામ પ્રમાણે ફિલ્મનું શૂટ ગુજરાતના કેટલાક રમણીય સ્થળો અને મુંબઈના જાણીતા સ્થળોએ કરવામાં આવ્યું છે. કાનને ગમે તેવું સંગીત દર્શકોને ડોલાવી રહ્યું છે જે એકવાર તો સાંભળવું જ પડે. ‘ગુજરાત ટુ મુંબઈ’ એક જર્ની ફિલ્મ છે જેમાં શચી જોશીનું પાત્ર ઘરમાં એક ચુલબુલી અને સૌની લાડકી છોકરીનું છે. જે કોલેજ લાઈફ એન્જોય કરી રહી છે જેના પાત્રનું નામ શિખા છે. કોલેજમાં ટે તેના મિત્રો સાથે બહાર ટ્રીપ પર જવાનો પ્લાન બનાવે છે. પરંતુ એવું હોય છે કે તેને ઘરેથી પરમીશન લેવી જરૂરી છે જેના વગર તેને બહાર અજાણ્યા શહેરમાં તેના માતાપિતા મોકલવા નથી ઈચ્છતા. ઘણા યુવકો – યુવતીઓ ઘરે જુઠ્ઠું બોલીને ફરવા જતા રહે છે જયારે શિખા પોતાના માતાપિતા સાથે એકદમ મિત્ર તરીકે અને બધી સાચી જ વાત કરવામાં માને છે. શચી જોશી કહે છે કે આ પાત્ર મારી વાસ્તવિકતા સાથે મળતું આવે છે. એક ખાસ વાત કે આ પહેલા શચી જોશીનું ‘છેલ્લો દિવસ’ ના એક પાત્ર માટે સિલેકશન થઇ ગયેલું પણ શચીને તે સમયે એક્સીડેન્ટ નડો ગયો જેના લીધે તે રોલ ન કરી શકી.  

પ્ર – ઘરે કહ્યા વગર ફરવા જવું આજના યુવાનો માટે કેવું પરિણામ લાવી શકે ?
ઉ – એ પરિણામ જોવા માટે દર્શકોએ ‘ગુજરાત ટુ મુંબઈ’ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ. તમારી મિત્રો સાથે બહાર જવાની થોડી મજા માટે, થોડીક લાઈફ એન્જોય કરવા માટે ઘરે જુઠ્ઠું બોલ્યા પછી બહાર તમારી સાથે કોઈ અસભ્ય વર્તન કે કોઈ વ્યક્તિ તમારો ગેરલાભ લઇ જાય ત્યારે શું થાય તેનું સચોટ નિરૂપણ આ ફિલ્મમાં કરાયું છે. દુનિયામાં કેવા કેવા લોકો હોય છે તેનું અનુમાન તમને નથી હોતું અને તે સમયે તમારી બુદ્ધિ પણ એટલી ના ચાલે પણ જો ઘરેથી તમે સાચું બોલીને ગયા હો અને સતત ઘરના કે પરિવારના કોન્ટેક્ટમાં રહેતા હો તો તમને કોઈ તકલીફ નથી રહેવાની.
પ્ર – ફિલ્મના નિર્માત્રી, દિગ્દર્શિકા કાલિન્દી દવે સાથે કામ કરવાનો અનુભવ ?
ઉ – જયારે અમદાવાદમાં આ ફિલ્મનું ઓડીશન થયું ત્યારે તેમને મારામાં આ ફિલ્મનું પાત્ર ‘શિખા’ દેખાયું. એક લેડી તરીકે કાલિન્દી દવેએ ડિરેક્ટર તરીકેની જવાબદારી બખૂબી નિભાવી છે અને આખી ફિલ્મ તેમણે સંભાળી છે. ‘ગુજરાત ટુ ‘ ફિલ્મના નિર્માત્રી પણ તેઓ જ છે. તેઓ અમને આખી ટીમને ખૂબ જ સાચવતા હતા અને તેમની પાસે મને નવું જાણવાની અપેક્ષા હતી ટે પૂરી થઇ છે. એક બહેન જેવી રીતે તેઓ મારી સાથે રહેતા હતા અને મને અને સાથે સાથે ફિલ્મના પુરા યુનીટને તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી.
પ્ર – તમે નાટકોમાં પણ સક્રિય છો તો બંને વચ્ચે શું ફરક લાગ્યો ?
ઉ – મને ફિલ્મ કરતા નાટક વધારે કઠીન હોય તેવું લાગ્યું. નાટકમાં એક ટીમવર્ક હોય છે. એક કલાકારની મિસ્ટેકને લીધે તેની આજુબાજુના કલાકારોએ ક્યારેક નાટક સંભાળી લેવું પડે છે. તમારી ભૂલ ઓડીયન્સ તરત પકડી પાડે છે એટલે એકદમ સાવધ રહીને પાત્રમાં રહેવું પડે છે. જયારે ફિલ્મમાં રિટેક આપવા પડે છે પણ તેનાથી તમારી અભિનય પર પણ મુશ્કેલી પડે છે. જો એક કલાકાર એક જ શોટમાં સીન ઓકે કરી આપે તો તાળીઓ અને રિટેક આપવા પડે તો તાળીઓ નહિ. મને બંનેમાં કામ કરવાની મજા આવે છે. અત્યારે પણ મારું નાટક ‘યુગપુરુષ’ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને ઓલ ઇન્ડીયામાં તેના ઘણા શો હું કરી રહી છું.



n  ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes