valentine day
Posted by gujarati kalakar
Posted on 02:11
with No comments
ચંદન રાઠોડની પત્ની છે મુસ્લિમ, જાણો ગુજરાતી સુપર સ્ટાર્સની Wags અંગે
બોલિવૂડથી લઈ હોલિવૂડ અને ટીવી જગતના સેલેબ્સ પત્નીઓ અને તેની અંગત વાતોથી મોટા ભાગના ફેન્સ વાકેફ છે. પરંતુ ગુજરાતી સ્ટાર્સની બેટરહાફ અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આથી વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુજરાતી સ્ટાર્સની પત્નીઓ કોણ છે તે અંગે જણાવી રહ્યું છે.
ચંદન રાઠોડની પત્ની છે મુસ્લિમ અને ટીવી એક્ટ્રેસ
'ધુળકી તારી માયા લાગી', 'ઈન્સપેક્ટર અર્જુન', 'સાસુ શેર તો 'જમાઈ સવાશેર' અને 'ઘર મારું મંદિર' જેવી સફળ ગુજરાતી ફિલ્મ્સ આપનારા ચંદન રાઠોડે ટીવી એક્ટ્રેસ પ્રીત મુલાણી સાથે લગ્ન કર્યા છે. પ્રીત અને ચંદન વર્ષ ૨૦૧૪ના જાન્યુઆરી માસમાં લગ્ન બંધનમાં બંધાયા હતા. પ્રીત મુલાણીનું પહેલાનું નામ શબાનાના હતું. ટીવી શો 'સપના બાબુલ કા બિદાઈ' સુધી તે શબાના મુલાણી તરીકે જાણીતી હતી. પરંતુ ચંદને તે બદલીને પ્રીત કરી દીધું છે. તેના ભાઈનું નામ આમિર છે. તે 'સપને સુહાને લડકપન કે'માં સંગીતાનો રોલ કરી જાણીતી બની હતી. હાલ આ કપલ બે સંતાનોના પેરેન્ટ્સ છે.
દિવ્યાંગ ઠક્કર-વેરોનિકા ગૌતમ
'બે યાર' અને 'કેવી રીતે જઈશ' જેવી ફિલ્મ્સ કરી જાણીતા બનેલા દિવ્યાંગે વર્ષ ૨૦૧૪ના ડિસેમ્બરમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ વેરોનિકા ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ 'કેવી રીતે જઈશ'થી ગુજરાતી ફિલ્મ્સમાં ડેબ્યું કર્યું હતું.
વિપુલ શાહ-શેફાલી શાહ
'દરિયા છોરું', 'આંખે' અને 'નમસ્તે લંડન' જેવી અનેક સફળ ફિલ્મ્સ આપનારા વિપુલ અમૃતલાલ શાહે બીજવર એવી એક્ટ્રેસ શેફાલી શાહ સાથે લગ્ન કર્યા છે. આ પહેલા શેફાલીએ ૧૯૯૭માં હર્ષ છાયા સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બન્નેના ડિવોર્સ થઈ ગયા હતા. હાલ શેફાલી અને વિપુલ બે દીકરાના પેરેન્ટ્સ છે.
ભક્તિ કુબાવત-આદિત્ય
'બસ એક ચાન્સ' ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ ભક્તિ કુબાવતે વર્ષ ૨૦૧૬ની ૧૬ જાન્યુઆરીએ આદિત્ય રાવલ સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે અને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. ભક્તિ અને આદિત્ય ૨૦૧૨માં ઝેન કાફેમાં મળ્યા હતાં અને તેમની સાથે તેમના ફ્રેન્ડ્સ પણ હતાં. આદિત્યને તેની સાથે પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો.
નરેશ કનોડિયા-રીમા કનોડિયા
'જોડે રેજો રાજ'થી લઈ 'ઢોલા મારું' જેવી અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી ગુજરાતી સુપર સ્ટાર બનેલા નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેઓ દીકરા હિતુ કનોડિયાના પેરેન્ટ્સ બન્યા હાલ તો તેઓ હિતુ-મોનાના દીકરા રાજવીરના દાદા-દાદી પણ બની ચૂક્યા છે.
હિતેન કુમાર-સોનલ
'ઉંચી મેડી ના ઊંચા મોલ', 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' અને 'મહિયરમાં મનડું નથી લાગતું' જેવી અનેક ફિલ્મ્સથી ગુજરાતી સુપરસ્ટાર બનેલા હિતેન કુમારે સોનલ સાથે લગ્ન કર્યા છે. બન્ને વર્ષ ૧૯૮૯માં લાઈફ પાર્ટનર બન્યા હતા.
પ્રતિક ગાંધી-ભામિની ઓઝા ગાંધી
'રોંગ સાઈડ રાજુ' અને 'બે યાર' જેવી સફળ ગુજરાતી ફિલ્મ્સ આપનારા પ્રતિકે ટીવી એક્ટ્રેસ ભામિનિ ઓઝા સાથે વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. ભામિનિ 'સારા ભાઈ વર્સિસ સારા ભાઈ'માં કિસ્મીના રોલથી જાણીતી બની હતી. તેણે 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા સીઝન 2', 'એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ', 'એક પેકેટ ઉમ્મીદ' અને 'ખીચડી' જેવા અનેક શોમાં કામ કર્યું છે. જોકે ૨૦૧૨માં ભામિનિને બ્રેન ટ્યુમર હોવાની જાણ થઈ હતી. આ દરમિયાન આ કપલ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું, પરંતુ ભામિનિએ હિંમત હાર્યા વિના પતિ પ્રતિકના સપોર્ટથી તેને પરાજય આપ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪માં આ જોડી એક દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.
હિતુ કનોડિયા-મોના
ગુજરાતી ફિલ્મ્સના જાણીતા સ્ટાર હિતુ કનોડિયા અને એક્ટ્રેસ મોનાએ વર્ષ ૨૦૧૪ના ઓગસ્ટ માસમાં લગ્ન કર્યા હતા. બન્નેએ એકબીજા સાથે લગભગ ૭ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓ વર્ષ ૨૦૧૫ના માર્ચ માસમાં રાજવીર નામના દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા.
અભિષેક જૈન-શૈલી હુન્ડીયા
'કેવી રીતે જઈશ', 'બે યાર' અને 'રોંગ સાઈડ રાજુ' જેવી અનેક સફળ ફિલ્મ્સ બનાવનારા અભિષેકે શૈલી હુન્ડીયા સાથે લગ્ન કર્યા છે. બન્નેએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. જોકે શૈલી ઘણી પ્રાઈવેટ પર્સન હોવાથી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. એક ઈન્ટરવ્યુમાં અભિષેક કહે છે કે, મારામાં ઘણી શિસ્ત આવી છે અને મોડી રાત સુધી બહાર રહેતો નથી. તે રાત્રે ૧૦ વાગ્યે ફોન બંધ કરી દે છે અને કામને પણ ઘર બહાર રાખે છે.
કવિન દવે-સારીકા
ગુજરાતી ફિલ્મ 'બે યાર' અને 'કિક'થી જાણીતા બનેલા ફિલ્મ એક્ટર અને મૂળ મોરબીના એવા કવિન દવેએ ફેબ્રુઆરી ૨૦૧૬માં સારીકા નામની યુવતી સાથે લગ્ન કરી લીધા છે. કવિને 'મુંબઈ મેરી જાન', 'માય નેમ ઈઝ ખાન','તીન પત્તી', 'ક્યા સૂપર કુલ હૈ હમ', 'કિક', 'બે યાર'(ગુજરાતી ફિલ્મ) અને '3 એએમ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.
વ્રજેશ હિરજી-રોહિણી બેનર્જી
'કહોના પ્યાર હૈ' તથા 'મુજે કુછ કહેના હૈ'થી જાણીતા ગુજરાતી એક્ટર વ્રજેશ હિરજીએ વર્ષ ૨૦૧૫ના ઓક્ટોબરમાં રોહિણી બેનર્જી સાથે લગ્ન કર્યા છે. વ્રજેશે 'હેપ્પી ફેમિલી' નામની ગુજરાતી ફિલ્મ પણ કરી છે. આ સિવાય તે 'બિગ બોસ'ની છઠ્ઠી સીઝનમાં સ્પર્ધક તરીકે પણ જોવા મળ્યો હતો.
અરવિંદ વેગડા-આરતી વેગડા
વિખ્યાત ગુજરાતી સિંગર અરવિંદ વેગડાએ વર્ષ ૧૯૯૭માં આરતી સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ ૧૧ ફેબ્રુઆરીએ લગ્ન જીવનના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા હતા. તેમને એક દીકરો અને દીકરી પણ છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ વેગડા 'બિગ બોસ 9'નો પણ સ્પર્ધક રહી ચૂક્યો છે.
દેવેન ભોજાણી-જાગૃતિ ભોજાણી
'બા બહુ ઔર બેબી', 'સારભાઈ વર્સિસ સારાભાઈ' અને 'ઓફિસ ઓફિસ' જેવી ટીવી સીરિયલ્સ તથા 'જો જીતા વોહી સિકંદર'થી લઈ 'અગ્નિપથ' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલા દેવેને જાગૃતિ સાથે લગ્ન કર્યા છે. બન્નેએ ૧૯૯૫માં લગ્ન કર્યા હતા. હાલ તેઓ રાહિ અને માહી નામની બે દીકરીઓના પેરેન્ટ્સ છે. દેવન હવે બોલિવૂડ ફિલ્મ 'કમાન્ડો 2'થી હિન્દી ફિલ્મ્સ ડિરેક્શનમાં ડેબ્યુ કરી રહ્યા છે.
પાર્થિવ ગોહિલ-માનસી પારેખ ગોહિલ
જાણીતા ગુજરાતી પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલે ટીવી એક્ટ્રેસ માનસી પારેખને હમસફર બનાવી છે. માનસી અને પાર્થિવે ૨૦૦૮માં લગ્ન કર્યા હતા. હાલ તેઓ એક દીકરીના પેરેન્ટ્સ છે. માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.
જેડી મજેઠીયા-નીપા મજેઠીયા
‘દરિયા છોરુ’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ્સના સ્ટાર અને પ્રોડ્યુસર-ડિરેક્ટર જેડીએ એક્ટ્રેસ નીપા સાથે લગ્ન કર્યા છે. નીપાએ 'એક મહલ હો સપનો કા'માં કામ કર્યું હતું. હાલ તે પતિના નિર્માણ હેઠળ બની રહેલી 'ખિડકી' સીરિલયથી કમબેક કરવા જઈ રહી છે. હાલ તેઓ કેસર નામની દીકરીના પેરેન્ટ્સ છે. તેની ૧૫ વર્ષની દીકરી કેસર વર્ષ ૨૦૧૦માં 'ખિચડીઃ ધ મૂવી'માં જોવા મળી હતી. આ સિવાય તે 'બડી દૂર સે આયી હૈ'માં પણ જોવા મળી હતી.
કિરણ કુમાર-સુષ્મા વર્મા
'દોઢ ડાહ્યા', 'પીઠી પીળીને રંગ રાતો', 'વેરના વળામણા' અને 'નાણા વગરનો નાથિયો' જેવી ગુજરાતી ફિલ્મ્સ કરનારા કિરણ કુમારે ગુજરાતી એક્ટ્રેસ સુષ્મા વર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો શૌર્ય તથા દીકરી શ્રીષ્ટી છે. શૌર્ય ડિરેક્ટર ડેવિડ ધવન, અબ્બાસ મસ્તાન વગેરે સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. જ્યારે સૃષ્ટિ માતા સાથે મળીને 'સુશ એન્ડ શિશ' નામથી ક્લોથિંગ તથા જ્વેલરીનું કામ કરે છે. કિરણ કુમારે બોલિવૂડ સિવાય 'તેજાબ', 'ખુદગર્ઝ', 'ખતરો કે ખિલાડી', 'હીના', 'ખુદા ગવાહ', 'વિશ્વાત્મા', 'બોલ રાધા બોલ', 'ધડકન', 'યે રાસ્તે હૈ પ્યાર કે', 'મુજસે શાદી કરોગે' અને 'બ્રધર્સ' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. કિરણ કુમારની હમણાં જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ધન્તીયા ઓપન’ માં તે ઘણા વર્ષો બાદ જોવા મળ્યા છે.
વિજયસિંહ ગોહિલ-યામિની જોશી
ખલનાયક અભિનેતા વિજયસિંહ ગોહિલ ઘણા વર્ષોથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને છેલ્લા થોડા સમયથી તેઓ પોતાના હોમ પ્રોડક્શનમાં પણ સારી એવી ફિલ્મો બનાવી રહ્યા છે અને તેમની વાઈફ યામિની જોશી પણ હાલ ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ મોમ બની છે. તેઓ બંનેએ લવમેરેજ કર્યા છે અને તેમને એક સન પણ છે. રીલ લાઈફમાં કદી પતિ – પત્ની તરીકે જોવા નહિ મળેલા આ રીઅલ લાઈફ પાર્ટનર છે.
રાજદીપ બારોટ-વનિતા બારોટ
લોકગાયક અભિનેતા રાજદીપ બારોટ પહેલા લોકડાયરાઓ કરતા હતા એટલે તેમનું ફેન વર્તુળ બહુ જ મોટું છે. તેમની પત્ની વનિતા બારોટ પણ સ્ટેજ સિંગર જ છે. હાલ રાજદીપ બારોટ ફિલ્મો કરવા તરફ આગળ વધી રહ્યા છે જેમાં તેમની આવનારી ફિલ્મ ‘સાજણ મારી લાખોમાં એક’ અને ‘સનમ તારી કસમ’ છે જયારે વનિતા બારોટ પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાયકી પર જ કેન્દ્રિત કરી રહ્યા છે.
Labels:
valentine day
0 comments:
Post a Comment