gujarati movies
Posted by gujarati kalakar
Posted on 03:09
with No comments
મરતા પહેલા દરેક 'ગુજ્જુ ગ્રેટ'એ એકવાર અચૂક જોવી જોઈએ આ ગુજરાતી
ફિલ્મ્સ
ભારતના ફિલ્મ ઇતિહાસમાં ૧૪મી માર્ચ ૧૯૩૧ના રોજ અરદેશર
ઇરાની દ્વારા બોલતું ચિત્રપટ 'આલમઆરા' રજુ થયું હતું. તેના
બીજા વર્ષે પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' રજૂ થઇ હતી. નાનુભાઇ વકીલની આ ફિલ્મથી લઇને આજ સુધી ગુજરાતી
સિનેમામાં અનેક ફિલ્મ્સ આવી છે. જેમાંથી કેટલીક સુપરહિટ રહી હતી તો
કેટલીક ફ્લોપ પણ થઇ હતી. જોકે, ૧૯૭૧થી ૧૯૯૦નો યુગ એવો
હતો કે ગુજરાતી ફિલ્મ્સને દર્શકોએ ખોબલે
ખોબલે વધાવી હતી. કોઇપણ સમુદાય હોય
ગુજરાતી ફિલ્મ્સ પ્રત્યે તેમનો ઝોક જોવા
મળતો હતો. આ સમય પછી પણ અનેક
ગુજરાતી ફિલ્મસ એવી આવી જેને દર્શકોએ તો
વખાણી જ સાથે સાથે અનેક એવોર્ડ પણ
પોતાને નામે કર્યા હતાં. 'છોકરી વિનાનું ગામ'ના ડિરેક્ટર અને
ફિલ્મ એક્સપર્ટ કાર્તિકેય ભટ્ટે સાથે વાત કરતા ગુજરાતી ફિલ્મ્સ વિશે માહિતી આપી હતી. આ પેકેજમાં અમે તમને જણાવી રહ્યા છીએ એવી
જ ઓલટાઇમ બેસ્ટ ગુજરાતી ફિલ્મ્સ અને અર્બન ફિલ્મ્સ અંગે.....
ફિલ્મઃ કંકુ
ડિરેક્ટરઃ કાંતિલાલ રાઠોડ
રીલિઝઃ ૧૯૬૯
સ્ટારકાસ્ટઃ પલ્લવી મહેતા, કિશોર જરીવાલા
કાંતિલાલ રાઠોડે ૧૯૬૯માં 'કંકુ' બનાવી હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી રંગમંચની ફેમસ એક્ટ્રેસ પલ્લવી મહેતાએ કંકુનું પાત્ર
ભજવ્યું હતું. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પહેલી ગુજરાતી ફિલ્મ હતી.
ફિલ્મઃ અખંડ સૌભાગ્યવતી
ડિરેક્ટરઃ મનહર રસ કપૂર
રીલિઝઃ ૧૯૬૪
સ્ટારકાસ્ટઃ આશા પારેખ, મહેશ કુમાર
આ ફિલ્મમાં ફેમસ
સંગીતકાર કલ્યાણજી આનંદજીએ સંગીત આપ્યું હતું. તેમજ ફિલ્મના ગીતો બરકત વિરાણીએ
લખ્યા હતાં. 'નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે' અને 'તને સાચવે પારવતી
અખંડ સૌભાગ્યવતી' જેવા ગીતોએ ધૂમ મચાવી હતી.
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો
ડિરેક્ટરઃ મનહર રસ કપૂર
રીલિઝઃ ૧૯૬૦
સ્ટારકાસ્ટઃ ઉપેન્દ્ર ત્રિવેદી, રાજેન્દ્ર કુમાર, ઉષા કિરણ, મહેમૂદ
આ ફિલ્મ બ્લોકબસ્ટર
નીવડી હતી. ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મના ગીતો 'મહેંદી તે વાવી માળવે
ને એનો રંગ ગયો ગુજરાત રે' તેમજ 'પાંદડુ લીલુ ને રંગ રાતો'
ગીત સુપરહિટ થયાં હતાં. આ ફિલ્મના
ગીતમાં લતા મંગેશકર, મન્નાડે અને મહેન્દ્ર કપૂરે પોતાનો અવાજ આપ્યો હતો.
ફિલ્મઃ જીવનો જુગારી
ડિરેક્ટરઃ દિનેશ રાવલ
રીલિઝઃ ૧૯૬૩
સંગીતઃ નીનુ મજમુદાર
'ગંગા સતી', 'રમત રમાડે રામ',
'રામાપીર',
'માં ખોડલ તારો ખમકારો', 'ભગત ગોરા કુંભાર' જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરનાર દિનેશ રાવલે 'જીવનો જુગારી' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સંગીતકાર નિરંજન એટલે કે નીનુ
મજમુદારે સંગીત આપ્યું હતું.
ફિલ્મઃ બહુરૂપી
ડિરેક્ટરઃ રમણિક વૈદ્ય
રીલિઝઃ ૧૯૬૯
સ્ટારકાસ્ટઃ જયંત, જયરાજ, શેખર પુરોહિત, લક્ષ્મીછાયા
આ ફિલ્મમાં ગુજરાતની
પ્રાચીન ભવાઇકળાની કમાલ જોવા મળે છે. સ્વ. કવિ ‘મનસ્વી’ અને વેણીભાઇ પુરોહિતે આ ફિલ્મના ગીતો લખ્યાં હતાં. ફિલ્મના
કેટલાક ગીતો ‘અસાઈત ભવાઈસંગ્રહ’માંથી લેવામાં આવ્યાં હતાં. ૧૯૬૯માં બનેલી ફિલ્મ
'બહુરૂપી'થી ગુજરાતી સિને જગતને જગજીતસિંહ જેવા ગાયક મળ્યા હતાં. આ ફિલ્મમાં તેમણે પોતાનો સ્વર આપ્યો હતો.
ફિલ્મઃ ભવની ભવાઈ
ડિરેક્ટરઃ કેતન મહેતા
રીલિઝઃ ૧૯૮૦
સ્ટારકાસ્ટઃ નસીરૂદ્દિન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટિલ
'ભવની ભવાઈ' એ ડિરેક્ટર કેતન મહેતાની ડેબ્યૂ ફિલ્મ હતી. સામાજીક પરિસ્થિતિઓ
પર આધારિત આ ફિલ્મ ખૂબ વખણાઇ હતી. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારથી
પણ સન્માનિત કરવામાં આવી હતી.
ફિલ્મઃ કાશીનો દીકરો
ડિરેક્ટરઃ કાંતિ મડિયા
રીલિઝઃ ૧૯૭૯
સ્ટારકાસ્ટઃ રિટા ભાદુરી, રાગિણી, ગિરિશ દેસાઇ, તરલા જોશી
વિનોદીની નીલકંઠની મૂળ વાર્તા
પરથી બનેલી આ ફિલ્મ અત્યંત સંવેદનશીલ હતી. ‘કાશીનો
દિકરો’
માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ ક્ષેમુ દિવેટીઆને મળ્યો હતો. આ ફિલ્મમાં રમેશ
પારેખનુ લોકગીત 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ..'
લોકજીભે રમતું થયું હતું.
ફિલ્મઃ હું હુંશી હુંશીલાલ
ડિરેક્ટરઃ સંજીવ શાહ
રીલિઝઃ ૧૯૯૨
સ્ટારકાસ્ટઃ મોહન ગોખલે, દિલિપ જોશી, રેણુકા સહાણે
સંજીવ શાહ દિગ્દર્શિત ફિલ્મ
'હું હુંશી હુંશીલાલ'ને ફિલ્મોત્સવમાં ભારતીય પેનોરમામાં સ્થાન
મળ્યું હતું. ૧૪૦ મિનિટની આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે.
ફિલ્મઃ પર્સી
ડિરેક્ટરઃ પરવેઝ મેરવાણજી
રીલિઝઃ ૧૯૯૦
સ્ટારકાસ્ટઃ રૂબી પટેલ, કુરુશ ડેબુ, હોસી વાસુણે
NFDCની આ ફિલ્મ તે સમયે ખાસ્સી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ એક એવા
યુવકની વાત છે. જે પોતાની મા સાથે મુંબઇની નાની ચાલીમાં રહેતો હોય છે ત્યારબાદ
તેની જિંદગીમાં અનેક ઘટનાઓ બને છે. આ ફિલ્મને ૧૯૯૦માં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મઃ તાનારીરી
ડિરેક્ટરઃ ચંદ્રકાંત સંઘાણી
રીલિઝઃ ૧૯૭૫
સ્ટારકાસ્ટઃ સોહરાબ મોદી, કાનન કૌશલ, બિંદુ, નરેશ કુમાર, અરવિંદ પંડ્યા
'તાનારીરી'ની ગણતરી એક ક્લાસિક ગુજરાતી ફિલ્મ તરીકે થાય છે. આ ફિલ્મમાં આશા
ભોંસલે, મહેન્દ્ર કપૂર,
ઉશા મંગેશકર, મન્ના ડે જેવા ગાયકોએ
પોતાનો અવાજ આપેલો હતો. તેમજ સંગીત મહેશ-નરેશનું હતું.
ફિલ્મઃ લવ ઇઝ બ્લાઇન્ડ
ડિરેક્ટરઃ વિપુલ શર્મા
રીલિઝઃ ૨૦૦૫
સ્ટારકાસ્ટઃ સોનાલી કુલકર્ણી, સંદિપ પટેલ, સુધા ચંદ્રન, મયુર વાકાણી, દેવેન્દ્ર બુચ
૨૦૦૫માં રીલિઝ થયેલી ફિલ્મને
ગુજરાત ગવર્મેન્ટ તરફથી ૧૧
એવોર્ડ મળ્યા હતાં. આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ તેમજ અર્બન ઓડિયન્સને ધ્યાનમાં રાખીને
બનાવવામાં આવી હતી.
ફિલ્મઃ કેવી રીતે જઈશ
ડિરેક્ટરઃ અભિષેક જૈન
રીલિઝઃ ૨૦૧૨
સ્ટારકાસ્ટઃ દિવ્યાંગ ઠક્કર, વેરોનિકા ગૌતમ, રાકેશ બેદી, અનંગ દેસાઇ
અભિષેક જૈન દ્વારા ડિરેક્ટેડ
આ ફિલ્મ એક મધ્યમવર્ગીય પરિવારના યુવકની અમેરિકા જવાના સપના પર આધારીત
છે. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મ પછી ગુજરાતી
ફિલ્મ્સના દર્શકો ફરી મલ્ટીપ્લેક્સમાં જવા લાગ્યા છે. એવું કહેવામાં
જરાપણ અતિશયોક્તી નથી.
ફિલ્મઃ બે યાર
ડિરેક્ટરઃ અભિષેક જૈન
રીલિઝઃ ૨૦૧૪
સ્ટારકાસ્ટઃ મનોજ જોશી, દર્શન જરીવાલા, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી
આ ફિલ્મની સ્ટોરી ચિંતન
એટલે કે ચકો (દિવ્યાંગ ઠક્કર) અને તપન એટલે કે
'ટીનો'
(પ્રતિક ગાંધી)ની આસપાસ ફરે છે. બન્ને
રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારે છે અને ત્યારપછી સર્જાતા
ગોટાળા અને મુશ્કેલીઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
ફિલ્મઃ ગુજ્જુભાઈ ધ ગ્રેટ
ડિરેક્ટરઃ ઇશાન રાંદેરિયા
રીલિઝઃ ૨૦૧૬
સ્ટારકાસ્ટઃ સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, સ્વાતી શાહ, દિપના પટેલ, સુનિલ વિશ્રાણી, ધર્મેશ વ્યાસ
'ગુજ્જુભાઇ' સીરિઝના શાનદાર નાટકોથી ઓડિયન્સને ખડખડાટ હાસ્યના ધોધમાં
નવડાવ્યા પછી સિદ્ધાર્થ રાંદેરિયા આ જ નામની ફિલ્મ લઇને આવ્યા હતાં. આ ફિલ્મ
પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
ફિલ્મઃ છેલ્લો દિવસ
ડિરેક્ટરઃ કૃષ્ણદેવ યાજ્ઞિક
રીલિઝઃ ૨૦૧૫
સ્ટારકાસ્ટઃ મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, આર્જવ ત્રિવેદી, જાનકી બોડીવાલા, નૈત્રી ત્રિવેદી
કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ
કોલેજની મસ્તીભરી લાઇફ પર આધારિત હતી. જેમાં દોસ્તો વચ્ચેની ફ્રેન્ડશીપ, લવ અને રિલેશનની વાત
કરવામાં આવી હતી. આ ફિલ્મ
બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. આ જ
ફિલ્મની હિંદી રિમેક 'ડેઝ ઓફ ટફ્રી' પણ બની હતી. જોકે,
તે બોક્સઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી ના
હતી.
ફિલ્મઃ થઇ જશે
ડિરેક્ટરઃ નીરવ બારોટ
રીલિઝઃ ૨૦૧૬
સ્ટારકાસ્ટઃ મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, મનોજ જોશી
આ ફિલ્મમાં એક મધ્યમવર્ગીય પરિવારના
યુવાનની વાત હતી. જેનું સપનું
અમદાવાદમાં પોતાનું ઘર લેવાનું હોય છે.
આ ફિલ્મ વડે નીરવ બારોટે મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ સારી રીતે દર્શાવી હતી. આ
ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને જેતપુરમાં કરવામાં આવ્યું હતું.
0 comments:
Post a Comment