Home » , , » hiren amin

hiren amin




ગુજરાતી સિનેમાના આકાશમાં ઉગતો સિતારો – હિરેન અમીન
ગરવી ગુજરાતના આધુનિક યુગમાં આજે જયારે સિનેમા બદલાઈ રહી છે ત્યારે યુવાનોમાં આકર્ષણ પણ વધી રહ્યું છે. અને જાણે કે ગુજરાતી સિનેમાનો ‘સુવર્ણયુગ’ ચાલી રહ્યો છે. હિન્દી ફિલ્મની સરખામણીમાં આજે ગુજરાતમાં પ્રાદેશિક ફિલ્મોનું ચલણ વધ્યું છે અને સાથે જ નવા કલાકારો અને નિર્માતાઓ આવી રહ્યા છે. સિનેમાને જાણનારા અને સિનેમાને જીવનારા નિર્માતા, દિગ્દર્શકો કે અભિનેતા – અભિનેત્રીઓ બહુ ઓછા જોવા મળે છે. જેમાં સૌથી નાની વયના યુવા નિર્માતા અને અભિનેતા છે હિરેન અમીન. નજીકના સમયમાં આવતી ગુજરાતી ફિલ્મ ‘બે યાર ધક્કો માર’ થી ગુજરાતી સિનેમામાં હિરેન અમીન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એમ ત્રીપલ રોલમાં આવી રહ્યા છે.


પ્લાટોનીક મુવીઝ પ્રોડક્શન હાઉસના સ્થાપક એવા હિરેન અમીન બાળપણથી જ ફોટોગ્રાફી અને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સ્વપ્ન અને લક્ષ્ય ધરાવતા હતા. નવ વર્ષની નાની ઉંમરમાં જ પોતાની પહેલા ડાન્સ શોનું આયોજન ખૂબ જ સફળતાથી કર્યું હતું અને આ જ ઉત્સાહ યુવા વય સુધી બરકરાર રહ્યો અને પરિવારના સાથથી ફિલ્મ ડિરેક્શન અને અભિનયનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘણી બધી અંગ્રેજી અને ગુજરાતી શોર્ટ ફિલ્મો બનાવી જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. પણ હજી કંઇક શીખવાની ધગશ સાથે ઇન્ટરનેશનલ પેશન અને ગ્લેમર ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પણ સુંદર કામ કર્યું. ત્યારબાદ ગુજરાતી સિનેમાની નવી ફિલ્મોની ઘણી બધી ઓફર મળી રહી હતી અને આ જ સમયમાં થ્રીલરથી ભરપુર ફિલ્મ ‘બે યાર ધક્કો માર’ મળી. જેનું દિગ્દર્શન બોલીવૂડમાં હિન્દી ફિલ્મોનું નિર્દેશન કરી ચુકેલા અનીલ નરીયાની કરી રહ્યા છે.




અત્યરે જે પ્રકારે મોટા પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો બની રહી છે તેનાથી અમુક એકાદ ફિલ્મને જ સારી સફળતા મળે છે. એનું પહેલું કારણ દિગ્દર્શકનું સિલેક્શન કરવાનું છે. જો કોઈ નવા દિગ્દર્શક પહેલીવાર ડિરેક્શન કરી રહ્યો હોય ટો તે ફિલ્મને નુકસાન થવાનું જોખમ રહે છે. પ્લાટોનીક મુવીઝ એન્ડ શ્રીનાથ પ્રોડક્શન પ્રસ્તુત નિર્માતા હિરેન અમીન અને તાન્યા શર્માની ફિલ્મમાં હિરેન અમીન લીડ ભૂમિકા ભજવી રહ્યા છે. ત્રણ ચાર યંગસ્ટર્સની આ વાર્તામાં તેમનું પાત્ર કોઈપણ ટેન્શનમાં જુગાડ કરતા વ્યક્તિ તરીકેનું છે. સાથે સાથે જ મલ્ટી ટેલેન્ટેડ આ નિર્માતા, અભિનેતાએ ફિલ્મમાં એક સોંગ પણ ગાયું છે. ફિલ્મમાં ચાર સોંગ છે જેમાં ભૂમિ ત્રિવેદીના કંઠે પણ ગીતો સાંભળવા મળશે. જેમ ફિલ્મ લાઈનમાં પણ એકબીજાને આગળ નહિ આવવા દેવાની માનસિક સ્થિતિ જેવું ટાઈટલ ધરાવતી ‘બે યાર ધક્કો માર’ નામ સાંભળતા જ હસવું આવી જાય છે. નિર્માતા – અભિનેતા હિરેન અમીનનું માનવું છે કે ફિલ્મ બનાવતા પહેલા તેનું ડિરેક્શન કોના હાથમાં સોંપવું તે મહત્વનું છે. કારણ કે સફળ થવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે અને નિષ્ફળતા કંઈ ણ કરો તો પણ મળે છે. સાથે જ ટૂંક સમયમાં તેઓ અન્ય એક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. જે ગુજરાતી ફિલ્મનું નામ ‘હું નરેન્દર મોદી બનવા માંગુ છું’ છે. જેનું ઓડીશનનું કામ હાલ ચાલુ છે અને આ ફિલ્મ બાળકો માટે ઉત્સાહ પ્રેરક ફિલ્મ હશે. જો આ ફિલ્મની માહિતી ગર્વીલા ગુજરાતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોચે તો એમને પણ ખ્યાલ આવે કે હવે ગુજરાતી ફિલ્મો ગાડાથી યુગાંડા સુધી પહોચી શકે એમ છે અને તેઓ પણ આ ઉત્સાહી યુવા નિર્માતાઓ માટે કોઈ સારી યોજના અમલમાં લાવે.


n  ગજ્જર નીલેશ



0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes