pankaj patel




લોકોની ડીમાન્ડ અને સમય પ્રમાણે ચાલવું જોઈએ ! પંકજ પટેલ
દિપાવલી પર્વમાં ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ રીલીઝ થશે. જો કે દર વર્ષની માફક આ દિવાળી પર્વ આ ફિલ્મના નિર્માતાને ફળશે.



ફિલ્મનું ટાઈટલ વાંચતા આપણને ગુજરાતી ફિલ્મોના શોમેન સ્વ. ગોવિંદભાઈ પટેલની ફિલ્મો યાદ આવી જાય! ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ ફિલ્મના નિર્માતા મિલન પટેલ, રાજુ પટેલ, પંકજ પટેલ અને નીતિન પંડ્યા છે. દિગ્દર્શક રફીક પઠાણ છે. સંગીત મહેશ ભંવરીયાએ આપ્યું છે. ફિલ્મનું ખાસ આકર્ષણ આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે જેમાં નરેશ કનોડીયા, વિક્રમ ઠાકોર, હિતુ કનોડીયા, મમતા સોની, રીના સોની અને ફિરોઝ ઈરાની સહિતના સ્ટાર્સની ફોઝ છે.



ફિલ્મના નિર્માતા પંકજ પટેલની ગુજરાતી ફિલ્મ જગત કે દર્શકો અજાણ નથી. પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપનીના માલિક પંકજ પટેલની નિર્માતા તરીકે આ પ્રથમ ફિલ્મ છે. પરંતુ આ પહેલા તે ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે અને અને તેની કંપનીએ પ્રમોશન પણ કર્યું છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે મારી કેરિયરની શરૂઆત કપડવંજના પ્રિયા સિનેમાથી થઇ હતી. હું ત્યાં નોકરી કરતો હતો. મને પેઈન્ટીંગનો શોખ હતો. જેના કારણે મારે ફિલ્મ જગતમાં ઘણા લોકો સાથે ઓળખાણ થઇ. ધીરે ધીરે હું બિઝનેસ ક્ષેત્રે જોડાયો અને પ્રથમ પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપનીની સ્થાપના કરી. પ્રિયા શબ્દ ટ્રાન્સપોર્ટ, પ્રિયા પાર્ક સોસાયટી, પ્રિયા ફાર્મ મારી કંપનીઓનો વિસ્તાર કર્યો. અભિનયનો શોખ બાળપણથી હતો અને જાણીતા ફિલ્મ મેકર શૈલેશ શાહ સાથેની દોસ્તીને કારણે પ્રથમ તેની ફિલ્મ ‘ઓઢણી’ માં પોલોસ ઓફિસરનું પાત્ર નિભાવ્યું. જો કે ત્યાર પછી તેમની ઘણી ફિલ્મોમાં અભિનય સાથે મારી પ્રિયા એડવર્ટાઈઝીંગ કંપની તેમની ફિલ્મોના પ્રમોશન અર્થે જોડાઈ.



‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ ફિલ્મમાં અમે ચાર પાર્ટનર છીએ. પરંતુ દરેકે પોતાના કાર્યની વહેંચણી કરી લીધી હતી. જેના કારણે અમોને આ ફિલ્મ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરી છે. ફિલ્મ મલ્ટીસ્ટારર છે પરંતુ દર્રેક કલાકારોએ અમોને ખૂબ સાથ સહકાર આપ્યો છે. હું શોમેન સ્વ. ગોવિંદભાઈ પટેલની ફિલ્મોનો અભ્યાસી છુ. તે દર્શકની નાડ બરાબર પારખતા હતા અને તેના કારણે તેમની દરેક ફિલ્મો લોકોએ ખૂબ આવકારી હતી. અમે પણ લોકોને ગમે તેવી કથા, ગીત – સંગીત સાથે આ ફિલ્મ બનાવી છે જે દર્શકોને ખૂબ ગમશે. ફિલ્મની કથા બે મિત્રો ઠાકોર અને પટેલની આસપાસ ફરે છે. મારી ફિલ્મ જોશો તો મજા આવશે. સમય અને લોકોની ડિમાન્ડ પ્રમાણે ચાલવું જોઈએ.


દિપાવલી પર્વમાં અમારી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ રીલીઝ થશે અને લોકોને પસંદ આવશે તેવો અમોને વિશ્વાસ છે. દિપાવલી પર્વ અને નવા વર્ષની સર્વોને શુભકામના. આવનાર વર્ષ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સફળતા આપે અને સર્વોને સુખ શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના અને હાર્દિક અભિનંદન.


n  હર્ષદ કંડોલીયા   

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes