rafik pathan


હું ગુજરાતી ફિલ્મો જ બનાવું છું, નહિ અર્બન કે નહિ રૂરલ – રફીક પઠાણ

દરેક ગામ એવું હશે કે જ્યાં પટેલ કે ઠાકોર કોમના લોકોને ગ્રામજનો નામથી નહિ પણ એમની અટકથી સન્માનથી બોલાવતા હશે. એ લોકોએ પણ ગુજરાત અને ગુજરાત બહાર પોતાનો ડંકો વગાડ્યો છે એટલે જ કોઈ નિર્માતાને પટેલ અને ઠાકોરની દોસ્તી પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હશે. એટલે જ રેવાપુરી ફિલ્મ ઇન્ટરનેશનલ, પ્રિયા એડવર્ટાઈઝથી અને નીતિન પટેલ પ્રસ્તુત ફિલ્મ ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ બનીને રીલીઝ માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતા નીતિન પટેલ, રાજુ પાડગોલ, પંકજ પટેલ અને નીતિન પંડ્યા છે. ફિલ્મના દિગ્દર્શક અનુભવી ડિરેક્ટર રફીક પઠાણ (વડનગરી) છે. જેમણે આ ફિલ્મની પટકથા પણ લખી છે. પટેલનો દીકરો હોશિયાર હોય અને કોઈ ધંધા રોજગાર કે સમાજમાં સારૂ કાર્ય કરે એટલે તેને પટેલની પટેલાઈ કહેવાય છે અને ઠાકોર જેનો મિત્ર હોય તે છેલ્લી ઘડી સુધી મિત્રતા નિભાવી જાણે છે જેને ઠાકોરની ખાનદાની કહેવાય છે. હાલમાં અર્બન ફિલ્મોના આ દોરમાં પારિવારિક પ્રસંગો ધરાવતી ‘પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની’ એક પારિવારિક અને ઘરના સૌ સભ્યો સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે. ફિલ્મના દિગ્દર્શક રફીક પઠાણે અભિનેતા પસંદ કરવાનું કારણ જણાવ્યું કે હું જયારે ૨૦૦૭ – ૦૮ માં આ ફિલ્મ બાબતે નિર્માતા નીતિન પટેલ સાથે ચર્ચા કરતો હતો ત્યારથી મારા મગજમાં નક્કી કરી નાખેલું કે પટેલના રોલ માટે હિતુ કનોડીયા અને ઠાકોરના રોલ માટે વિક્રમ ઠાકોર યોગ્ય રહેશે. કારણ કે હિતુ કનોડીયા બાળપણથી આ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે તેથી એમને અભિનયનો બહોળો અનુભવ છે અને વિક્રમ ઠાકોર પોતે ઠાકોર હોવાથી તે તેના સમાજ વિષે વધુ જાણે છે અને એ પ્રમાણે જ બંનેએ મારી ફિલ્મમાં અભિનય કર્યો છે. અન્ય લોકપ્રિય મેગાસ્ટાર નરેશ કનોડીયાનું પાત્ર ફિલ્મમાં ખૂબ જ મહત્વનું છે અને સાથે જ ગુજરાતી ફિલ્મોની બકસમ બ્યુટી મમતા સોની અને રીના સોનીને એકસાથે પડદા પર લાવવાનું શ્રેય ફિલ્મના દિગ્દર્શક રફીક પઠાણને જાય છે. આ ઉપરાંત નાના મોટા એવા કેટલાય કલાકારો આ ફિલ્મમાં છે પણ જગ્યાના અભાવે તે અહીં સમાવી શકાય તેમ નથી. ટોટલ બાવન કલાકારોનો મોટો કાફલો આ ફિલ્મમાં છે. ફિલ્મના ગીતોમાં સેડ સોંગ, ટાઈટલ સોંગ, એક દોસ્તી પર આધારિત ગીત જે પ્રકારના ગીતો ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછા જોવા સાંભળવા મળે છે. ઉપરાંત ઠાકોર સમાજનું લોકપ્રિય ફેટા ડાન્સ સોંગ સાંભળવા મળશે. સ્ટેજ સોંગ ગીટાર સાથેનું વેસ્ટર્ન સોંગ છે જે બહુ બધો ખર્ચો કરીને બતાવવામાં આવ્યું છે.



પ્ર – અર્બન ફિલ્મ બનાવશો ?
ઉ – હું અહીં ફક્તને ફક્ત ગુજરાતી ફિલ્મો બનાવું છું. અર્બન કે રૂરલમાં હું માનતો જ નથી. મને સારી વાર્તા પરથી ફિલ્મો બનાવવાનો શોખ છે. હું સિનેમાનો માણસ છું અને મનોરંજક સિનેમા બનાવું છું. હું ક્યારેય લખીશ જ નહિ કે મારી ફિલ્મ અર્બન ગુજરાતી ફિલ્મ છે. મારી ફિલ્મ ગુજરાતી જ હશે. નહિ અર્બન કે નહિ રૂરલ.



n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes