Home » , , » raju shah

raju shah




રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા નિર્મિત ‘તૃપ્તિ’ માં છે ત્રણ મિસ્ટેક્સ

ઘણી ફિલ્મો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રીલીઝ થશે. જેમાં લગભગ શહેરી વાતાવરણવાળી કહેવાતી અર્બન ફિલ્મો વધુ હશે. અત્યારે દરેક નિર્માતા કે દિગ્દર્શક પોતાનું બેસ્ટ કામ આપવા તત્પર બન્યા છે. જેમ કે ગુજરાતી ફિલ્મોમાં પણ હવે ફિલ્મ વોર જામી છે. અલગ અલગ વિષય અને નવા નવા ચેહરાઓ ફિલ્મો થકી પોતાની નસીબ અજમાવી રહ્યા છે. આવી જ અલગ વિષય સાથે ‘ભાસ્કર એન્ટરટેઈનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયાની ઓફબીટ ગુજરાતી ફિલ્મ ‘તૃપ્તિ’ ટૂંક સમયમાં આવશે. ફિલ્મના દિગ્દર્શક શબ્બીર શેખ છે. વર્ષોથી આ કામના અનુભવી નિર્માતા રાજુ ગડાએ સૌપ્રથમ વિશ્વ લેવલની થ્રીડી સંગીત સંધ્યા તેઓ બનાવી ચુક્યા છે જે તેમના ભત્રીજાના મેરેજ પર હતી. તેમની હિન્દી થ્રીડી ફિલ્મ ‘મેરે જીની અંકલ’ ગયા વર્ષે જ રીલીઝ થઇ છે જેમાં શીર્ષક ભૂમિકા ટીકુ તલસાણીયાએ ભજવી હતી. ‘તૃપ્તિ’ ફિલ્મ પણ રાજુ ગડા હિન્દીમાં જ બનાવવા માંગતા હતા અને તેની કથા પણ પોતે વીસ વર્ષ પહેલા લખી ચુકેલા. પણ હાલ ગુજરાતી ફિલ્મોનું માર્કેટ સારૂ જણાતા તેઓએ ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું વિચાર્યું. ફિલ્મમાં કોમેડી કે કોઈ મેસેજ નથી પણ દર્શકો ફિલ્મ જોવા પ્રેરાય અને છેક સુધી જકડી રાખે તેવી મર્ડર મિસ્ટ્રી છે. જેમાં સસ્પેન્સ ભારોભાર છે કે દર્શકો વિચારતા થઇ જશે કે હવે આગળ શું બનશે. રાજુ ગડા જણાવે છે કે ગુજરાતીમાં ફિલ્મો હવે સારી બની રહી છે અને અહીં કામ કરવું બહુ સરળ છે. મને યુનીટ પણ સારૂ મળ્યું. જેથી મને ફિલ્મ શુટીંગમાં પણ કોઈ મુશ્કેલી નથી પડી. ઘણા લોકોને કડવા અનુભવો થયા હશે પણ મને ગુજરાતમાં એવો કોઈ અનુભવ નથી થયો.


પ્ર – તમારી ફિલ્મ પણ કોલેજ લાઈફ પર છે ?
ઉ – ના, મારી ફિલ્મમાં એવું કંઈ નથી. ‘તૃપ્તિ’ એક ઓફબીટ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મ છે. વધુ ફિલ્મો યંગસ્ટર્સને આકર્ષવા માટે કોલેજની જર્ની પર વધુ ભાર મુકે છે. પરંતુ એકની એક થીમ પર આવતી ફિલ્મોથી દર્શકો કંટાળી જશે. મારે આ હરોળમાં નહોતું ચાલવું એટલે મેં અલગ વિષય પસંદ કર્યો. ફિલ્મો હું માનું તો મનોરંજન માટેનું પ્રભાવશાળી સાધન છે. તેનાથી કોઈ ખોટો મેસેજ લોકોમાં ન જવો જોઈએ. જેમ નિર્માતા તેની ફિલ્મમાં પોતે પણ એક દમદાર રોલમાં જોવા મળે છે તે પ્રોફેશનલ વ્યક્તિની નિશાની નથી. તેણે જે કેરેક્ટર ભજવ્યું હોય તે તેને સુટ પણ ન થતું હોય છતાં પણ એવું થાય છે.




ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત ‘તૃપ્તિ’ ફિલ્મના નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા છે. દિગ્દર્શક શબ્બીર શેખ છે. સહનિર્માતા મણીલાલ ગામોટ, અજય ગોર, અલીભાઈ ખલીફા અને ગફુરભાઈ ખલીફા છે. સહદિગ્દર્શનમાં સાકેત ચૌધરી છે. કથા રાજુ ગડાએ પોતે જ લખી છે જયારે પટકથા અને સંવાદો ઝાકીર અહેમદના છે. ફિલ્મમાં બે ગીતો છે જેને શબ્દદેહ આપ્યો છે હિતેન આનંદપરાએ. જેને સુમધુર સંગીતે મઢ્યા છે અક્ષય આકાશે. જેમણે હિન્દી ફિલ્મ ‘બાગી’ ના ‘સબ કુછ તેરા.....’ સોંગમાં મ્યુઝીક આપ્યું છે. ડાન્સ માસ્તર શૈલેશ મંત્રી તથા ફાઈટ માસ્તર શબ્બીર શેખ છે. જયારે ડીઓપી માનીશ વ્યાસ છે. ફિલ્મના કલાકારોમાં લોકપ્રિય અને જાણીતા આયુષ જાડેજા, ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઉષા ભાટિયા, ઝીલ જોશી, વૃત્તિ ઠક્કર, મિત્તલ ગોહિલ અને એક બાળકલાકાર કુશલ માવાણી પોતાનો લાજવાબ અભિનય કરતા જોવા મળશે.



ફિલ્મ ‘તૃપ્તિ’ માં મહત્વની વાત એ છે કે ક્લાઈમેક્સમાં જે સસ્પેન્સ ખુલે છે તે જોઈને એમજ લાગશે કે આવો એન્ડ તો કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યો. વધુમાં એક સસ્પેન્સ તો આ લેખમાં હું જ પોતે ખોલી રહ્યો છું. કે ફિલ્મમાં ત્રણ મિસ્ટેક્સ જાણીજોઈને કરવામાં આવી છે. આ મિસ્ટેક્સ દર્શકોએ ઓનલાઈન શોધીને બતાવવાની રહેશે. જેમાં જે પણ પ્રથમ દસ દર્શકોએ સાચી ભૂલ શોધી કાઢી હશે તેને ‘ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન’ તરફથી એન્ડ્રોઈડ સ્માર્ટફોન ભેટ મળશે. તો ફિલ્મ રીલીઝ થતા જ પહોચી જાવ થીયેટરમાં અને ફિલ્મ જોતા જોતા મનોરંજન સાથે મોબાઈલ પણ મેળવો.



n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes