Home » , » mukesh rawal

mukesh rawal




Exc. CCTV ફૂટેજઃ 'વિભિષણ'એ આ રીતે ટ્રેન સામે મૂક્યું હતું પડતું





રામાનંદ સાગરની રામાયણમાં વિભિષણનો રોલ કરીને લોકપ્રિય બનેલા ગુજરાતી એક્ટર મુકેશ રાવલની ડેડબોડી 17 નવેમ્બરના રોજ મુંબઈ પોલીસને કાંદિવલી રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. આ અંગે બોરિવલી જીઆરપી પોલીસે કહ્યું હતું કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ આત્મહત્યાનો કેસ છે. ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બરના રોજ સવારે 9.30 વાગે મુકેશ રાવલનો પાર્થિવ દેહ કાંદિવલી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. દોઢ દિવસે તેમની ડેડબોડી મળી હતી. રેલવે ટ્રેકના એક્સક્લૂઝિવ ફૂટેજ મેળવ્યાં છે અને તેમાં મુકેશ રાવલ ટ્રેન આગળ પડતું મૂકતા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

બોરિવલી જીઆરપીના સીનિયર ઈન્સ્પેક્ટર સંજીવ પિંપલે કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ જોયા બાદ ખ્યાલ આવે છે કે મુકેશ રાવલ રેલવે ટ્રેક પર પડ્યાં હતાં અને તે સમયે તેમના પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી, જેને કારણે તેમનું અવસાન થયું હતું. મોટરમેનનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને તેણે આખી ઘટના કહી હતી. મોટરમેને જ સૌ પહેલાં મુકેશ રાવલની ડેડબોડી ટ્રેક પર જોઈ હતી. આ સ્પષ્ટ રીતે આત્મહત્યાનો કેસ છે.

મુકેશ રાવલની દીકરીએ આત્મહત્યા કરી હોવાની વાત નકારીઃ
મુકેશ રાવલની દીકરી વિપ્રા રાવલે પોલીસની વાતને ખોટી ગણાવી હતી અને સુસાઈડ કેસ માનવાનો ઈનકાર કર્યો હતો. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પિતા ખુશમિજાજી વ્યક્તિત્વ ધરાવતા હતાં અને તે શાંતિથી જીવન જીવતા હતાં. તે ક્યારેય સુસાઈડ કરી શકે નહીં. તે તેના પિતાને સારી રીતે ઓળખ છે અને તે આવું ક્યારેય કરી શકે નહીં. તેનો પરિવાર પોલીસના દાવાને નકારે છે. એક દાયકા પહેલાં તેના ભાઈનું ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જોકે, તેના પિતા આ વાતને યાદ કરીને આટલા વર્ષે આત્મહત્યા કરે નહીં.

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes