Home » » niraj vora

niraj vora




ગુજરાતીની મદદે ગુજરાતી, છ માસથી કોમામાં રહેલા એક્ટરની કરાવે છે ટ્રીટમેન્ટ





'ફિર હેરાફેરી' જેવી સુપરહિટ ફિલ્મ ડિરેક્ટ કરનારા અને મૂળ ગુજરાતી એવા ફિલ્મ મેકર, રાઈટર, એક્ટર, મ્યૂઝિસયન નીરજ વોરા છેલ્લા છ મહિનાથી જીવન સામે જંગે ચડ્યા છે. તેમને ઓક્ટોબર ૨૦૧૬માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તેઓ કોમામાં છે અને તેની સ્થિતિ ગંભીર છે. દિલ્હીમાં પાંચ મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તાજેતરમાં તેમને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા છે. ફેમિલીમાં નથી કોઈ, ગુજરાતી મિત્ર ફિરોઝ નડિયાદવાલા કરે છે મદદ



નિરજના ફેમિલીમાં સંગીતકાર ભાઈ ઉત્તંક સિવાય હાલ કોઈ નથી. તેની પત્ની પ્રિયા, પિતા વિનાયક વોરા તથા માતા પ્રમિલા બેનનું નિધન થઈ ગયું હોવાથી નીરજ સાવ એકલા છે. તેમાં પણ તેમને બ્રેનસ્ટ્રોક આવતા તેનો ખ્યાલ રાખનારું કોઈ નથી. જોકે બોલિવૂડમાં ૩ દાયકાઓથી એક્ટિવ નીરજને ખૂબ સારા મિત્રો મળ્યા છે. આ મિત્રો જ હાલ તેની વ્હારે આવ્યા છે. હાલ તેમને ફિલ્મ મેકર અને નીરજના ખાસ મિત્ર ફિરોઝ નડિયાદવાલાના ઘરે રાખવામાં આવ્યા છે. જ્યાં તેમના ઘરને મિનિ હોસ્પિટલ જેવું બનાવી દેવામાં આવ્યું છે.


ઘરની દિવાલો પર નીરજની ફિલ્મ્સના લગાવાયા છે ફોટોઝ
તેમની દિલ્હીમાં પાંચ મહિના સારવાર થયા બાદ હાલ મુંબઈ લાવવામાં આવ્યા છે. તેમને જુહુમાં આવેલા ફિલ્મ મેકર ફિરોઝ નડિયાદવાલાના ઘર 'બરકતવિલા'માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેના આ ઘરને આઈસીયુમાં બદલી દેવામાં આવ્યું છે. તેમજ દિવાલો પર 'રંગીલા', 'વિરાસત', 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'ગોલમાલ', 'દૌડ' અને 'ખિલાડી 420'ના ફોટોઝ લગાવવામાં આવ્યા છે. જ્યારે કોર્નરમાં ફ્લેટ ટીવી સ્ક્રિન મુકીને તેની બ્લોકબસ્ટર્સ ફિલ્મ્સ બતાવવામાં આવી રહી છે.



રૂમમાં ૨૪ કલાક નર્સ, વોર્ડ બોય અને કૂક રહે છે હાજર
આ રૂમ ૧૧ માર્ચથી નિરજનું ઘર બની ગયો છે. તેની સાથે ૨૪ કલાક નર્સ, વોર્ડ બોય અને કૂક હોય છે. જ્યારે ફિઝિયોથેરાપીસ્ટ, ન્યૂરોસર્જન, એક્યુપંક્ચર થેરાપિસ્ટ અને જનરલ ફિઝીશીયન વીકમાં એકવાર વિઝિટ કરે છે.

તાત્કાલિક મદદે ના આવી એમ્બ્યુલન્સ
૧૯ ઓક્ટોબરના રોજ જ્યારે નીરજ તેના ખાસ મિત્ર પરેશ રાવલના ડ્રાઈવર સાથે દિલ્હીમાં ટ્રાવેલિંગ કરતા હતા ત્યારે તેમને મુંઝારો આવવા લાગ્યો. તેણે ડ્રાઈવરને છેલ્લા ઘણા સમયથી મને ઠીક રહેતું નથી. આ દરમિયાન જ તેઓ અચાનક જ તેમની તબિયત લથડી અને તેમણે ડ્રાઈવરને એમ્બ્યુલન્સ બોલાવવા માટે કહ્યું. આથી ડ્રાઈવરે તાત્કાલિક કોલ કર્યો, પણ એમ્બ્યુલન્સ આવી નહીં, જોત જોતામાં નીરજની સ્થિતિ વધુ કથળી. તેને સ્થિતિ હાથ બહાર જઈ રહી હોવાનું લાગતા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટર્સે કહ્યું કે, સ્ટ્રોક છે અને તેને એઈમ્સમાં વધુ સારવાર આપવી પડશે. ત્યાર બાદ તેમને ત્યાં લઈ જવામાં આવ્યા.

ગુજરાતી મિત્રો ફિરોઝ અને મનદીપ પહોંચ્યા હતા દિલ્હી
આ સમાચાર સાંભળ્યા બાદ નીરજના બાળપણના ગુજરાતી મિત્ર મનદીપ દેસાઈ અને ફિલ્મ મેકર ફિરોઝ નડિયાદવાલા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા, પણ ત્યાં સુધી નીરજ કોમામાં ચાલ્યા ગયા હતા. આ અંગે એક અંગ્રેજી પબ્લિકેશન સાથે વાત કરતા નીરજના મિત્ર અને તેના માટે પોતાના ઘરના દરવાજા ખુલા મુકનારા ફિરોઝ નડિયાદવાલા કહે છે ''૧૧ માર્ચે સવારે પાંચ વાગ્યે અમે નીરજ ભાઈને મેડિકલ હેલિકોપ્ટરમાં લાવ્યા, એક કલાકમાં જ તેઓ તેના નવા ઘર 'બરકત વિલા'માં આરામ કરવા લાગ્યા.'' માત્ર એટલું જ નહીં, જે મિત્રો એક સમયે ખૂબ જ આનંદમાં રહેતા નીરજની મુલાકાત લેવા માગતા હોય તેના માટે પણ ઘરના દરવાજા ખુલા રાખ્યા છે.

પિતાનું સંગીત સાંભળતા જ કરે છે રિસપોન્ડ
નીરજને ક્યારેય એકલું રહેવું ગમ્યું નથી. આ અંગે તેઓ આગળ કહે છે''હું તેને ૧૮ વર્ષથી ઓળખું છું, તેઓ ભોજન લેવાનું અને ફિલ્મ જોવાનું પણ ગ્રુપમાં જ પસંદ કરતા હતા. તેઓ ફ્રેન્ડ્સની કંપની ખૂબ એન્જોય કરતા હતા. છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી તેની સ્થિતિમાં સાવ સામાન્ય સુધારો આવ્યો છે, તેઓ આંખ પટપટાવી કોમ્યુનિકેટ કરે છે. તેઓ હાલ અર્ધ જાગ્રત અવસ્થામાં છે. તેઓ ઓડિયો થેરપીને રિસપોન્ડ કરે છે, ખાસ કરીને જ્યારે તેના પિતા(પંડિત વિનાયક રાય નાનાલાલ વોરા)નું સંગીત વાગે છે ત્યારે. હજુ તે બોલવા માટે રિકવરીની જરૂર છે, પણ કોઈ ઈન્ફેક્શન કે દર્દ નથી. તેમજ ડૉક્ટર્સે પણ અમને ખાતરી આપી છે કે, તેઓ જોખમ મુક્ત છે. '' ફિરોઝ ઓક્ટોબરથી તેની તમામ મદદ કરી રહ્યા છે.

એક બાદ એક ફેમિલી મેમ્બર્સના થયા નિધન
નીરજના પિતા પંડિત વિનાયક વોરા(વિખ્યાત શહેનાઈ વાદક) તેમના દીકરાની ખૂબ નજીક હતા. તેમનું ૨૦૦૫ જ અવસાન થઈ ગયું હતું. તેમજ તેની પત્નીનું ૨૦૦૪માં નિધન થઈ ગયું હતું. જ્યારે માતા પ્રમિલા બેનનું વર્ષ ૨૦૧૪માં નિધન થઈ જતા નીરજ સાવ એકલા પડી ગયા છે. તેમને કોઈ સંતાન પણ નથી. ફિરોઝ આગળ કહે છે''તે મારો ભાઈ છે અને હું માત્ર મારી ફરજ નિભાવું છું. ''

હજુ પણ ગાલ થઈ જાય છે લાલ
ફિરોઝ નડિયાદવાલા પોતાની વાત પુરી કરતા કહે છે''તે હાલ કદાચ વાત કરવા માટે સક્ષમ નથી, પણ દરેક ક્ષણે નીરજ ભાઈના ગાલ પર કંઈક ફની જોવા મળે છે અને તેના ગાલ લાલ થઈ જાય છે. તે જ્યારે સેટ પર રહેતા ત્યારે પણ આવું થતું હતું. તેઓ શરમાવવા માટે જાણીતા છે. સૌ કોઈ એવું વિચારે છે કે, આ એકદમ ક્યુટ છે, કારણ કે તેઓ પોતે જ પોતાની મદદ કરી શકે તેમ નથી ''

ભુજમાં જન્મ અને થિયેટરથી કરી શરૂઆત
નીરજનો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ ભુજમાં થયો હતો. નીરજે પોતાની કરિયરની શરૂઆત ડ્રામા રાઈટર તરીકે કરી હતી. ત્યાર બાદ તેને કેતન મહેતા નિર્દેશિત 'હોલી'માં એક્ટર તરીકે બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ તેમણે 'છોટી બડી બાતેં' અને 'સર્કસ' જેવા ટીવી શોમાં પણ કામ કર્યું.



સુપરહિટ ફિલ્મ્સ માટે કર્યું કામ
નીરજે એક્ટર તરીકે 'રાજુ બન ગયા જેન્ટલમેન', 'મન', 'વિરાસત', 'રંગીલા', 'હર દિલ જો પ્યાર કરેગા', 'બોલ બચ્ચન' અને 'વેલકમબેક' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. જ્યારે રાઈટર તરીકે તેઓ 'બાઝી', 'રંગીલા', 'બાદશાહ', 'હેરાફેરી', 'જોશ', 'ચોરી ચોરી ચૂપકે ચૂપકે', 'હંગામા', 'હલચલ', 'ગરમ મસાલા', 'ગોલમાલ', 'ભૂલભૂલૈયા' અને 'ગોલમાલ રિટર્ન્સ' જેવી અનેક ફિલ્મ્સના ડાયલોગ અથવા તો સ્ટોરી કે સ્ક્રિન પ્લે લખી ચૂક્યા છે.

ઘટના સમયે 'હેરા ફેરી 3' પર કરતા હતા કામ
૧૫ વર્ષ સુધી સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યા બાદ તેમણે વર્ષ ૨૦૦૦માં અક્ષય કુમાર સ્ટારર 'ખિલાડી 420'થી ડિરેક્શન ક્ષેત્રે એન્ટ્રી કરી. ત્યાર બાદ તેમણે 'ફિર હેરાફેરી', 'ફેમિલીવાલા' અને 'શોર્ટકટઃધ કોન ઈઝ ઓન' જેવી ફિલ્મ્સનું ડિરેક્શન કર્યું. તેમને જ્યારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો ત્યારે તેઓ 'હેરાફેરી 3' પર કામ કરી રહ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ ફિરોઝ નડિયાદવાલા કરી રહ્યા છે. આ ફિલ્મ અટકી ગઈ હતી અને ૨૦૧૬ના અંતમાં તેના પર કામ શરૂ થવાનું હતું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આમિર ખાન તેની બેવાર ખબર પૂછવા ગયો હતો. જ્યારે સાંસદ અને એક્ટર એવા પરેશ રાવલ પણ હાલ તેમની મદદ કરી રહ્યા છે.

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes