Home » » parveen babi

parveen babi





અત્યંત દર્દનાક મોત હતું આ બોલિવૂડ એક્ટ્રેસનું, મૃત્યુ સમયની તસવીરોએ ધ્રુજાવ્યા'તાં



ફિલ્મ જગતની ચકાચૌંધ રોશની અને ગ્લેમર પાછળ અનેક કડવી વાસ્તવિકતા છુપાયેલી છે. પરવીન બાબી જેવી ગ્લેમરસ અને લોકપ્રિય એક્ટ્રેસનો અંત પણ કંઈક આમ જ થયો હતો. 70ના દાયકાની સક્સેસફૂલ અભિનેત્રી જીવનભર લગ્ન વગર કેવી રીતે રહી શકે તે નવાઈની વાત છે. એનાથી પણ વધારે નિંદાનજક હતો તેનો અંત. જૂહુના કાલુમલ એસ્ટેટના પરવીનના નિવાસ-સ્થાન પર બે-ત્રણ દિવસ સુધી ન્યૂઝપેપર અને દૂધ એમ જ પડી રહ્યાં હતાં અને પડોશીઓને શંકા ગઈ હતી. જૂહુ પોલીસે જેવો ઘરનો દરવાજો તોડ્યો તો પરવીન બાબીનું જીવન પૂર્ણ થઈ ચૂક્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે તેનું મૃત્યુ 2-3 દિવસ પહેલાં જ થઈ ચૂક્યું હતું. 12 વર્ષ એટલે કે 20 જાન્યુઆરી, 2005ના રોજ આ વાત છે. આ ઘટના આજે પણ એટલી જ વેદના આપે છે. કોઈ પણ સેલિબ્રેટીનો આટલો દુઃખદાયક અંત આ દુનિયામાં પણ અંધારું છવાયેલું છે, તેની સાબિતી આપે છે.



1990 બાદ ગાયબ થઈ ગઈ હતી પરવીન
1990માં શત્રુધ્ન સિંહા સાથે ફિલ્મ 'ઈરાદા'માં કામ કર્યાં બાદ પરવીન બાબી આ દુનિયામાંથી લગભગ ગાયબ થઈ ચૂકી હતી. આ ફિલ્મ ઘણાં સમયથી બની રહી હતી અને નરિમાન પોઈન્ટના રહેજા કોમ્પ્લેક્સમાં આ ફિલ્મનું શૂટિંગ થતું હતું. આ સમયે પત્રકારોને સેટ પર બોલાવવામાં આવ્યાં હતાં અને આ ફિલ્મ સાચે જ પૂરી થઈ છે, તે વાત કહેવામાં આવી હતી. તે સમયે પરવીન બાબી ખોવાયેલી હતી અને એવું લાગતું હતું કે જાણે ફિલ્મ જગતમાંથી તેનું મન જ ઉડી ગયું છે. આમ પણ તેની કરિયર લાંબી થઈ ચૂકી હતી. આ સમયે સિનેમા તથા મીડિયાને તેની જરૂર નહોતી. આ વાત સ્વીકાર કરવી ઘણી જ મુશ્કેલ છે.
આમ શરૂ થઈ હતી કરિયરઃ
1973માં પરવીન બાબીની કરિયર શરૂ થઈ હતી. આ પહેલાં પરવીનની બે ફિલ્મ્સ એક પછી એક શુક્રવારે રીલિઝ થઈ હતી. બંને મેઈન થિયેટર ડ્રિમલેન્ડમાં રીલિઝ થઈ હતી. ક્રિકેટર સલીમ દુરાણી સાથે 'ચરિત્ર' તથા વિકી સાહુ સાથે 'ધુએ કી લકીર' બંને ફ્લોપ ગઈ હતી. જોકે, પરવીન બાબી પોતાના સૌંદર્યના દમ પર સક્સેસફૂલ એક્ટ્રેસ બની. તેનું વ્યક્તિત્વ વેસ્ટર્ન હતું. આવી પર્સનાલિટી ધરાવતી એક્ટ્રેસિસને તે સમયે બોલિવૂડમાં સ્થાન નહોતું. જોકે, તે સમયે ઝિન્નત અમાનને બોલિવૂડે સ્વાકરી હતી. આ વાતનો સીધો ફાયદો પરવીન બાબીને થયો હતો. તે સમયે અમેરિકાના બહુચર્ચિત મેગેઝિન ટાઈમના કવરપેજ પર પરવીન બાબીને સ્થાન મળ્યું તે બહુ જ મોટી વાત હતી.



બિગ બીને કારણે થયો ફાયદોઃ
રવિ ટંડનની ડિરેક્ટ કરેલી ફિલ્મ 'મજબૂર' (1974) તથા યશ ચોપરાની ફિલ્મ 'દિવાર'(1975) આ બંને ફિલ્મ્સમાં પરવીનને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી હતી. આ બંને સુપરહિટ રહી અને પરવીન બાબીને ઘણો જ ફાયદો થયો. 'દિવાર'માં અનિતા(પરવીન)નું કેરેક્ટર બોલ્ડ હતું અને તે સમયે પડદાં પર એક્ટ્રેસ સિગારેટ પીવે તે સાહસ માનવામાં આવતું હતું. આમ તો આ રોલ મોટો કે લાંબો નહોતો પરંતુ પરવીનની વ્યક્તિત્વને આ ફીટ થઈ ગયો હતો. પરવીનની કરિયર ઘણી જ રોચક અને રસપ્રદ રહી હતી. એક તરફ સુપરસ્ટાર અમિતાભની સાથે 'સુહાગ', 'દો ઔર દો પાંચ', 'કાલા પત્થર', 'નમકહલાલ', 'શાન', ખુદ્દાર' સાથે ફિલ્મ્સ કરી હતી. આમાંથી માત્ર 'દો ઔર દો પાંચ' ફ્લોપ રહી હતી અને બાકી તમામ હિટ રહી હતી. મનમોહન દેસાઈએ આ જોડીને લઈ 'સરફરોશ' કરી હતી અને શૂટિંગ પૂર્ણ કર્યું હતું પરંતુ કેટલાંક કારણોસર આ ફિલ્મ રીલિઝ થઈ શકી નહીં. યશ ચોપરાએ 'સિલસિલા'માં રેખાને બદલે પરવીનને લેવાનું નક્કી કર્યું હતું. રાજેશ ખન્ના('ચલતા પૂર્જા') થી લઈ માર્ક ઝુબેર('યહ નઝદીકિયા') સુધી તે સમયના તમામ મોટા હિરો સાથે પરવીન બાબીએ કામ કર્યું છે. ત્યાં સુધી કે નસરૂદ્દીન શાહ(દિલ આખિર દિલ હૈં), અમોલ પાલેકર(રંગબિરંગ) સાથે પણ કામ કર્યું હતું. બોલિવૂડ સેલેબ્સ કબીર બેદી, મહેશ ભટ્ટ, ડેની ડેન્ઝમ્પા જેવા ફ્રેન્ડ્સ પરવીનને મળ્યાં હતાં. ફિરોઝ તથા સંજય આ બંને ખાન પરવીનથી ઘણાં જ ખુશ હતાં.


 
સતત રહેતી ખોવાયેલીઃ
ફિરોઝ ખાને 'કાલા સોના' તથા સંજયે 'ચાંદીસોના', 'મસ્તાનદાદા'માં પરવીન સાથે કામ કર્યું હતું. આટલી સફળ કરિયર હોવા છતાંય પરવીન બાબી રિયલમાં ખુશ હતી ખરા? તેનું માનસિક સ્વાસ્થ્ય ઠીક હતું? મહેશ ભટ્ટ સાથેના સંબંધો તૂટ્યા બાદ તે દુઃખી થઈ ગઈ હતી પરંતુ પરિણીત મહેશ ભટ્ટ આ સંબંધોને સિનેમેટિક લિબર્ટી આપીને 'અર્થ' ફિલ્મ બનાવે છે. લાંબા સમય બાદ 'વો લમ્હે' આવી છે. આ ફિલ્મ પરવીન બાબી પર આધારિત હતી. એક સફળ એક્ટ્રેસ અંગત જીવનમાં દુઃખી હતી. તે પોતાની સાથે સંઘર્ષ કરે છે. માનસિક શાંતિ માટે તે કોઈ સ્વામીની મદદ લે છે પરંતુ શું પરવીન વાસ્તવમાં ખુશ હતી? કેટલાંક વર્ષો સુધી ગાયબ રહ્યાં બાદ તે રહસ્યપૂર્ણ હતું. શા માટે કોઈ તેને શોધે. લાંબા સમય બાદ પરવીન મુંબઈ પરત ફરી હતી. મીડિયાની સામે આવી હતી પરંતુ તે ખોવાયેલી હતી. તે ઘણી જ જાડી લાગતી હતી. તેનું સૌંદર્ય તથા ફિટનેસ ક્યાંય ખોવાઈ ચૂક્યું હતું. પરવીન પણ આ જાણતી હતી અને તે કંઈક કહેવા માંગતી હતી પરંતુ તે ડરેલી હતી. તેના આ રૂપની તસવીરો લોકો સામે આવવા લાગી હતી. પરવીનને હવે સહાનુભૂતિ મળવા લાગી હતી. 55 વર્ષની ઉંમરે તેનું જીવન પૂર્ણ થયું. સફળ કલાકારનું જીવન મુશ્કેલીરૂપ હોઈ શકે છે. આ સૌથી મોટીવાત પરવીન બાબીએ સાબિત કરી હતી.

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes