Home » » gujju patel

gujju patel




'બાઘા'થી લઈ નિકિશા સુધી, Powerfull પટેલો છવાયા છે વિશ્વમાં
21 જાન્યુઆરી ખોડલધામ(કાગવડ)ખાતે લેઉવા પટેલ સમાજના કુળદેવી મા ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ મજબૂત અને મહેનતકશ પટેલો પરસેવો પાડીને કંઈપણ હાંસલ કરવા માટે જાણીતા છે. આજે પટેલો દેશ-વિદેશમાં ઉદ્યોગ જગતથી લઈ શિક્ષણ અને ગ્લેમર ક્ષેત્રે છવાયેલા છે.  બોલિવૂડથી લઈ હોલિવૂડ અત્યાર સુધીમાં અનેક પટેલોએ પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. આ યાદીમાં નિકેશાથી લઈ તન્મય વેકરીયા(બાઘો) સુધીના અનેક પટેલો સામેલ છે. આ પેકેજમાં બોલિવૂડ- હોલિવૂડમાં ડંકો વગાડનારા પાટીદારો અંગેનું એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.
 

તન્મય વેકરીયા
ગુજરાતના અમરેલી જિલ્લાના વડીયાદેવડીમાં જન્મેલા અને ગુજરાતમાં જ ભણી ગણીને મોટો થયેલા તન્મયે ૧૯૯૯માં ગ્રેજ્યુંએશન કર્યું, એ વખતે તેને નાટક અને કલાકારી મૂકી દીધી હતી.તન્મયે ૧૯૮૬માં ટાબરિયો હતો ત્યારે ફૂલવારીમાં પ્રથમ ભાગ ભજવનારા આ કલાકાર ૨૦૦૦મા 'સપનાનાં કિનારે' નામની પ્રથમ સિરિયલમાં એક્ટિંગ કરી.

'યસ બોસ'થી લઈ 'ખીચડી' સહિત કરી અનેક ફિલ્મ્સ
ત્યાર બાદ 'ચૂપકે-ચૂપકે', 'યસ બોસ', 'ખીચડી', 'મણીબેન.કોમ' જેવી જાણીતી ફિલ્મ્સ અને સીરિયલોમાં પણ રોચક પાત્રો તન્મયે ભજવેલા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ અપાવી પ્રસિદ્ધિ
જોકે તન્મયને ખરી પ્રસિદ્ધિ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાઘાના પાત્રથી મળી છે. આ શો બાદ તે દેશભરમાં ઘરે ઘરે જાણીતો બન્યો છે.



નિકેશા પટેલ
આ ગુજરાતી મૂળની તેલુગુ એક્ટ્રેસનું નામ નિકેશા પટેલ છે. બ્રિટિશ-ઈન્ડિયન મોડેલ અને એક્ટ્રેસ નિકિશાએ 2010માં ફિલ્મ પુલીથી ફિલ્મ કરિયરનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતી પરિવારમાં યુકેના બર્મિંગહામમાં જન્મેલી નિકેશા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે.મિસ વેલ્સ ચેરિટી અને મિસ ઈન્ડિયા યુકે જેવી વિવિધ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ તે એક્ટિંગની દુનિયામાં આવી હતી.  નિકીશા ટીવી પર માધુરી દીક્ષિતને જોઈને તેના જેવી બનવા માગતી હતી અને ત્યાર બાદ બોલિવૂડમાં પ્રવેશવાના સપનાઓ લઈને ભારત આવી. પરંતુ દેવઆનંદ સાથેની એક ફિલ્મ ડબ્બામાં જતાં તેને બ્રેક મળ્યો નહીં. ત્યાર બાદ તેને કોઈએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાની સલાહ આપી અને  તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં અભિનય કરવાની શરૂઆત કરી.નિકેશાએ 'નરસિમ્હા','ડાકોટા પિક્ચર' અને 'વરદાનયાકા' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.




સંજીવ કુમાર
લેઉવા પાટીદાર સમાજના સંજીવ કુમારનું મોસાળ પલસાણા તાલુકાનું નિયોલ ગામ છે,જ્યાં તેમનો જન્મ ૯ જુલાઇ, ૧૯૩૮ના રોજ થયો હતો. નિયોલમાં રણછોડ, ગોવિંદ તથા ગૌતમ નારણભાઇ પટેલ આ ત્રણેય સંજીવકુમારના મામા હતા.પ્રાથમિક શિક્ષણ તેમણે નિયોલમાં લીધું હતું. જોકે જરીનો ધંધો કરતા તેમના પિતા મુંબઇ ભુલેશ્વરમાં રહ્યાં બાદ ત્યાં જ વધુ અભ્યાસ કર્યો હતો.આથી પિતાના નામ પરથી તેમનું નામ પણ હરિભાઈ જરીવાલા પડ્યું અને ફિલ્મ જગતમાં સંજીવ કુમાર તરીકે ઓળખાયા.તેમણે 'શોલે', 'નયા દિન નઈ રાત','કોશિષ', 'ખિલૌના' અને 'ત્રિશુલ' જેવી ફિલ્મ્સ કરી દિલીપ કુમાર જેવા સુપરસ્ટારની લગો લગ ઉભા રહ્યl.તેમનું 6 નવેમ્બર 1985ના રોજ અવસાન થયું.




દેવ પટેલ
'સ્લમડોગ મિલિયોનર' જેવી ઓસ્કર વિનિંગ ફિલ્મથી જાણીતા બનેલા દેવનો જન્મ લંડનના હોરોમાં અનિતા અને રાજ પટેલના ઘરે થયો હતો.તેના માતા-પિતા મૂળ ગુજરાતી છે.તેમણે યુકે ટીવી શો સ્કિન્સ અને ફિલ્મ્સ ચેપ્પી(2015) તેમજ ' સેકન્ડ બેસ્ટ એક્ઝોટિક મેરિગોલ્ડ હોટલ'માં કામ કર્યું છે.




અસ્મિત પટેલ
13 જાન્યુઆરી 1978ના રોજ અમિત અને આશા પટેલના ઘરે જન્મેલો અસ્મિત અભિનેત્રી અમિષા પટેલનો સગો ભાઈ છે.તેમણે 'મર્ડર', 'નઝર', 'બનારસ', 'સુપર મોડલ' અને 'જય હો' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.




કરણ પટેલ
એકતા કપૂરની 'યે હૈ મહોબ્બતે'માં રમણના રોલથી જાણીતા બનેલા કરણ પટેલનો જન્મ 2 નવેમ્બર 1983ના રોજ રાશેષ પટેલના ઘરે કોલકાતામાં થયો હતો.તેમણે ટીવી કરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ 'કસ્તુરી'થી કરી હતી.




અમિષા પટેલ
અમિષા પટેલ બેરિસ્ટર અને કોંગ્રેસના અગ્રણી નેતા રજની પટેલની પૌત્રી છે.તેના દાદા એક સમયે મુંબઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. 9 જૂન, 1976ના રોજ જન્મેલી અમિષાએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' દ્વારા બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે 'ગદ્દરઃએક પ્રેમકથા' અને 'હમરાઝ' જેવી અનેક સફળ ફિલ્મ્સ આપી.તેણે રીતિક રોશન, સની દેઓલ, આમિર ખાન, સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 



ઉપેન પટેલ
ગુજરાતી ઉપેન પટેલનો જન્મ 1980માં 16 ઓગસ્ટમાં યુકેમાં થયો છે. ઉપેન પટેલ સુપરમોડલ તરીકે જાણીતો છે. અલબત્ત, ઉપેન પટેલ બોલિવૂડમાં સફળ થઈ શક્યો નહીં. 2006માં ઉપેને '36 ચાઈના ટાઉન' થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારબાદ તેણે 2007માં 'નમસ્તે લંડન'માં અક્ષય કુમાર અને કેટરિના કૈફ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી.




સુનિલ પટેલ
સુનિલ પટેલ બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફરમાંના એક છે. એમએસ યુનિવર્સિટીના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ 'સરફરોશ','મેરે યાર કી શાદી હૈ', 'હમતુમ', 'સલામ નમસ્તે', 'બચના-એ-હસીનો', 'મર્ડર 3' અને 'બેંગ બેંગ' જેવી અનેક સફળ ફિલ્મ્સની સિનેમેટોગ્રાફી કરી છે.

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes