pooja bhat
Posted by gujarati kalakar
Posted on 20:37
with No comments
‘બબાલ’ ફિલ્મની હિરોઈન પૂજા ભટ્ટ નાનપણમાં આઈના સામે ઉભી રહી કરતી તી
ડાન્સ
ફિલ્મોની ચમકમાં ગુજરાતી અભિનેત્રીઓ જેટલી
ગ્લેમરસ દેખાય છે તેનાથી વધુ બોલ્ડ અને બ્યુટીફુલ રાજ્ય બહારની અભિનેત્રીઓ લાગી
રહી છે. ગુજરાતી ફિલ્મોના દરવાજા તો બધા માટે ખુલ્લા હતા જ. પણ પહેલા અમુક
બિનગુજરાતી અભિનેતા અભિનેત્રીઓએ સંબંધોને કારણે ગુજરાતી ફિલ્મો સ્વીકારી. હવે
ગુજરાતી ફિલ્મોએ આખા રાષ્ટ્રમાં ડંકો વગાડ્યો છે. બોલીવૂડ કલાકારોની મીટ ફિલ્મ
મેકર્સ ફિલ્મના શુટ માટે વિદેશના લોકેશન્સ શોધી રહ્યા છે. જે થોડા અંશે સારી બાબત
છે જો ફિલ્મ સફળ જાય તો. નહિ તો પ્રોડ્યુસરે નાહી નાખવાનું. આપણે હિરોઈનની વાત
કરતા કરતા નકામી પંચાત કરવા લાગ્યા. પીકેપી ફિલ્મ પ્રોડક્શનમાં બનીને તૈયાર થયેલી
ફિલ્મ ‘ બબાલ’ જેના નિર્માતા પાર્થ પ્રજાપતિ અને દિગ્દર્શક સંકેત વાઝા છે. ‘બબાલ’
ફિલ્મ તેની અભિનેત્રીઓને લઈને જ ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મમાં બિનગુજરાતી, બિન્દાસ
અને ચુલબુલી અભિનેત્રી પૂજા ભટ્ટ એક મસ્તીખોર પાત્ર ભજવી રહી છે. જે ક્યારેક સામાન્ય
લાગે છે તો ક્યારેક ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. તે યુવતી જયારે પરિવાર અને પ્રેમમાં
કોને મહત્વ આપવું તે મથામણમાં પડે છે અને જયારે તેને વાસ્તવિકતાનું ભાન થાય છે
ત્યારે તે શું નિર્ણય લે છે તે પાત્ર પૂજા માટે બહુ જ યાદગાર બની રહ્યું છે. મૂળ
જમ્મુ કાશ્મીરની આ કુડી ૨૦૧૫ – ૧૬ માં મિસ ગુજરાતનો ખિતાબ જીતી સાથે સાથે MBA નો અભ્યાસ તો ચાલુ જ
હતો. અગાઉ એક ગુજરાતી ફિલ્મ ‘લવ લગનને લોચા’ માં કામ કરતા કરતા તેના અભિનયની અદા ફિલ્મમેકર્સના
આંખોમાં વસી ગઈ અને એ ફિલ્મ બસ તરત ‘બબાલ’ ફિલ્મ તેને મળી.
પ્ર – રોલ પસંદ કરતા સમયે શું ધ્યાન રાખો
છો ?
ઉ – મારી પ્રથમ ફિલ્મનો રોલ ચેલેન્જિંગ
હતો મારા માટે અને ‘બબાલ’ ફિલ્મમાં પણ મારા રોલમાં પાંચ છ વેરીએશન છે. ટૂંકમાં જે
ફિલ્મોમાં હિરોઈન ફક્ત કઠપુતળી બનીને નાચે કુદે એવા રોલ મારે નથી કરવા. મારે વુમન
પાવર બતાવવો છે. મારે એવી જ ફિલ્મો કરવી છે જેમાં હિરોઈન હીરો કરતા સહેજ પણ કમ ન
હોય. હું માધુરી દીક્ષિતની બહુ જ મોટી ફેન છું. આ યોગાનુયોગ છે કે તેણે પોતાની
કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી અને મારી કેરિયર પણ ગુજરાતી ફિલ્મથી જ થઇ.
પ્ર – ગુજરાતી ભાષા કલ્ચર કેવું છે ?
ઉ – હું છેલ્લા ૮ વર્ષથી ગુજરાતના
અમદાવાદમાં જ રહું છું. હું ભલે નોનગુજરાતી રહી પણ ગુજરાતી ફિલ્મમાં મેન પોતે ખૂબ
જ મહેનત કરી ગુજરાતી ડાયલોગ્ઝ બોલ્યા છે. ગુજરાતી લોકો ખૂબ જ મીઠડા હોય છે જેથી મને
તે ગમે છે. ફિલ્મી વાતાવરણમાં રહીને હું ઘણું નવું નવું શીખી છું. અમુક શબ્દો જેવા
કે ‘કંટાળો’ જેવા શબ્દો મને સમજમાં નહોતો આવતો પછી ખબર પડી કે એનો મતલબ લેઝીનેસ
હોય છે. ત્યારે મને હસવું આવી જતું હતું. હજી બીજી ત્રણ ચાર ફિલ્મોની વાત ચાલે છે
જેમાં પણ હું જાતે જ ગુજરાતી બોલીશ અને આમ ધીરે ધીરે ગુજરાતી શીખતી જઈશ. ફિલ્મના
નિર્માતા શબ્બીર કુરેશી કે ડિરેક્ટર સંકેત વાઝા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ‘બબાલ’
ફિલ્મમાં કોમેડી છે, રોમાન્સ છે, ફ્રેન્ડશીપ છે અને એવું સારૂ મનોરંજન છે કે
દર્શકોને મજા પડશે.
પ્ર – હિરોઈન ન હોત તો ?
ઉ – તો કદાચ કંઈ ન હોત. મારા મોમ કહેતા કે
ટીવી પર જયારે ગીત આવતું ત્યારે હું તે હિરોઈનને જોઈને તેના સ્ટેપ ફોલો કરતી.
ક્યારેક ક્યારેક આઈના સામે પણ ડાન્સ કરવાનું ચાલુ કરી દેતી હતી. એટલે મારી કેરિયર
હિરોઈન બનીને જ આગળ વધારતી રહીશ.
n ગજ્જર નીલેશ
Labels:
actresses,
babaal,
pooja bhat
0 comments:
Post a Comment