sarosh modi
Posted by gujarati kalakar
Posted on 20:36
with No comments
માતા અભિનેત્રી હોવા છતાં કોઈ લાગવગ વગર ‘બબાલ’ માં રોલ મેળવ્યો

પ્ર – પ્રથમ ફિલ્મથી અભિનયનો અનુભવ કેવો
રહ્યો ?
ઉ – પ્રથમ ફિલ્મનો અનુભવ ખૂબ જ સારો
રહ્યો. પહેલા શુટીંગના પાંચ સાત દિવસ કેમેરા ફેસ કરવામાં ડર લાગતો હતો પણ નિર્માતા
પાર્થ પ્રજાપતિ, દિગ્દર્શક સંકેત વાઝા તથા ડીઓપી પાસેથી મને પ્રોપર્લી માહિતી મળી અને
હું ખુશ હતો. મારા અભિનયમાં તેમણે વધુ સારો સહયોગ આપ્યો. મને લાગતું હતું કે ભૂલ
થશે તો સાંભળવું પડશે પણ મને શીખવા મળતું હતું. વધુમાં સંકેત સર પાસેથી મને ઘણું
શીખવા મળ્યું જે મને આગળ કામ લાગશે એવું મારૂ માનવું છે. એક તરફ પહેલી ફિલ્મ
મળવાની ખુશી હતી તો અમારી કો-સ્ટાર રિતિકા ઝીલ્કાજી સાથે જે ગંભીર અકસ્માત થયો
તેનું દુઃખ પણ છે. જે મને ક્યારેય નહિ ભુલાય. હું તે સમયે તેમની સાથે નહોતો પણ
જયારે સમાચાર મળ્યા એટલે તરત યુનિટના સભ્યો ત્યાં ગયેલા.
પ્ર – ઇન્ડસ્ટ્રીમાં આગમન કેવું રહ્યું ?
ઉ – મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું
અભિનયમાં કેરિયર બનાવીશ પણ આ મારા મમ્મીનું સપનું હતું. મારા મમ્મી બીના મોદી ઘણા
વર્ષોથી ફિલ્મોમાં અભિનય કરે છે. એમણે લગભગ બાર જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે
અને તેઓ ઇચ્છતા હતા કે હું પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ મારી કેરિયર બનવું. મારા મમ્મીને
હું મારા આઈડલ ગણું છું. એમની પાસેથી મને આ ક્ષેત્રનું સૌથી વધુ અને સૌથી સારૂ
જ્ઞાન મળ્યું છે. હું અભિનય તો કરીશ જ પણ હજી મારૂ ભણવાનું ચાલુ છે જે પૂરૂ કરીને
હું બિઝનેસમેન બનવા માગું છું. અત્યારે ફિલ્મોનું ભવિષ્ય ઘણું ઉજળું છે. એક પછી એક
સતત સતા સબ્જેક્ટવાળી ફિલ્મો બનવા લાગી છે. દરેક ફિલ્મોમાં પાત્ર વૈવિધ્ય આવ્યું
છે. જેમાં મને એમ લાગે કે આ રોલ ચેલેન્જિંગ છે તેવા રોલ મારે કરવા છે. મારે ધડાધડ
ફિલ્મો આપીને વેડફાઈ નથી જવું.
n ગજ્જર નીલેશ
Labels:
actors,
babaal,
sarosh modi
0 comments:
Post a Comment