Home » » tawarikh e dhollywood part 4

tawarikh e dhollywood part 4




ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ – ભાગ ૪

ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ
અમેરિકાના હોલિવુડમાં નેસ્ટર ફિલ્મ્સે (Nestor Films) સર્વ પ્રથમ મોશન પિક્ચર સ્ટુડિયો ફિલ્મ નિર્માણ માટે સ્થાપ્યો.
આમ, ફિલ્મ ઉદ્યોગ પા પા પગલી ભરતો થઈ ગયો.
ફિલ્મ ઇતિહાસ ખુદ એક રસપ્રદ કથા છે.
આજે આપણે મલ્ટીપ્લેક્સમાં બેઠા બેઠા ફિલ્મ માણીએ છીએ ત્યારે સ્ક્રીન પર રૂપેરી પડદા પર ચિત્રપટ પર હાલતાં-ચાલતાં-બોલતાં ચિત્રો જોઈ ખુશ થઈ જઈએ છીએ.
પણ ખામોશ રહેતા રૂપેરી પડદાની સાથે આપે ક્યારેય વાત કરી છે ખરી?
સિનેમાના ઇતિહાસની, ફિલ્મ ઉદ્યોગની કહાણી હવે હું નહીં કહું! ફિલ્મની કથા હવે સિલ્વર સ્ક્રીન કહેશે!
ચિત્રપટના હોઠેથી સરતા શબ્દોમાં ફિલ્મ કહાણી કેવી મઝાની વાત!
આપ ફિલ્મ ઇતિહાસને સ્વયં રૂપેરી પડદાના મુખે જ સાંભળશો..
આપને ખૂબ આનંદ આવશે!
હું છું રૂપેરી પડદો.
આપ મને સિનેમાના સિલ્વર સ્ક્રીનના નામથી નવાજો છો..
આજથી હું આપને ફિલ્મ-સિનેમાના ઇતિહાસની કહાણી કહેવાનો છું.
આપ ફિલ્મ જુઓ છો ત્યારે મને જુઓ છો ને? જવા દો સાચું કહું તો ભાગ્યે જ કોઇ મને જુએ છે. મને તેનો અફસોસ નથી કારણ કે ફિલ્મ ઉદ્યોગના એક એક ચાહકને મેં જોયો છે.
ફિલ્મ ઉદ્યોગને આમજનતા સુધી પહોંચાડનારા મોહક સિતારાઓને મેં નિહાળ્યા છે. સિનેમાને બુલંદી પર પહોંચાડનારા ઘડવૈયાઓને મેં જોયા છે. ફિલ્મ ઉદ્યોગના પાયામાં ધરબાઈ જનાર નામી-અનામી કસબીઓને મેં જોયા છે.
એક સદી થવા આવી મને …. એક સદીમાં કેટકેટલા ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, સંગીતકારો, કેમેરામેન, કલાકારો મારી નજર સામેથી પસાર થઈ ગયા!
એક એક ચહેરા યાદ છે, એક એક ચહેરાની લકીરો પર કોતરાયેલી દાસ્તાન યાદ છે. બેશુમાર કસબીઓને મેં જોયા! જેને નજરે જોઈ ન શક્યો, તેમની કહાણી જાણ્યા-અજાણ્યા ચાહકો પાસેથી સાંભળી.
કદાચ વર્ષોનાં વર્ષો નીકળી જશે જો પૂરો ઇતિહાસ કહેવા બેસીશ તો શું કરું?
ચાલો, આરંભ તો કરું છું. પછી જ્યારે જેવો સમય, જેવો મુડ તે રીતે વાતો કરીશું.
હું મારા બાળપણથી વાત માંડીશ, જ્યારે મૂંગી ફિલ્મોની શરૂઆત થઈ.
તોરણે દાદા અને ફાળકે દાદાએ પાયાનું ચણતર કર્યું. દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ, ભોગીલાલ દવે અને અરદેશર ઈરાનીએ કામ આગળ ધપાવ્યું. કલકત્તામાં એ કામ માદન બ્રધર્સના હાથે થયું.
મુંબઈમાં કોહિનૂર ફિલ્મ કંપની, નાસિકમાં હિંદુસ્તાન ફિલ્મ કંપની, કલકત્તામાં માદન થિયેટર્સ …..
શું જમાનો હતો! વાતો સાંભળીને તમે દંગ રહી જશો!
પ્રિય વાચકો ( દર્શકો પણ કહું?) !


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes