upcoming movies 2017
Posted by gujarati kalakar
Posted on 02:07
with No comments
૨૦૧૬નું વર્ષ પૂરું થયું જેમાં લગભગ ૫૦ થી પણ વધુ ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ. જેમાં અમુક અપવાદ બાદ કરતા ઘણી અર્બન ફિલ્મો પાણી પણ નથી માગી શકી. જે ફિલ્મોએ ફ્લોપનો સ્વાદ ચાખ્યો છે એવી ઘણી ફિલ્મો છે. એમાય જે ફિલ્મોએ એવોર્ડ મેળવી પોતાની સફળતાનો ઝંડો ગાડ્યો છે તેમાં મૂળ ચાર પાંચ ફિલ્મો જ ચાલી. હવે ૨૦૧૭ માં કેટલી ફિલ્મો આવી રહી છે ? તેમાં કેટલી ફિલ્મો અર્બન હશે અને કેટલી ફિલ્મો રૂરલ હશે ? આ ઉપરાંત કેટલા નવા નવા હીરો, હિરોઈન આ વર્ષે ગુજ્જુવૂડમાં ડેબ્યુ કરશે તે તો આવનારો સમય જ કહેશે. ૨૦૧૬ માં આવેલા નવા ચેહરાઓએ પણ કંઈ કમાલ નથી બતાવી. અમુક ગાયક અભિનેતાઓને તો ફ્લોપનું લેબલ જ લાગી ગયું છે. ગયા વર્ષે અભિનેતા ઈશ્વર ઠાકોરની ત્રણ ત્રણ ફિલ્મો રીલીઝ થઇ પણ તેમાંથી એકપણ ફિલ્મે થીયેટરમાં કંઈ કરી બતાવ્યું નથી અને ફ્લોપ રહી. અર્બન હિરોમાં મલ્હાર ઠક્કરે જે પણ ફિલ્મો આપી તે સારી ચાલી પણ હવે ૨૦૧૭ માં તેની કેટલી ફિલ્મો આવશે તે જોવું રહ્યું. આમ તો તેઓ બહુ જ વ્યસ્ત અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે. ખેર આપણે તો વાત કરી રહ્યા છીએ સફળ અભિનેતા, અભિનેત્રીઓની અને ફિલ્મોની.
આ વર્ષે પણ લગભગ ગયા વર્ષની સરખામણીએ ઘણી અર્બન અને રૂરલ ફિલ્મો રીલીઝ
થશે. જેમાં અભિનેત્રી ચીની રાવલ ગયા વર્ષે ’16
ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ જેવી થ્રીલર ફિલ્મ હવે અને
હવે તે ‘સુપરસ્ટાર’ અને દિગ્દર્શક નિશીથ બ્રહ્મભટ્ટની ફિલ્મ ‘લપેટ’ માં જોવા મળશે.
અભિનેતા અને કોમેડિયન જીતું પંડ્યાને તો બધા ઓળખે જ છે. તેમની ૨૦૧૭ માં આવનારી
ફિલ્મોમાં હાશ લવ થઇ ગયો, વાયડી ફેમીલી, જલસા કર, રજવાડી છીએ અમે માનભર રહીએ,
પ્રેમ એક જંગ વગેરે તથા એક ભોજપુરી ફિલ્મ ‘સૈયા તુફાની’ અને એક મરાઠી ફિલ્મ
‘અગ્નિપરીક્ષા પ્રેમાંચી’ આ ઉપરાંત ઈંગ્લીશ શોર્ટ ફિલ્મ ‘ધ મેરેજ ઇન અમેરિકા’,
મારવાડી ભાષામાં બની રહેલ ‘જય હિંગળાજ માં’ ઉપરાંત ‘સમયચક્ર’ માં પણ જોવા મળશે. આ
સાથે બીજા કોમેડીકિંગ અભિનેતા પ્રવીણ મહેતાની ૨૦૧૭ માં અઢળક ફિલ્મો આવી રહી છે.
જેમાં લવ લગન ને લોચો, ઠન ઠન ગોપાલ, પટેલ પાછો ના પડે ઠાકોર કોઇથી ના ડરે, હાશ લવ
થઇ ગયો, મનડું મળ્યું મહેસાણામાં, લવ યુ યાર, ક્યારે જઈશું પતાયા, આવું તો થયા
કરે, લોચા લાપસી, વાયડી ફેમીલી, શ્રદ્ધા વર્સીસ સાયન્સ, ધ પોલીસમેન, મણિયારો આયો
સાજણના દેશમાં, બીજ્જો દિવસ, ટેન્શન થઇ ગયું યાર, કમલી તારી માયા લાગી વગેરે.
દિગ્દર્શક સત્યેન વર્મા ગયા વર્ષે ‘ચક્રવ્યૂહ’ લઈને આવ્યા હતા હવે તેઓ ‘ફોડી લઈશું
યાર’ ફિલ્મને લઈને આવી રહ્યા છે. નિર્માતા ભારત વ્યાસ મસ્તીખોર લઈને આવી રહ્યા છે
જે બહુ ઓછી જોવા મળતી બાળકો પર આધારિત ફિલ્મ છે અને તેમાં હિતુ કનોડિયાએ એક
શિક્ષકની ભૂમિકા ભજવી છે. ‘દે તાલી’ ના અભિનેતા વનરાજ સિસોદિયા આ વર્ષે એક હિન્દી
ફિલ્મ ‘ગીરગીટ’ માં જોવા મળવાના છે. કોમલ ઠક્કરે વર્ષના અંતમાં હેતલ ઠક્કર અને
અરવિંદ વેગડા આયોજીત જીફામાં પોતાના ડાન્સનો જાળવો બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા
હતા તે હવે અશોક પટેલ (સમ્રાટ) ની હમીરજી અને એક રવિકિશન સાથે ભોજપુરી ફિલ્મ ‘ખાઓ
પીઓ મસ્ત રહો’ માં જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા નવા નિર્માતાઓ પણ આ
વર્ષે જોવા મળશે જેમાં નિર્માતા હર્ષદ કંડોલિયા ગયા વર્ષે ‘કેમ રે ભૂલાય સાજણ તારી
પ્રીત’ લઈને આવ્યા હતા તેમની જ હીટ જોડી રાકેશ બારોટ અને પ્રીનલ ઓબેરોયને લઈને ફરી
૨૦૧૭ માં ‘સાજણ પ્રીતની જગમાં થાશે જીત’ લઈને આવશે. નિર્માત્રી કાલીન્દીની પોતાની
ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ લઇ જશે. નિર્માતા રીતેશ મોકાસણાએ ગયા વર્ષે ગુજરાતી
ફિલ્મોને ‘ઓલ્વેઝ રહીશું સાથે’ કહ્યું હતું. જેનું વચન પાળતા હોય તેમ તેઓ ૨૦૧૭ માં
‘બોસ હવે તો ધમાલ’ મચાવવા આવી રહ્યા છે. અભિનેતા રવિ કુમાર ‘સમય’ અને ‘તે તો કમાલ
કરી યાર’ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. નિર્માતા હરેશ જોગરાણા આ વર્ષે આપણા
વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટ બેટનની પત્નીના
એડવિનાના પરમ સંબંધ પર આધારિત ૧૯૪૭ ની પુષ્ઠભૂમિ પર હશે. જેમાં કાશ્મીર અને ભારત –
પાક ભાગલાનું સચોટ ચિત્રણ હશે. અભિનેતા રોહિત મહેતા પ્રેમ એક જંગ, રજવાડી છીએ અમે
માનભર રહીએ, વલ્લભાચાર્ય વગેરે ફિલ્મોમાં જોવા મળવાના છે. નિર્માતા દિગ્દર્શક હિંમત
લાડુમોર પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘હમેં હક્ક ચાહિયે હક્ક સે’ લઈને આવી રહ્યા છે.
દિગ્દર્શક યુવરાજસિંહ જાડેજાએ ગયા વર્ષે ‘ઓલ્વેઝ રહીશું સાથે’ ડીરેક્ટ કરી હતી હવે
તેઓ તે જ નિર્માતાની ‘બોસ હવે તો ધમાલ’ ફિલ્મનું દિગ્દર્શન સંભાળશે. ‘સળગતો સવાલ –
અનામત’ જે ૨૦૧૬માં રીલીઝ ના થઇ શકી તે હવે ૨૦૧૭ માં થશે અને તેના હીરો મોબીન ખાનની
આ ઉપરાંત પ્રેમની પરીક્ષા, રાધા વિના જગ સુનો, પિતા પુત્રની જોડી હિતુ કનોડિયા અને
નરશ કનોડિયા સાથે ‘લે તારે લેતો જા’ અને ‘તું ક્યાં?’ માં જોવા મળશે. ૨૦૧૬ માં ૧લી
જાન્યુઆરીએ રીલીઝ થયેલી ‘હુતુતુતુ’ ની નિર્માત્રી શીતલ શાહ ૨૦૧૭ માં કમાલ અમરોહીની
મરાઠી ફિલ્મ ‘દુનિયાદારી’ પર આધારિત એ જ ટાઈટલ સાથે ગુજરાતીમાં ફિલ્મ રીલીઝ કરશે.
અભિનેત્રી પૂજા પટેલ જયકર ભોજકની ફિલ્મ ‘ઠન ઠન ગોપાલ’ માં જોવા મળશે. અભિનેત્રી
સુષ્મા જાધવ ગુજરાતી ફિલ્મ ‘ધ એન્ડ’ અને ‘પ્રેમ એક જંગ’ માં જોવા મળશે. ’16 ફાઈટ અગૈન્સ્ટ
રેગીંગ’ ના રાઈટર જયદીપસિંહ ઝાલા આ વર્ષે ‘ગાથા’ જેવી રહસ્યમય ફિલ્મ લઈને આવી
રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ તેઓએ દર્શકોને રહસ્ય પ્રેરિત ફિલ્મ જ આપી
હતી. આ ઉપરાંત નિર્માતા ભરતની ‘દિલ કરે છે ફિલ’ અને અભિનેત્રી જલ્પા ભટ્ટ પ્રાંજલ
ભટ્ટની ‘ધ એન્ડ’ અને નિર્માતા કેશવ રાઠોડની ‘સમયચક્ર – ધ ટાઈમ સ્લોટ’ અને કેયુર
પટેલની ‘પ્રેમ એક જંગ’ માં પોતાની અભિનય પ્રતિભા બતાવશે. ‘ચોરના ભાઈ ઘંટી ચોર’ ના
અભિનેતા મહેન્દ્ર પંચાલ આ વર્ષે ‘સીટી ગર્લ ૦૦૯’ માં હીરોગીરી કરતા જોવા મળશે. આ
ઉપરાંત અર્બન અને રૂરલ ફિલ્મોનો ફાલ આવી રહ્યો છે જેમાં ખાટી મીઠી સેટિંગ, કેરી ઓન
કેસર, ગ્રાન્ડ હળી, શુભારંભ, ધન્તીયા ઓપન, આઈ વિશ, આવ તારું કરી નાખું, તું મારો
દોસ્તાર, લવ વાયરસ, તૃપ્તિ, દેવાંગ, ડાયમંડ ક્વીન, ઓત્તારી, ચોર બની થનગાટ કરે,
અરમાન જેવી ફિલ્મો રીલીઝ થશે. આમ અમુક ફિલ્મો હાલ ફ્લોર પર છે તો અમુકની રીલીઝ ડેટ
આવી નથી, એટલે ગુજરાતી ફિલ્મોના રસિયાઓ માટે ગયા વર્ષ કરતા ૨૦૧૭ નું વર્ષ મોજ સાથે
ભરપુર મનોરંજન કરાવે તેવું હશે.
સીને રિપોર્ટર – ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment