Home » , » gokul baraiya

gokul baraiya




મારી સ્કુલની બેગમાં બુક્સને બદલે કોસ્ચુમ્સ ભરેલા રાખતો - ગોકુલ બારૈયા



    ફિલ્મી દુનિયા એકદમ ઝાકમઝોળ દુનિયા છે જેમાં આવવા માટે કેટલાય નવયુવાનો પડાપડી કરતા હોય છે. કોઈ હીરો બનવા માટે પહેલું પગથીયું લાગવગ શોધે છે કે જો ડાયરેક્ટ ફિલ્મોમાં કામ મળી જતું હોય તો વધુ બીજે ક્યાંય ફાંફા મારવા નહિ. અને બીજા એવા લોકો હોય છે જે પોતાની પ્રવૃત્તિને જ પ્રથમ પગથીયું બનાવીને ચાલે છે. જેમકે કોઈ અભિનયના પાઠ શીખીને ફિલ્મોમાં ચમકે છે તો કોઈ નાના નાના ફિલ્મના કામો કરીને આગળ વધે છે. એવી રીતે જ ગોકુલ બારૈયાનું નામ પોતાના દમ અને કુશળતા પર ફિલ્મોમાં નામ કમાયા એમ કહી શકાય. ગોકુલ બારૈયાને નાનપણથી જ ફેશન ટીવી જોવાનો ગાંડો શોખ હતો. તેમાં આવતા મોડેલ અને તેના પોશાકો વગેરેને જોઇને ગોકુલને એમ થતું કે ક્યારેક મારે પણ આવી રીતે એક મોડેલ બનવું છે. તેમને સ્કુલ ટાઈમમાં પોકેટ મની માટે ફક્ત ૨૦ રૂપિયા મળતા હતા. જેમાંથી ગોકુલ સ્કુલે ચાલતા જતા અને ચાલતા આવતા એમ થોડી થોડી પોકેટ મની બચાવી બચાવીને મોડેલીંગ માટેનું ફોર્મ ભરી આવતા. ત્યાના ઓડીશન્સ અને મેલ મોડેલ્સને જોઇને એમની પાસેથી થોડું ઘણું જાણીને અનુભવ મેળવ્યો. આટલી સખત મહેનત બાદ ૨૦૦૭ માં એક સ્પર્ધામાં ‘મી. સુરત’ ની ખ્યાતી પામ્યા. આ શોખ તે સમયે એટલો કે દફતરમાં બુક્સ ને બદલે કોસ્ચુમ્સ ભરેલા હોય. જેનાથી દસમું ધોરણ ફેલ થયું પણ અભિનયક્ષેત્રના દરવાજા ખુલી ગયા અને સુરતની જ એક ખાનગી ચેનલ માટે ‘સાસુજીના સોનેરી સપના’ નામની સીરીયલમાં કામ મળ્યું. ત્યારબાદ ઘણા આલ્બમ સોન્ગ્સ કર્યા જેનાથી મેકઅપ આર્ટીસ્ટ મોના ચાવડા સાથે સંપર્કમાં આવતા તેમની સાથે એડ ફિલ્મ્સ કરી. તે દરમિયાન મોના ચાવડા નિર્માતા હરેશ પટેલની ફિલ્મ ‘પ્રીત જનમો જનમની ભુલાશે નહિ’ માં જોડાયા અને તેમાં ઉમેદસિંહ નામના પાત્રની શોધ ચાલુ હતી. જેમાં ઓડીશન થકી ઉમેદસિંહનું પાત્ર ગોકુલને મળ્યું. જે ગોકુલની પહેલી જ ફિલ્મ સિલ્વર જ્યુબીલી રહી હતી તે તો સૌ જાણે જ છે. જેનાથી ગોકુલ બારૈયાનો ઉત્સાહ વધ્યો અને થયું કે હવે આના કરતા પણ સારી એક્ટિંગ કરીને બતાવવી પડશે જેથી દર્શકોમાં લોકપ્રિય થઇ શકાય. ત્યારબાદ તરત એક હિન્દી ફિલ્મ અને એક ભોજપુરી ફિલ્મ ‘રાજા પરદેસી’ મળી. છેલ્લે તેઓ આત્મારામ ઠાકોરની ફિલ્મ ‘અવતાર ધરીને આવું છું’ માં અભિનેતા વિક્રમ ઠાકોર સામે બાથ ભીડતા દેખાયેલા. 

પ્ર – છેલ્લે નેગેટીવ રોલમાં દેખાયેલા તો એમાં જ કારકિર્દી બનાવશો ?
ઉ – મને એવું નથી ક્યારેય સુઝ્યું કે હું અમુક પાત્રોમાં બધીયાર રહીને વિહરી ના શકું. મારા માટે પાત્ર મહત્વનું છે નહિ કે એની અદા. મારા મતે દરેક પાત્ર પડકારજનક હોય છે જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો. હું હમણાં જ એક ફિલ્મ ઝવેરચંદ મેઘાણી પર બની રહી છે તેમાં અભિનય કરી રહ્યો છું. જેમાં હું હીરો તરીકે દર્શકોને જોવા મળીશ. જેના માટે મારે એમના વિષે ઘણું જાણવું પડ્યું હતું. એટલે મારા માટે દરેક રોલ એક પરીક્ષા સમાન છે. હું માનું છું કે મે એક ફિલ્મ સાઈન કરી તે ફિલ્મનું શુટિંગ જ્યારથી શરૂ થવાનું હોય ત્યારથી હું મારી પરીક્ષાની ઘડીઓ ગણવા માંડુ છું. તેને હું પરીક્ષા જ માનું છું. 

પ્ર – અર્બન ફિલ્મો વિષે હાલ શું વિચારો છો ?
ઉ – સો ટકા હું અર્બન ફિલ્મો કરીશ જ અને એક કરી પણ રહ્યો છું. સમાજમાં દરેક પ્રકારના લોકોનો વર્ગ છે. અમુકને સારી સ્ટોરી હોય તો ફિલ્મ ગમે છે, ઘણાને સારા સોન્ગ્સ હોય તો ફિલ્મ ગમે છે. અત્યારની જનરેશન સાથે નહિ ચાલો તો આ જનરેશન તમને પાછળ છોડી દેશે. દ્વિભાષી અને ડબલ મિનીંગ કોમેડી ફિલ્મો બંને છે તેનાથી મને કોઈ છોછ નથી. કારણ કે તેને જોવાવાળો વર્ગ છે. મારી આવનારી ફિલ્મ ‘હદ થઇ ગઈ’ એ હાલની જનરેશન પર જ બની છે.



n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes