Home » , » jaykar bhojak

jaykar bhojak




નામ ‘ઠન ઠન ગોપાલ’ પણ ફિલ્મનું બજેટ દોઢ કરોડ

વર્ષોથી ગુજરાતી ગીતો લખીને નામના મેળવી ચુકેલા ગાયક, અભિનેતા જયકર ભોજક હવે પોતાના કોમેદડી સોંગ આલ્બમની માફક ફિલ્મોમાં પણ હાસ્યની છોળો ઉડાડવા આવી રહ્યા છે પોતાના દિગ્દર્શનમાં તેઓએ ‘ઠન ઠન ગોપાલ’ નામની ફિલ્મ ડીરેકટ કરી છે જે ટૂંક સમયમાં મલ્ટીપ્લેક્ષમાં રજુ થશે. આમ તો ફિલ્મનું નામ ‘ઠન ઠન ગોપાલ’ છે પરંતુ ફિલ્મનું બજેટ દોઢ કરોડ જેટલું અંકાઈ રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટર જયકર ભોજકે જણાવ્યું કે મેં પહેલીવાર જયારે સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ જોઈ ત્યારે મને એમ થયું કે ‘ગુજ્જુ બાપુ કેમ છો’ ટાઈટલ સાથે ફિલ્મ બનાવું. પછી મને એમ લાગ્યું કે ગુજ્જુભાઈથી જ સિદ્ધાર્થભાઈની ઓળખાણ છે અને લોકો પણ કહેશે કે હીટ ટાઈટલની કોપી મારી એટલે મેં તે વિચાર છોડી દીધો. મારે ફિલ્મોમાં મારૂ કામ સાબિત કરવું હતું. એક કલાકાર હંમેશા તેના પાત્રથી ઓળખાય છે. એટલે મેં ગોપલનું પાત્ર ઉભું કર્યું અને એની આગળ ઠન ઠન લગાડી દીધું. જેનાથી તે ટાઈટલમાં કોમેડી લગતી હતી અને તેનું શોર્ટ નેમ ટીટીજી છે. ફિલ્મમાં હું પોતે જ ટાઈટલ રોલ ભજવું છું જે એક ટીટીજી નામની કંપની ખોલે છે. જેમાં હિન્દી ભાષી ગુંડાઓ સાથે અમારે બહુ જ મગજમારી ચાલતી હોય છે. તેઓને ખ્યાલ નથી હોતો કે આ ટીટીજી છે શું. છતાં પણ તે ગુંડાઓ મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. એ પછી ખૂબ ધમાલમસ્તી, ધમાચકડી થાય છે. જે દર્શકો પેટ દુખી જાય એટલું નહિ હાસ્ય હોય તેટલું મારી ફિલ્મ ‘ઠન ઠન ગોપાલ’ જોઈને હસશે.




ફિલ્મનું બજેટ દોઢ કરોડ છે અને ઇન્ડિયા ઉપરાંત અન્ય બે દેશ ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં ફિલ્મ શુટ થઇ છે. ઓસ્ટ્રેલિયાના આર્બર વેઝ, ઓપેરા હાઉસ, સેડી લેક, સિડની વગેરે જોરદાર સ્થળોનું ફિલ્મમાં સુંદર દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે. મારે ફિલ્મમાં ઇન્ટરનેશનલ લોકેશન્સ લેવા હતા એટલે ફિલ્મ થોડી ધીમી સ્પીડમાં મેં બનાવી. કારણ કે પહેલા ગુજરાતી ફિલ્મોનું ઓડિયન્સ આવી વાર્તાઓ ગળે જ નહોતી ઉતારતી. પણ હમણાં આવેલી હીટ ફિલ્મોથી આપણી જનતા પણ સમજદાર થઇ. હવે વિદેશી લોકેશન ગુજરાતી ફિલ્મોમાં જોઈને ખુશ થાય છે. આમ તો દિગ્દર્શક જયકર ભોજકની પર્સનાલીટી કિશોર કુમાર જેવી જ છે. તેઓ કિશોરના સોન્ગ્સના લાઈવ પ્રોગ્રામ પણ કરે છે. કિશોર કુમારની જેમ જ ‘ઠન ઠન ગોપાલ’ માં જયકર ભોજકે દિગ્દર્શક, કલાકાર, સંગીતકાર, ગાયક, કથા, પટકથા, સંવાદ તમામ પાસાઓમાં પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. ફિલ્મમાં માત્ર હાસ્યથી ભરપુર મનોરંજન છે. ફિલ્મના ગીતોમાં ‘શોધતા હો જો મને તમે તો સીધા ચાલ્યા આવો’ ગીત મનહર ઉધાસના કંઠે સાંભળવા મળશે. આ ગીતમાં મનહર ઉધાસ પહેલીવાર કોઈ ફિલ્મી ગીતમાં ઓનસ્ક્રીન આવી રહ્યા છે. જેમાં ત્રણ હજાર શ્રોતાઓ તેને સાંભળી રહ્યા છે. આટલા ક્રાઉડ સાથેની મનહર ઉધાસ નાઈટ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં એક હિન્દી સોંગ ‘લંબી લંબી ગાડી હૈ’ પણ દર્શકોને સાંભળવું ગમે તેવું બન્યું છે. એક કોમેડી સોંગ ‘મોના ઇન્ડિયા ગઈ, બોલો ભારતમાતાની જય’ તથા ૧૯૯૩ નું તેમનું રેપ આલ્બમ સોંગ ‘દીવાની દીવાની’ વીસ વર્ષ બાદ ફરી એ જ અંદાઝમાં આ ફિલ્મમાં સાંભળવા મળશે.  



n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes