manmohan desai
Posted by gujarati kalakar
Posted on 03:11
with No comments
બિગ બીને સુપરસ્ટાર બનાવનારા આ ગુજરાતીએ છત પરથી લગાવી હતી છલાંગ
૧ માર્ચના રોજ મૂળ ગુજરાતી એવા મનમોહન
દેસાઈની પૂણ્યતિથિ હતી. જેને લઈ
વેટરન ફિલ્મ પત્રકાર દિલીપ ઠાકુરે મનજી
અંગે અનેક રસપ્રદ વાતો લખી છે. હિન્દી ફિલ્મ જગતમાં અમુક એવા સફળ નિર્માતા-નિર્દેશક છે જેનું
ક્યારેય પણ વિશ્લેષણ થયું નથી. તેણે કેટલી અને કઈ ફિલ્મ સુપરહિટ આપી તેનું
મુલ્યાંકન થયું છે અને તેમાના એક છે. મનમોહન દેસાઈ! ૧ માર્ચ ૧૯૯૪ના રોજ પોતાના
ખેતવાડીના પ્રતાપ નિવાસની છત પરથી પડતા
તેનું અવસાન થયું. કોઈ તેને
આત્મહત્યા કહે છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ ૫૮મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ તેના ત્રીજા દિવસે જ
આ ઘટના બની. મ્યૂઝિક,
મસ્તી, મનોરંજન, મેડનેસ
અને મેજિક એટલે મનમોહન દેસાઈની ફિલ્મ્સ
મનમોહન દેસાઈને ઘણા 'ફન'મોહન નિર્દેશક માનતા
હતા. ઘણા આજે પણ કહે છે કે, મ્યૂઝિક, મસ્તી, મનોરંજન, મેડનેસ અને મેજિક એવા પાંચ એમ ફેક્ટરની યોગ્ય કેમિસ્ટ્રી એટલે મનમોહન દેસાઈની ફિલ્મ્સ. તો ઘણા કહે છે કે, નોનસેન્સ ફિલ્મ્સનું સેન્સફુલ અંદાજ એટલે મનમોહન દેસાઈની ફિલ્મ સંસ્કૃતિ. પરંતુ
તેનાથી આગળ ચાલીને પણ મનમોહન દેસાઈની ફિલ્મ્સને સ્વીકાર કરી શકાય છે. જો
આપણે કહી કે તે સરરિયલસ્ટિક(અતિ યથાર્થવાદી) નિર્દેશક છે તો કદાચ અમુક લોકો
ચોંકી જશે. તેમણે નિર્દેશક સલ્વોદર દાલીને ફોલો કર્યા એમ પણ કહી શકાય.
જ્યારે મનજીએ મેડિકલ
સાયન્સના નિયમોને મુક્યા નેવે
કોઈ અતિશયોક્તિ ભરેલી
ઘટનાને સ્ક્રિન પર સાકાર કરતી વખતે ઓડિયન્સને કન્વીન્સ કરવામાં હંમેશા સફળ
રહેતા હતા. તે વાસ્તવવાદથી દૂર તો હતું પણ તે જ અતિશયોક્ત મનોરંજનને
ઓડિયન્સે કોઈપણ શરત કે તકરાર વિના સ્વીકાર્યું. તે પછી 'અમર અકબર એન્થોની'માં એક જ સમયે વિખુટા
પડેલા ભાઈઓ એક જ સમયે પોતાની માને
રક્તદાન કરે છે, તેમને તે સમય ખબર નથી
કે તે તેની મા છે. આ મેડિકલ સાયન્સ
મુજબ શક્ય નથી. આવું કોઈ વિચારી શકે પણ
નહીં, પણ મનજી આવું બતાવતા પણ હતા અને આવા દ્રશ્યોમાં
સિનેમાઘરોમાં તાળીઓ પણ પડતી હતી.
'મર્દ'માં દારાસિંહ પાસે ખેંચાવ્યું વિમાન
મનજીએ 'મર્દ'માં તો તેનાથી પણ વધુ કમાલનો સીન બતાવ્યો, રન વે પરથી ટેક ઓફ થવાની તૈયારીઓમાં રહેતા હવાઈ જહાજને દારાસિંહ દોરડાથી ખેંચી
રોકાવી દે છે. એક તો આવું કોઈ વિચારી શકે પણ નહીં અને માણસ ગમે એટલો
શક્તિશાળી હોય તો પણ આવું કરી શકે નહીં. જે વાસ્તવમાં શક્ય ના હોય તે મનમોહન
દેસાઈની ફિલ્મ્સમાં હાઈલાઈટ થતું હતું. આ મનજીની અલગ ઓળખ હતી. મનજી ગિરગાવના
પ્રતાપ નિવાસમાં રહેતા હતા. તેની ઓફિસ પણ તે જ બિલ્ડીંગમાં હતી તેઓ એકદમ ખુલા
દિલના વ્યક્તિ હતા, કોઈપણ વાતને લઈ ખુલીને વાત કરતા હતા.
ફિલ્મના સેટ પર ટીવીની માણતા મજા
રવિવારે તેઓ અપ્સરા થિયેટરના
સામેના મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતા હતા. આજે પણ તે મેદાન બહાર
તેની તે ક્રિકેટ ટીમનું બોર્ડ છે. તેના પર મનમોહન દેસાઈનું નામ પણ છે.
પોતાની ફિલ્મના સેટ પર તે ટીવીની વ્યવસ્થા કરતા હતા અને તેનાથી ખુશ થઈને
નિર્દેશન પણ કરતા હતા. જીવનના અંત સુધી તેમણે ગિરગાવ છોડ્યું નહીં, આ અંગે પૂછવા પર તેઓ
કહેતા કે, અહીં રહેવાથી આસપાસના સમાજમાં શું ચાલી રહ્યું છે, કઈ વાતને લઈ લોકો શું
વિચારે છે, તેની મને જાણ થાય
છે,
અને હું તેનો મારી ફિલ્મ્સમાં મારી રીતે
ઉપયોગ કરું છું. અહીં રહેવું
મને કામમાં આવે છે, આ તેના વિચારો હતા, તેઓ ઘણીવાર તેના ઘર પાસે યુનિયન હાઈસ્કૂલની બાજુમાં નાના મંદિરમાં રસ્તા પર ઉભા
રહી ભગવાનને નમસ્કાર કરતા હતા.
ફિલ્મમાં બતાવતા સર્વધર્મ સમભાવ
તેઓ કહેતા હતા આપણા
દેશમાં કોઈપણ ફેમિલીમાં કોઈ વ્યક્તિ બીમાર પડી જાય છે અથવા તો તેને હોસ્પિટલમાં
રાખવામાં આવે છે. તે સમયે તે ઘરમાંથી કોઈ પહેલા મંદિરમાં પ્રાર્થના
કરે છે, હું તે વાસ્તવને મારી ફિલ્મ્સમાં બતાવું છું. મનજીની
આ વાત મહત્વપૂર્ણ અને બિલકુલ સાચી પણ છે. સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્રીય એકાત્મકતા
પણ તેની ફિલ્મ્સની ખાસિયત હતી. 'દેશપ્રેમીઓ આપસ મેં
પ્રેમ કરો' આ તેની 'દેશપ્રેમી' ફિલ્મનું સોંગ છે.
તેમણે 'ગંગા જમુના
સરસ્વતી'
ફિલ્મ બાદ ફિલ્મ નિર્દેશનમાં નિવૃત્તિ
જાહેર કરી દીધી, અને તેની આ
વાત પર વળગી પણ રહ્યા.
આ ઈચ્છા ક્યારેય પુરી થઈ નહીં
આ ફિલ્મની એક ફાઈવસ્ટાર
હોટલમાં થયેલી પાર્ટીમાં તે ઘણા ભાવુક પણ જોવા મળ્યા હતા અને તેની સ્પીચ
પણ ભાવપૂર્ણ રહી. અમિતાભ બચ્ચન સાથે તેઓ સારી રીતે જોડાયેલા હતા, આથી અમિતાભ જેવી
વેનિટી વાન તેમણે બનાવડાવી. કોઈ સ્ટુડિયોમાં આ બે વેનિટિ જોવા મળે
તો સમજી જવાનું કે મનમોહન દેસાઈની 'ગંગા જમુના
સરસ્વતી'
અથવા તો 'તુફાન'નું શૂટિંગ ચાલી રહ્યું છે. તેઓ 'તુફાન'ના નિર્માતા હતા, અને નિર્દેશન તેના દીકરા કેતને કર્યું હતું. તેઓ નૌશાદના ફેન હતા પણ ક્યારેય તેઓ તેમની સાથે કામ કરી શક્યા નહીં, મનજીની આ ઈચ્છા ક્યારેય પુરી થઈ નહીં.
Labels:
gujarati mahima
0 comments:
Post a Comment