Home » » parveen babi

parveen babi




૩-૩ પુરૂષો સાથે રહી લિવ ઈનમાં, આલિયાના બાપે તરછોડતા બની'તી પાગલ


ટાઈમ જેવા પ્રતિષ્ઠીત મેગેઝીન પર ચમકનારી પ્રથમ બોલિવૂડ એક્ટ્રેસ અને એક સમયે લાખો લોકોની દિલની ધડકન પરવીન બાબીની આજે બર્થ એનિવર્સરી છે. પરવીનનો જન્મ ચાર એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. પરવીનના પિતા વલી મહમ્મદ બાબી જુનાગઢ નવાબના કારભારી હતાં. પરવીનની ફિલ્મ્સ કરતા તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. ત્રણ-ત્રણ પુરૂષો સાથે રહી લિવ-ઈનમાં,આલિયાના પિતાએ તરછોડતા બની હતી પાગલ

તેના જીવનમાં ઘણા પુરૂષો આવ્યા અને ગયા હતા. જેમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડેનિ ડેન્ગ્ઝોપાનો સમાવેશ થાય છે. જોકે ત્રણ ત્રણ પુરૂષો સાથે પ્રેમ સંબંધો અને ત્રણેય સાથે લિવ-ઈનમાં રહેવા છતાં તે આજીવન અપરિણીત રહી હતી. આ તમામ પુરૂષો એક બાદ એક તેને છોડીને ચાલ્યા ગયા હતા. મહેશ ભટ્ટ મુજબ, તે છેલ્લા દિવોસમાં પાગલ થઈ ગઈ હતી. તેની પાછળનું કારણ પણ મહેશ ભટ્ટ જ હોવાની તે સમયે ગોસિપ ચાલી હતી.



સાત વર્ષે ગુમાવ્યા પિતા
પરવીને સાત વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. શરૂઆતનું શિક્ષણ ઔરંગાબાદમાં મેળવી તે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાઈ હતી.

બી.આર ઈશારાની પડી નજર
કોલેજમાં જ જાણીતા નિર્માતા-નિર્દેશક બી. આર. ઈશારાએ તેને જોઈ અને ફિલ્મ 'ચરિત્ર' (૧૯૭૩) માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે આ ફિલ્મ નિષ્ફળ રહી પણ પરવીનની ગાડી સડસડાટ દોડવા લાગી. ત્યાર બાદ તેણે 'મજબૂર','દીવાર', 'અમર અકબર એન્થોની', 'કાલા પત્થર','શાન','કાલિયા' અને 'ખુદ્દાર' જેવી અનેક સફળ ફિલ્મ્સ આપી.



પરવીનની લાઈફમાં ડેનિની એન્ટ્રી
પરવીન જેટલી ઝડપથી ફિલ્મ જગતમાં સ્થાપિત થઈ, એટલી જ ઝડપે તેમણે એક સાથી પણ શોધી લીધો.તેનું નામ સૌપ્રથમ ડેનિ ડેન્ગ્ઝોપા સાથે જોડવામાં આવ્યું. ફિલ્મ 'ધુએં કી લકીર'થી શરૂ થયેલા આ સંબંધો ટૂંક સમયમાં જ આગળ વધી ગયા હતાં.જોકે આ સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ડેનિ સાથે સંબંધો તૂટતા જ પરવીન ભાંગી પડી.જોકે તેમણે જાતને તૂટવા ન દીધી. આ પ્રથમ પ્રેમભંગને ભુલાવી તે એક્ટર કબીર બેદીની નિકટ આવી.



પસંદ આવવા લાગ્યો કબીરનો સાથ
કબીરનો સ્વભાવ ઘણો બોલ્ડ હતો. તો આ તરફ સિગરેટ અને શરાબ પીનારી પરવીન પણ પાછી પડે એવી ન હતી. આમ બન્નેને એક બીજાનો સાથ પસંદ આવવા લાગ્યો .પરંતુ આ સંબંધો પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યાર બાદ તેની જિંદગીમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની એન્ટ્રી થઈ.



જ્યારે ચાકુ લઈ ઘરમાં પડી હતી પરવીન
મહેશ ભટ્ટ પરવીનને યાદ કરતા એક ઈન્ટરવ્યુમાં જણાવે છે કે,'જે દિવસે પરવીનનું મોત થયું તે દિવસે એક વાતનો અહેસાસ થયો કે તે મારી યાદોમાં હંમેશા જીવતી રહેશે. પરવીનનું પાગલપણું એક જુની વાત છે. કદાચ કોઈ સમજી શકશે નહીં કે પાગલ વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકાય'. 'આ બધુ શરૂ થતાં પહેલાં જ્યારે મેં પરવીનનું ઘર છોડ્યું ત્યારથી મને યાદ આવે છે. તે પ્રકાશ મહેરાની ફિલ્મના શૂટિંગ માટે નીકળી અને હું પણ મહેબૂબ સ્ટૂડીયો જવાનો હતો.હું યાદ કરુ છું ફિઝામાં કેટલી ઉદાસી હતી. તેનો મેકઅપ ખરાબ ન થાય તે માટે તે મને સંભાળીને ચૂમી હતી. મને જરાપણ ખબર ન હતી કે, જે પરવીનને હું જાણું છું તેને છેલ્લીવાર જોઈ રહ્યો છું. તેની હ્રદયવિદાર સ્થિતિને કઈ રીતે ભુલી શકું. જ્યારે હું તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે સાંજ પડી રહી હતી. તે પોતાની ફિલ્મ ગીતના પરિધાનમાં હાથમાં ચાકુ લઈ પડી હતી.



પહેલીવાર થયો માનસિક હુમલો
તે ભયથી કાંપી રહી હતી. તે સમયે તે એક પશુ જેવી લાગી રહી હતી અને મેં તેને આ રૂપમાં ક્યારેય જોઈ ન હતી.તેણે મને કહ્યું હતું કે 'મહેશ તે મને મારવા આવી રહ્યાં છે, જલ્દી થી દરવાજો બંધ કરી દે'.તેના શબ્દો સાથે જ પ્રેમના દીપ્ત દિવસોનો અંત આવી ગયો.હું તેની પાગલ આંખોમાં મૃત્યુના ચહેરાને જોઈ રહ્યો હતો. પરવીન મારી સામે જ ટુકડાઓ માં વિભક્ત થવા લાગી હતી અને હું તેના પર પડેલા માનસિક હુમલાને જોઈ લાચાર હતો. તેની બીમારી આનુવાંશિક હતી અને તે ઠીક થવાની સંભાવના લગભગ શૂન્ય હતી'.'પરંતુ અમને કંઈ કહેવામાં આવતુ ન હતું, કદાચ એમ કરવાથી તેની રોજગારી જોખમમાં મુકાઈ શકે તેમ હતી'



ધકેલાઈ ગુમનામીમાં
એક ચર્ચા મુજબ પરવીન બાબી અને મહેશ ભટ્ટના સંબંધોની નિષ્ફળતા જ પરવીનના મોતનું કારણ છે. બન્ને વચ્ચે લગભગ ૧૯૭૭થી ૧૯૮૦ સુધી સંબંધો રહ્યાં. પરવીન સ્કિઝોફ્રેનિયાનો ભોગ બનતા મહેશે તેની સાથેનો છેડો ફાડી નાંખ્યો. ત્યાર બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ છોડી દીધી હતી અને ગુમનામી ના અંધકારમાં ધકેલાઈ ગઈ હતી.તે અમેરિકા ચાલી ગઈ અને ધર્મનું શરણુ લીધુ. પરંતુ વર્ષો બાદ તે અચાનક મુંબઈ પરત ફરી અને અમિતાભ બચ્ચન પર આરોપોનો વરસાદ કર્યો.



આમ એકલી જ નીકળી ગઈ અનંત યાત્રાએ
અંતે ૨૦ જાન્યુઆરી ૨૦૦૫ના દિવસે પરવીન બાબીના જુહુના ઘરના પાડોશીઓને શંકા જતાં હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીને જાણ કરી હતી અને પછી પોલીસે ડુપ્લિકેટ ચાવી દ્વારા દરવાજો ખોલતાં ઘરની અંદર પરવીન બાબીની લાશ મળી હતી. તપાસના અંતે પોલીસને તેના મૃત્યુ પાછળ કોઈ કાવતરું રચાયું હોય તેવું નહોતું જણાયું, પણ પરવીન બાબીનું મૃત્યુ એક કારમી ઘટના હતી.પરવીન ડાયાબિટીસથી પીડાતી હતી,પરંતુ તેનાથી ગંભીર હતો તેનો સ્કિઝોફ્રેનિયા કે માનસિક રોગ. સંબંધોની તેની દુનિયા અત્યંત ઝંઝાવાતી અને અસ્થિર રહી હતી. તેને એકલવાયાપણું સતત સતાવતું હતું. આમ તે એક દિવસ સૌ કોઈને છોડી એકલી જ અનંત યાત્રાએ નીકળી ગઈ.


0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes