Home » » tawarikh e dhollywood part 9

tawarikh e dhollywood part 9




ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૯

                                                વી. એમ. વ્યાસ

પ્રિય મિત્રો!! આપ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના પ્રથમ બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહને જાણો છો.
જામનગરના ગુજરાતી ચંદુલાલ શાહની કંપની રણજીત મુવિટોનમાં એક જમાનામાં ૭૫૦ કર્મચારીઓ કામ કરતા. રણજીત ફિલ્મ કંપનીમાં એક વર્ષમાં ૫ થી ૬ ફિલ્મો બનતી.
મિત્રો!! સરદાર ચંદુલાલ શાહની કારકિર્દી ઘડનાર કોહિનૂર ફિલ્મ્સ. દ્વારકાદાસ સંપતનીકોહિનૂર ફિલ્મ કંપનીમાં રણજીતના સરદાર ચંદુલાલ શાહ સ્ટોરી રાઇટર હતા. પછી આસિસ્ટંટ ડાયરેક્ટર બન્યા.
કોહિનૂરની બોલિવુડના ફિલ્મ ઉદ્યોગને   બીજી એક કીમતી ભેટ તે મોહન ભવનાની. મોહન ભવનાની કોહિનૂર છોડ્યા પછી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નામ કમાયા. મારા મિત્રોને મોહન ભવનાનીની એક વાક્યમાં ઓળખ આપું?
ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહાન સંગીતકાર નૌશાદને ફિલ્મી દુનિયામાં લાવનાર મોહન ભવનાની.
મોહન ભવનાનીની ફિલ્મપ્રેમનગરતે સંગીતકાર નૌશાદની પ્રથમ ફિલ્મ.
આપે અમદાવાદના વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસનું નામ સાંભળ્યું છે? નહીં ને?
અમદાવાદમાં જન્મેલ આઝાદી પૂર્વેના સમયના –  એકમાત્ર નામાંકિત ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરને આપણે જાણતા નથી!!!  કદાચ આપ તેમને વી. એમ  વ્યાસ તરીકે જાણતા હશો.
અમદાવાદના વી.એમ. વ્યાસની ૧૯૫૨માં ફિલ્મ આવેલીસંસ્કાર’. તે અભિનેત્રી મુમતાઝ (ઉર્ફે મુમુ)ની સર્વ પ્રથમ  ફિલ્મ.
વી. એમ. વ્યાસની ફિલ્મસંસ્કારમાં માત્ર પાંચ વર્ષની મુમતાઝ બાળ કલાકાર (ચાઇલ્ડ આર્ટીસ્ટ) તરીકે ચમકેલી! આ વી.એમ. વ્યાસને આગળ લાવનાર પણ કોહિનૂર.
હોમી માસ્ટરનું તકદીર બદલનાર પણ દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપની’. મિત્રો! હોમી માસ્ટરનો પરિચય આવી ગયો.  પરંતુ આજે આપને બીજી એક મઝાની વાત કહું.
હિંદી ફિલ્મ ઇંડસ્ટ્રીના મશહૂર ગાયક- પ્લેબેક સિંગર કિશોરકુમારની બાળ કલાકાર (ચાઇલ્ડ આર્ટીસ્ટ) તરીકે સર્વ પ્રથમ ફિલ્મના દિગ્દર્શક હોમી માસ્ટર.
૧૯૩૫માં અરદેશર ઇરાનીનીઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની ફિલ્મદો ઘડી મૌજમાં ચાર વર્ષના કિશોરકુમાર બાળ કલાકાર હતા.
કોહિનૂર ફિલ્મ્સનો બીજો એક ચમકેલો સિતારો નંદલાલ જશવંતલાલ. આપણે આ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરને યાદ રાખ્યા છે?
નંદલાલ જશવંતલાલ દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે બારડોલીના વતની. તકદીર અજમાવવા મુંબઈ પહોંચ્યા. પાંત્રીસેક વર્ષ બોલિવુડના ફિલ્મ ઉદ્યોગ સાથે સંલગ્ન રહ્યા.
નંદલાલ જશવંતલાલની એક મહત્વની ફિલ્મ પ્રદીપકુમાર વૈજયંતીમાલાને ચમકાવતી ૧૯૫૪ની નાગિન’.


                                                                                   વી. એમ વ્યાસ
 
તેમની છેલ્લી ફિલ્મ ૧૯૬૩માં આવેલી રાજેન્દ્રકુમાર મીનાકુમારીની અકેલી મત જઈઓ’. આ ફિલ્મના નિર્માણ દરમ્યાન આપણા ગુજરાતી ડાયરેક્ટરનું અવસાન થયું.
મિત્રો! આપ જાણો છો કે દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપનીએક ઓર શાનદાર દેન તે આપણા ગુજરાતી પટકથાલેખક મોહનલાલ ગોપાળદાસ દવે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઇટર મોહનલાલ જી. દવેની  પ્રથમ ફિલ્મકોહિનૂરની ૧૯૨૧ની ફિલ્મ મહાસતી અનસૂયા’.
કોહિનૂરસાથે સંલગ્ન એક પ્રસિદ્ધ ગુજરાતી લેખક તે હરજી લવજી દામાણી ઉર્ફે શયદા.
મિત્રો! દ્વારકાદાસ સંપત અને તેમની કોહિનૂર ફિલ્મ્સની અવનવી વાતો આજે મારા હૃદયમાં ધબકતી રહે છે.
મારી આંખોમાં આજે ય માણેકલાલ પટેલ અને દ્વારકાદાસ સંપત ની જુગલ જોડી તરવરે છે.
એકની કૃષ્ણ ફિલ્મ કંપની, બીજાની કોહિનૂર ફિલ્મ કંપની.
ઇસ્ટ દાદરમાં માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીનો ગુજરાત સ્ટુડિયોહતો. આજે દાદરના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ગુજરાત સ્ટુડિયોનું નામનિશાન નથી રહ્યું.
કૃષ્ણ ફિલ્મ કંપની પ્રસિદ્ધ થઈ તેની ૧૯૨૫ ની ફિલ્મ બાપકમાથી.
 આ ફિલ્મની વાર્તા આપણા ગુજરાતી લેખક હરજી લવજી દામાણી ઉર્ફે શયદાની. ફિલ્મના ડાયરેક્ટર હતા કાનજીભાઈ રાઠોડ.   વાચકોને આનંદ થશે કે બાપકમાઈમાં મિસ ગુલાબ અને મિસ ગોહર (ઉર્ફે ગૌહર જાન) – બે ગુજરાતી અભિનેત્રીઓએ અભિનય આપ્યો.. બંનેને તે જમાનાના બોલિવુડમાં ખૂબ પ્રસિદ્ધિ મળી.


 
અભિનેત્રી ગુલાબ તો સાઠ કરતાં વધુ  ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં. ૧૯૨૫માં સિનેમાના પડદે આવનાર ગુલાબની છેલ્લી ફિલ્મ ૧૯૬૭માં દિલીપકુમારની રામ ઔર શ્યામ’. તે પહેલાં ગુલાબનો અભિનય ચેતન આનંદની ફિલ્મ હકીકતતથા શોભના સમર્થની ફિલ્મ છબીલીમાં પણ જોવા મળેલો. શોભના સમર્થને ઓળખો ને? શોભના સમર્થ એટલે કિંગ ખાન શાહરૂખખાન સાથે હીટ ફિલ્મ્સ આપનાર અભિનેત્રી કાજોલના નાનીજી. મને દુઃખ તે થાય છે કે કારકિર્દીની છેલ્લી ફિલ્મોમાં ગુલાબને નાનકડા રોલ મળતા! સમયની બલિહારી!!!
બીજી બાજુ, ગૌહરને મુંબઈના ફિલ્મ જગતના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ (રણજીત સ્ટુડિયોવાળા) નો સાથ મળી ગયો.
બાપકમાઈફિલ્મમાં અભિનેતા નંદરામ પહેલવાન તથા ગંગારામ હતા.
મહારાષ્ટ્રના સામાન્ય કુટુંબમાંથી આવતા નંદરામ કુશળ કુસ્તીબાજ હતા. નંદરામ પહેલવાન માણેકલાલ પટેલની બાપકમાઇમાં હીરો બન્યા અને પછી કૃષ્ણની પચીસેક ફિલ્મોમાં ચમક્યા.
ફિલ્મના બીજા અભિનેતા ગંગારામ મૂળ સૌરાષ્ટ્રના. ગંગારામ કોહિનૂરની હીટ ફિલ્મ ભક્ત વિદૂરમાં અભિનય કરી ચૂક્યા હતા.
કૃષ્ણની બીજી ફિલ્મ આવી રામભરોસે’. આ ફિલ્મના ડાયરેક્ટર દક્ષિણ ગુજરાતના બારડોલીના હર્ષદરાય સાકરલાલ મહેતા હતા. આ ફિલ્મમાં નંદરામ અને ગુલાબ સાથે મિસ એરમેલિન (એર્મેલિન)નામની બોલ્ડઅભિનેત્રીએ કામ કર્યું હતું.
વાચકોને આશ્ચર્ય થશે પણ સાયલેન્ટ મુવી સિનેમાના જમાનામાં મિસ એરમેલિન બિન્ધાસ્તપણે ચુંબન દ્રશ્યો અને પ્રેમપ્રચૂર દ્રશ્યોમાં જાનદાર અભિનય આપતાં. મુંબઈના વિખ્યાત ફિલ્મ નિર્માતા અરદેશર ઇરાનીની ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની ૧૯૩૦ની એક ફિલ્મ સિનેમા ગર્લમાં એરમેલિન (એર્મેલિન) સાથે વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો યાદગાર અભિનય હતો.
મેં આપ સાથે આટલી બધી વાતો કરી, તો પણ  માણેકલાલ પટેલનીકૃષ્ણ ફિલ્મ કંપનીની વાતો ઘણી અધૂરી છે.
મુંબઈના દાદર ઇસ્ટ સ્ટેશનથી આગળ સ્વામિનારાયણ મંદિર પાસેથી નીકળો ત્યારે માણેકલાલ પટેલને જરૂર યાદ કરશો!
આપને કેવી રીતે સમજાવું કે ગુજરાત અને ગુજરાતીઓના મહામૂલા યોગદાનને કારણે જ ભારતીય સિનેમા ઉદ્યોગની ઇમારત આજની બુલંદી પર અડીખમ ઊભી છે!


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes