tawarikh e dhollywood part 1
Posted by gujarati kalakar
Posted on 03:05
with No comments
ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ – ભાગ ૧
૧૮૯૬ની સાતમી
જુલાઈનો દિવસ.
મુંબઈ શહેર. કાલાઘોડા વિસ્તારમાં વોટસન હોટેલ.
જૂની મુંબઈથી જ્ઞાત વાચકો જાણતા હશે કે કાલા ઘોડા વિસ્તારનું નામ બ્રિટીશ રાજવી કિંગ એડવર્ડ ઘોડા
પર સવાર હોય તેવી પ્રતિમાને આભારી છે. કાલા ઘોડા વિસ્તારના
મ્યુઝિયમ નજીક આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ.
ત્યાં હતી વોટસન હોટેલ.
મુંબઈની વોટસન હોટેલમાં ફ્રાંસના
લુમિયેર બ્રધર્સની ફિલ્મોનો ભારતનો પ્રથમ ફિલ્મ શો યોજાયો.
આ ફિલ્મ શોની જાહેરાત ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કરવામાં આવી હતી. ફિલ્મની ટિકિટ તે
સસ્તાઇના જમાના પ્રમાણે ખૂબ ઊંચી રાખી હતી – એક
રૂપિયો!! દિવસના ચાર ટૂંકા શો થતા.
ફિલ્મો જ કેટલી ટૂંકી હતી! એક ફિલ્મ માંડ ૪૫ થી ૬૦ સેકંડ
ચાલતી!
ન વાર્તા, ન
પ્રસંગો. ન તો પાત્રો, ન અવાજ.
બસ, માત્ર હાલતાં ચાલતાં ચિત્રો જોવાનાં. અને
છતાં તે જોઈ લોકો ઘેલાં બન્યાં!
ભારતમાં શરૂઆતમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ્સનાં નામ કાંઈક આવાં હતાં: ધ અરાઇવલ ઓફ ટ્રેઇન, ધ સી
બાથ, સ્ટ્રીટ ડાંસીઝ ઓફ લંડન, બેબીઝ ડિનર, એંટ્રી
ઓફ સિનેમેટોગ્રાફ, વગેરે …
હાલતાં ચાલતાં ચિત્રોવાળી સિનેમાએ લોકોને આશ્ચર્ય
ચકિત કરી દીધાં.
“ધ અરાઇવલ ઓફ ટ્રેઇન”માં
ટ્રેઇનને પડદા પરથી પોતાના તરફ આવતી જોઇને લોકો ડરી જતાં! દરિયાનાં ઊછળતાં મોજાં
લોકોને ડરાવી દેતાં!
વોટસન હોટેલના ફિલ્મ શો મુંબઈમાં જ નહીં, હિંદુસ્તાનભરમાં
ચર્ચાનો વિષય બન્યા. ત્યાર પછી મુંબઈના નોવેલ્ટી થિયેટરવાળા
બિલ્ડીંગમાં સિનેમા શો યોજાવા લાગ્યા.
વિશ્વફલક પર સિનેમા ઉદ્યોગની પાયા રૂપ ટેકનોલોજીના
ઉદયની વાત આપણે જાણી.
ફિલ્મ-સિનેમા ઉદ્યોગનો સંપૂર્ણ ઈતિહાસ આલેખવો અશક્ય જ છે. આપણે
ચલચિત્રોના ઈતિહાસનાં રસપ્રદ પૃષ્ઠો
ઉથલાવીશું અને કેટલાંક પાસાંઓ પર ઊડતી નજર નાખીશું. સિનેમાની કંઇક અજાણી, કંઇક અવનવી, કંઇક
ખાટીમીઠી વાતો વાગોળીશું.
આજે ફિલ્મ આપણા જીવનમાં આનંદપ્રમોદનું મહત્વનું માધ્યમ છે. આપણે આજ-કાલની ફિલ્મોથી માહિતગાર હોઇએ
છીએ. પરંતુ આ ફિલ્મ ઉદ્યોગને વિકસાવનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ
તથા તેમને સંલગ્ન પ્રસંગો કે ઘટનાઓ વિશે
આપણે કેટલા બેખબર છીએ?
આપણી જાતને થોડી ઝકઝોરીશું?
શું આપણે જાણીએ છે કે વિશ્વની પ્રથમ ફીચર ફિલ્મ કયા
દેશમાં ક્યારે બની? અમેરિકા
કરતાં ભારતમાં ફીચર ફિલ્મ પહેલાં બની… સાચી
વાત કે ખોટી? પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ કઈ – “પુંડલિક” કે “રાજા
હરિશ્ચન્દ્ર” ? ભારતીય ફિલ્મ ઈતિહાસમાં પ્રથમ અભિનેતા કોણ?
પ્રથમ સ્ત્રી અભિનેત્રી કોણ?
આ પ્રશ્નોના ઉત્તરો આપણે આપી શકીએ કે ન આપી શકીએ ….
પણ જો ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓએ શો ફાળો આપ્યો છે, તે
આપણને ન ખબર હોય તો એક ગુજરાતી તરીકે
આપણે આપણી જાતને અન્યાય કરી રહ્યા છીએ.
n ગજ્જર
નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment