tawarikh e dhollywood part 2
Posted by gujarati kalakar
Posted on 03:06
with No comments
ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ – ભાગ ૨
દ્વારકાદાસ સંપત
અને મોહનલાલ જી. દવેથી માંડી ગુજરાતના ચંદુલાલ શાહ સુધીના
અગણિત ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને કાંચન-સિદ્ધિ
અપાવી છે .
મૂંગી ફિલ્મોના જમાનામાં ભારતની એમજીએમ કહેવાતી મુંબઈની
ગુજરાતીકંપની કોહિનૂર ફિલ્મ્સ કંપની વિશે આપણી જાણકારી કેટલી? ભારતની પ્રથમ મૂંગી રહસ્ય – સસ્પેન્સ થ્રીલર – ફિલ્મ “કાલા
નાગ” – તેના નિર્માતા ગુજરાતી, દિગ્દર્શક
ગુજરાતી.
ભારતની સૌ પ્રથમ અતિ ખર્ચાળ ફિલ્મ “વીર
અભિમન્યુ”નું દિગ્દર્શન મણિલાલ જોષી નામક ગુજરાતીનું.
જામનગરના સરદાર
ચંદુલાલ શાહની કંપની રણજીત ફિલ્મ્સ દ્વારા ૧૯૩૧ થી ૧૯૬૪ દરમ્યાન
૧૨૦ જેટલી ફિલ્મો બની! આવી ઘણી બધી વાતો અદના ગુજરાતીની નજરે નથી પડતી. આપણે આ વાતો પર પણ નજર
નાખતા રહીશું. આપણે ફિલ્મ ઈતિહાસનું
વિહંગાવલોકન કરીશું. આપ સૌને જરૂર રસ પડશે.
બીજા જ વર્ષે મુંબઈની
વોટસન હોટેલમાં ભારતનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો
યોજાયો. હિંદુસ્તાનમાં હાલતાં ચાલતાં ચિત્ર કે ચલચિત્ર (સિનેમા) પાછળ
લોકો ઘેલાં થયાં.
કેટલાક વિદેશી કેમેરામેનો (ગુજરાતીમાં આવાં બહુવચનનાં રૂપોને
વાચકો ક્ષમ્ય ગણે!!) એ ભારતમાં ફિલ્મો ઉતારવાના નવા ધંધામાં
ઝંપલાવ્યું. યુરોપથી આવેલા આ સિનેમેટોગ્રાફરો રાજવી કુટુંબો અને શ્રીમંત વર્ગમાં મહત્વના પ્રસંગોની ફિલ્મો ઉતારી
આપતા.
કેટલાક સૂઝબૂઝવાળા ભારતીયો વળી બે ડગલાં આગળ
વધ્યાં. તેમણે સ્થાનિક વિસ્તારો અને સ્થાનિક વિષયો કે ઘટનાઓ પર ફિલ્મ્સ ઉતારવી શરૂ
કરી. મહારાષ્ટ્રમાં,
ખાસ કરીને મુંબઈમાં આ
કામ જામ્યું.
વાચકમિત્રો! આ કથા ઓગણીસમી સદીના અસ્ત સમયની છે
જ્યારે સિનેમા ઉદ્યોગના સિંહ સોહરાબ મોદી અને ફિલ્મ
નિર્માણના સરદાર
ચંદુલાલ શાહ માંડ પા પા પગલી માંડતા શીખ્યા હતા. બિગ બી અમિતાભ
બચ્ચનને સુપર સ્ટાર પદે સ્થાપિત કરનાર અને બોલિવુડના
શોમેનનું બિરૂદ પામનાર મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈ
(પેરેમાઉંટ ફિલ્મ કંપનીવાળા) તો હજી પારણામાં ઝૂલતા હતા.
વીસમી સદીના ઉદય સમયે જ્યારે દાદાસાહેબ ફાલકે (ફાળકે)
ફોટોગ્રાફીમાંથી સિનેમેટોગ્રાફી તરફ જવાનાં સ્વપ્નાં સેવતા હતા,
ત્યારે મુંબઈના એક વ્યવસાયી સજ્જન હતા સાવેદાદા ઉર્ફે હરિશ્ચન્દ્ર ભાટવડેકર.
કેમેરા અને ફોટોગ્રાફીક મટીરિયલ વેચવાનો તેમનો ધંધો. વ્યાવસાયિક જોખમ ઉઠાવી તેમણે વિદેશથી સિનેમેટોગ્રાફ અને ફિલ્મ
સામગ્રી મંગાવ્યાં.
શરૂઆતમાં સાવેદાદાએ બે ટૂંકી ફિલ્મો ઉતારી. એક તો
પહેલવાનોની કુસ્તીની; બીજી ફિલ્મ મદારી અને વાંદરાના ખેલની.
તે વખતે સિનેમા ગૃહો ન હતાં. ખુલ્લી જગ્યા કે મેદાનમાં તંબૂ ઠોકાતા. આવા તંબૂમાં રાત્રે ફિલ્મ
શો યોજાતા. ખાસ પ્રેક્ષકોને મૂકવા જવા માટે શો પછી “સ્પેશ્યલ ટ્રાન્સપોર્ટ (!)”ની વ્યવસ્થા હતી. અરે ભાઈ! એ જમાનામાં હજી મોટર ન
હતી. નસીબવંતા પ્રેક્ષકો વિક્ટોરિયા
– ઘોડાગાડીમાં બેસીને વિદાય થતા!
n
ગજ્જર નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment