Showing posts with label actresses. Show all posts
Showing posts with label actresses. Show all posts



‘બબાલ’ ફિલ્મની હિરોઈન પૂજા ભટ્ટ નાનપણમાં આઈના સામે ઉભી રહી કરતી તી ડાન્સ

ફિલ્મોની ચમકમાં ગુજરાતી અભિનેત્રીઓ જેટલી ગ્લેમરસ દેખાય છે તેનાથી વધુ બોલ્ડ અને બ્યુટીફુલ રાજ્ય બહારની અભિનેત્રીઓ લાગી રહી છે. ગુજરાતી ફિલ્મોના દરવાજા તો બધા માટે ખુલ્લા હતા જ. પણ પહેલા અમુક બિનગુજરાતી અભિનેતા અભિનેત્રીઓએ સંબંધોને કારણે ગુજરાતી ફિલ્મો સ્વીકારી. હવે ગુજરાતી ફિલ્મોએ આખા રાષ્ટ્રમાં ડંકો વગાડ્યો છે. બોલીવૂડ કલાકારોની મીટ ફિલ્મ મેકર્સ ફિલ્મના શુટ માટે વિદેશના લોકેશન્સ શોધી રહ્યા છે. જે થોડા અંશે સારી બાબત છે જો ફિલ્મ સફળ જાય તો. નહિ તો પ્રોડ્યુસરે નાહી નાખવાનું. આપણે હિરોઈનની વાત કરતા કરતા નકામી પંચાત કરવા લાગ્યા. પીકેપી ફિલ્મ પ્રોડક્શનમાં બનીને તૈયાર થયેલી ફિલ્મ ‘ બબાલ’ જેના નિર્માતા પાર્થ પ્રજાપતિ અને દિગ્દર્શક સંકેત વાઝા છે. ‘બબાલ’ ફિલ્મ તેની અભિનેત્રીઓને લઈને જ ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મમાં બિનગુજરાતી, બિન્દાસ અને ચુલબુલી અભિનેત્રી પૂજા ભટ્ટ એક મસ્તીખોર પાત્ર ભજવી રહી છે. જે ક્યારેક સામાન્ય લાગે છે તો ક્યારેક ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. તે યુવતી જયારે પરિવાર અને પ્રેમમાં કોને મહત્વ આપવું તે મથામણમાં પડે છે અને જયારે તેને વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે તે શું નિર્ણય લે છે તે પાત્ર પૂજા માટે બહુ જ યાદગાર બની રહ્યું છે. મૂળ જમ્મુ કાશ્મીરની આ કુડી ૨૦૧૫ – ૧૬ માં મિસ ગુજરાતનો ખિતાબ જીતી સાથે સાથે MBA નો અભ્યાસ તો ચાલુ જ હતો. અગાઉ એક ગુજરાતી ફિલ્મ ‘લવ લગનને લોચા’ માં કામ કરતા કરતા તેના અભિનયની અદા ફિલ્મમેકર્સના આંખોમાં વસી ગઈ અને એ ફિલ્મ બસ તરત ‘બબાલ’ ફિલ્મ તેને મળી.



પ્ર – રોલ પસંદ કરતા સમયે શું ધ્યાન રાખો છો ?
ઉ – મારી પ્રથમ ફિલ્મનો રોલ ચેલેન્જિંગ હતો મારા માટે અને ‘બબાલ’ ફિલ્મમાં પણ મારા રોલમાં પાંચ છ વેરીએશન છે. ટૂંકમાં જે ફિલ્મોમાં હિરોઈન ફક્ત કઠપુતળી બનીને નાચે કુદે એવા રોલ મારે નથી કરવા. મારે વુમન પાવર બતાવવો છે. મારે એવી જ ફિલ્મો કરવી છે જેમાં હિરોઈન હીરો કરતા સહેજ પણ કમ ન હોય. હું માધુરી દીક્ષિતની બહુ જ મોટી ફેન છું. આ યોગાનુયોગ છે કે તેણે પોતાની કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી અને મારી કેરિયર પણ ગુજરાતી ફિલ્મથી જ થઇ.



પ્ર – ગુજરાતી ભાષા કલ્ચર કેવું છે ?
ઉ – હું છેલ્લા ૮ વર્ષથી ગુજરાતના અમદાવાદમાં જ રહું છું. હું ભલે નોનગુજરાતી રહી પણ ગુજરાતી ફિલ્મમાં મેન પોતે ખૂબ જ મહેનત કરી ગુજરાતી ડાયલોગ્ઝ બોલ્યા છે. ગુજરાતી લોકો ખૂબ જ મીઠડા હોય છે જેથી મને તે ગમે છે. ફિલ્મી વાતાવરણમાં રહીને હું ઘણું નવું નવું શીખી છું. અમુક શબ્દો જેવા કે ‘કંટાળો’ જેવા શબ્દો મને સમજમાં નહોતો આવતો પછી ખબર પડી કે એનો મતલબ લેઝીનેસ હોય છે. ત્યારે મને હસવું આવી જતું હતું. હજી બીજી ત્રણ ચાર ફિલ્મોની વાત ચાલે છે જેમાં પણ હું જાતે જ ગુજરાતી બોલીશ અને આમ ધીરે ધીરે ગુજરાતી શીખતી જઈશ. ફિલ્મના નિર્માતા શબ્બીર કુરેશી કે ડિરેક્ટર સંકેત વાઝા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ‘બબાલ’ ફિલ્મમાં કોમેડી છે, રોમાન્સ છે, ફ્રેન્ડશીપ છે અને એવું સારૂ મનોરંજન છે કે દર્શકોને મજા પડશે.



પ્ર – હિરોઈન ન હોત તો ?
ઉ – તો કદાચ કંઈ ન હોત. મારા મોમ કહેતા કે ટીવી પર જયારે ગીત આવતું ત્યારે હું તે હિરોઈનને જોઈને તેના સ્ટેપ ફોલો કરતી. ક્યારેક ક્યારેક આઈના સામે પણ ડાન્સ કરવાનું ચાલુ કરી દેતી હતી. એટલે મારી કેરિયર હિરોઈન બનીને જ આગળ વધારતી રહીશ.



n  ગજ્જર નીલેશ

કિરણ આચાર્યની બહેનપણીના પાત્રમાં જોવા મળશે – સુષ્મા જાધવ



    તા.૧૭ નવેમ્બરના દેવદીવાળીના શુભ દિવસે ‘સપના એન્ટરપ્રાઈઝીસ’ ના બેનર હેઠળ નિર્માતા ભૂપત ભાવનગરીની ફિલ્મનું મુહુર્ત યોજવામાં આવ્યું. કંઇક અલગ કરવાનું વલણ ધરાવતા ભુપતભાઈએ ફિલ્મની આમંત્રણ પત્રિકા પણ લગ્ન કંકોતરીના સ્વરૂપે તૈયાર કરી હતી. વિજય દલવાડી દિગ્દર્શિત આ ફિલ્મની હદયસ્પર્શી કથા તથા દીલડોલ સંગીત ખૂબ જ સરસ બન્યા છે. કિરણ આચાર્ય, સંજય મૌર્ય તથા રીના સોનીની પ્રણયકથા પર આધારિત આ ફિલ્મમાં કિરણ આચાર્યની બહેનપણીનો રોલ કરતી અભિનેત્રી સુષ્મા જાધવની વાત આપણે કરવી છે. તો આવો જાણીએ શું કહ્યું સુષ્મા જાધવે ફિલ્મ વિષે.
પ્ર :- ફિલ્મમાં આપનો રોલ શું છે ?
ઉ :- આ ફિલ્મમાં હું કિરણ આચાર્યની બહેનપણીનો રોલ કરી રહી છું. જે હંમેશા કિરણની સાથે રહીને કોઈપણ પરિસ્થિતિમાં મદદ કરે છે અને આશ્વાસન પણ આપે છે. જે


પાત્રનું નામ મંજુ છે. જેને કિરણની દરેક વાત દુખદર્દની ખબર હોય છે. હું અત્યારે પ્રથમવાર જ કિરણ આચાર્ય સાથે રોલ કરી રહી છું. જે કરવાની મને ખૂબ જ મજા આવી.
પ્ર :- ‘કેસર કેશવ ને કંકુ’ ફિલ્મ વિષે કહેશો.  
ઉ :- ફિલ્મની વાર્તા ખૂબ જ સરસ રીતે લખવામાં આવી છે જેમાં પ્રેમ, કરુણા, બે પ્રેમી હૈયાનું દર્દ વગેરે ખૂબ જ સુંદર રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.  
પ્ર :- ‘સપના એન્ટરપ્રાઈઝીસ’ માં કામ કરીને કેવું લાગી રહ્યું છે ?
ઉ :- ફિલ્મના તમામ કલાકારો, નિર્માતા ભુપતભાઈ ભાવનગરી, દિગ્દર્શક વિજયભાઈનો પૂરો સહકાર મને મળ્યો છે. તમામ સહયોગી કલાકારો, ટેકનીશ્યનો સાથે કામ કરીને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કારણ કે ‘સપના એન્ટરપ્રાઈઝીસ’ યુનિટ સાથે હું પ્રથમ વખત જ કામ આકરી રહી છું. આવી ફિલ્મમાં કામ કરીને ખરેખર મનમાં સંતોષ થાય છે.
પ્ર :- ભવિષ્યમાં ક્યાં પ્રકારના રોલ કરવા ગમશે ?
ઉ :- ભવિષ્યમાં નેગેટીવ પાત્રો ભજવવા ખૂબ જ ગમશે સાથે સાથે કરુણ પાત્રો પણ ભજવવા ગમશે.
   ગજ્જર નીલેશ 


જલ્પા ભટ્ટ – ‘ આ ફિલ્મમાં મારું પાત્ર થોડુક કોમેડી છે 



    સપના એન્ટરપ્રાઈઝીસ‘ પ્રસ્તુત, નિર્માતા ભૂપત ભાવનગરીની નિર્માણાધીન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ નો મુહુર્ત શોટ સુરત પાસે નાની નરોલી ગામે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો. વિજય દલવાડીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મનો મુહુર્ત શોટ ઓકે થતા જ તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે કિરણ આચાર્ય, સંજય મૌર્ય તથા રીના સોની. પણ મારે વાત કરવી છે આ ફિલ્મની સાથી કલાકાર જલ્પા ભટ્ટની. તો આવો જાણીએ જલ્પા ભટ્ટ સાથે થયેલી વાતો વિષે.   


પ્ર :- ‘કેસર કેશવ ને કંકુ’ ફિલ્મમાં આપના પાત્ર વિષે જણાવશો.

ઉ :- આ ફિલ્મમાં મારું પાત્ર ગોરની પત્નીનું એટલે કે ગોરાણીનું છે. આ અગાઉ મેં આવું પાત્ર કે આને મળતું આવતું પાત્ર અત્યાર સુધીમાં ક્યારેય નથી કર્યું. ક્યાંક ક્યાંક ગોરાણીના પાત્રએ કોમેડી પણ કરી છે. જેમકે, જયારે જયારે ગોરાણી ગામની બજારે નીકળે ત્યારે લોકો તેને જોયા જ કરે છે ને ત્યાં કોમેડી સર્જાય છે.



પ્ર :- આ ફિલ્મમાં નવીનતા શું છે ?
ઉ :- આ ફિલ્મની કથા ગુજરાતી ફિલ્મોમાં એક અલગ જ ભાત પાડતી કથા છે. આ સામાજિક સંદેશ પણ છે અને સાથે સાથે એક્શન, કોમેડી તથા માનવીના જીવનમાં આવતા અમુક પ્રસંગો
પણ છે. જે દર્શકોના દિલને સ્પર્શી જશે. કોમેડીની છાંટવાળું પાત્ર લગભગ મેં આ ફિલ્મમાં જ કર્યું છે.





પ્ર :- સપના એન્ટરપ્રાઈઝીસ‘ બેનર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?
ઉ :- આ બેનરમાં હું પ્રથમવાર કામ કરી રહી છું. અગાઉ મેં ક્યારેય પણ ભુપતભાઈ સાથે કામ નથી કર્યું. ફિલ્મના દિગ્દર્શક વિજયભાઈની કલાકારો પાસેથી કામ લેવાની પદ્ધતિ ખૂબ સરસ હતી. અહિયાં કલાકારોનો કામ કરવાનો ઉત્સાહ જોઇને કહી શકાય કે ફિલ્મમાં ક્યાય પણ કોઈ કચાશ નહિ રહે.
ગજ્જર નીલેશ

        નિર્માત્રી, દિગ્દર્શિકા, અભિનેત્રી મનીષા ત્રિવેદી 



નાટકોથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોથી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાનો અવસર ખૂબ ઓછા લોકોને મળે છે. સ્કુલ કાળથી જ નાટકો પ્રત્યે મન વળતા B.A. with drama ડબલ ગ્રેજ્યુએશન થયેલા મનીષા ત્રિવેદીની વાત છે. નાટકોની પ્રાથમિક તાલીમ મલ્લિકા સારાભાઈની ‘દર્પણ એકેડમી’ થી કરેલી. હરિન ઠાકરનું કમર્શિયલ નાટક ‘રૂપિયામાં રમતો માણસ’ માં પ્રથમવાર સ્ટેજનો સામનો કર્યો. પ્રથમ મંચ અભિનયનો અનુભવ મેળવ્યા બાદ આ નાટકના ૭૦૦ જેટલા શો કર્યા. ત્યાર બાદ વિનોદ જાનીનું બે ભાગમાં વહેંચાયેલા નાટક ‘પ્રીત પીયુ ને પાનેતર’ માં કામ કરી એક અનોખી ખુશી મેળવી. ઉપરાંત કોમેડી નાટકોમાં ‘જેની રૂપાળી વહુ એના નખરા બહુ’, ‘સાસુ વહુની સંતાકુકડી’, ‘લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’ વગેરે યાદગાર નાટકો છે. જી-ગુજરાતી પર આવતી ‘ભવિષ્યવાણી’ નાં ૧૦૦૦ જેટલા એપિસોડ કરનાર મનીષા ત્રિવેદીએ હિન્દી તથા ગુજરાતી ધારાવાહિકો ‘છૂટાછેડા’, ‘એક ડાળનાં પંખી’, ‘રીતેરીવાજ’.





‘યુંનાઈટેડ સ્ટેટસ ઓફ ગુજરાત’ વગેરે તથા ઈમેજીન પર આવતી ‘દ્વારકાધીશ’ માં શ્રી કૃષ્ણની પત્ની રૂક્ષમણીની માતા ભામિનીનો રોલ તથા ‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન’ માં જીવુંબાનો રોલ બંને અનુક્રમે એક વર્ષ તથા દોઢ વર્ષ સળંગ ભજવેલા છે. હિન્દી ધારાવાહિકોની ચર્ચા ચાલી રહી હોય અને આસિત મોદીની ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ નાં મનીષાના પાત્ર ‘કલાવતી’ ને પણ ધ્યાને લેવું રહ્યું. જેમાં પોપટલાલને મૂરતિયા તરીકે જોવા માટે એક જ દિવસે એક સાથે બે છોકરીઓ આવી ચડે છે અને પોપટલાલાની જે ‘સૂડી વચ્ચે સોપારી’ થાય છે તેમાંની એક
છોકરીની માતા મનીષા ત્રિવેદી હતી. ‘મહિમા શનીદેવકી’ હિન્દી ધારાવાહિક તથા ‘ગૃહલક્ષ્મી’ તથા ‘સદાબહાર’ નું એન્કરીંગ પણ કરેલ છે.
      ગુજરાતી ફિલ્મોમાં ‘જય જલારામ’ તથા ‘જેસલ તોરલ’ માં લીડ રોલ કરેલ છે તથા ઉલ્લેખનીય ફિલ્મોમાં ‘વહુરાણી’, ‘જય અંબે જગદંબે’, ‘પ્રીત નાં કરશો પરદેશીને’, ‘ભીંજાય પ્રીત ભેરૂની’, ‘પ્રીત ભરી ઓઢણી’ વગેરે છે. મનીષા ત્રિવેદી સાથે થયેલ વાત-ચીતના કેટલાક અંશો.
પ્ર – આપની દ્રષ્ટિએ નાટકો તથા ફિલ્મોમાં શું તફાવત છે ?           
ઉ – ગુજરાતી ફિલ્મો કરતા નાટકો વધુ પડકારજનક છે. અત્યારે જે પ્રકારની મતલબ કે શહેરી વાતાવરણવાળી ફિલ્મો બની રહી છે તો તેની સરખામણીએ શહેરી કલ્ચરવાળા નાટકો ઘણા વરસોથી બનતા આવે છે. બીજું કે નાટકોમાં પ્ર્રેક્ષકોની રૂબરૂ થવાનું હોય છે જેથી શરૂઆતમાં થોડોક ભય રહે કે કોઈ સંવાદમાં કે અભિનયમાં કચાશ નાં રહે. જ્યારે ફિલ્મોમાં એવું નથી હોતું.
પ્ર – આસિત મોદી સાથે ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ માં કામ કરીને કેવું લાગ્યું ?




ઉ – આસિતજી સાથે હું પહેલા પણ ‘હમારી સાસ લીલા’ માં કામ કરી ચુકી છું એટલે કહી શકું કે તેઓ ખૂબ જ ધીરજથી કામ કરાવી શકે છે. તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ છે કે તેઓને કલાકારો પાસેથી જેવું કામ જોઈએ તેવું લઇ શકે છે. ‘તારક મહેતા..........’ ની  ટીમ સાથે પણ કામ કરવાની ખૂબ મજા આવી. બધા કલાકારોએ મને પૂરો સપોર્ટ આપ્યો. ખોટું નહિ કહું ખરેખર ખૂબ મજા પડી ગઈ.
પ્ર – આપની એક હિન્દી ફિલ્મ પણ આવી.
ઉ – હા, મેં હમણા જ એક હિન્દી ફિલ્મ કરી છે. જે અમદાવાદમાં જ બની રહી હતી. ‘ડી ડે’ નામની હિન્દી ફિલ્મથી શરૂઆત તો કરી છે.
પ્ર – વાચકોને કોઈ સંદેશ?
ઉ – વાચકોને મારો સંદેશ છે કે બધા ખૂબ પ્રગતિ કરે બીજું એ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાતી નાટકો, ગુજરાતી કલ્ચરલ એકટીવીટીઝ ખૂબ  આગળ વધે અને લોકો જે ગુજરાતી ફિલ્મો, નાટકોથી પાછા જતા જાય છે પાછા પડતા જાય છે તેઓને ગુજરાતી કલા પ્રત્યે ઝુકાવ વધે એવી મારી શુભેચ્છા છે. 
    હવે, એક ખાસ વાત મનીષા ત્રિવેદી નિર્મિત, દિગ્દર્શિત અને અભિનિત નાટક ‘પિતૃ દેવો ભવ’ વિષે.
    લેખક પ્રવીણ સોલંકીએ એક સામાજિક દ્રષ્ટિકોણ રાખીને આ કથાને એવી રીતે તૈયાર કરી કે દર્શક તેમાં પોતાનું વ્યક્તિત્વ જોઈ શકે. પિતા-પુત્રની આ કથામાં પિતાને ત્યારે લાગે છે જ્યારે પુત્ર પોતાની માતાના નિધન વખતે પણ સ્વદેશ પાછા ફરવામાં અસમર્થતા બતાવે છે. આ વાતને વધારે મહત્વ ના આપતા પિતાને અચરજ તે     દિવસે થાય છે જ્યારે ગ્રીન કાર્ડ માટે એક વિદેશી મહિલાને પુત્ર લગ્ન કરીને પોતાના ઘરે લાવે છે અને પુત્ર પિતા પર સંપત્તિ સંબંધિત કેસ કરી પોતાના પિતાને પાગલ સાબિત કરી કેસ  જીતી જાય છે. જે બાદ પિતા બધું જ (ઘરવખરી) છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે.
    આકર્ષક મંચ તથા વ્યક્તિત્વ અનુરૂપ પિતા – કૃણાલ ભટ્ટ અને પુત્ર – કશ્યપ પાઠકનો અભિનય જોરદાર રહ્યો. અન્ય કલાકારોમાં નિશીથ બ્રહ્મભટ્ટ, અભિજ્ઞા મહેતા સાથે નિર્માત્રી, દિગ્દર્શિકા, અભિનેત્રી મનીષા ત્રિવેદીએ આ નાટકમાં માતા-પુત્રીની બેવડી ભૂમિકા ભજવેલી છે.

-          ગજ્જર નીલેશ 
 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes