Showing posts with label babaal. Show all posts
Showing posts with label babaal. Show all posts



‘બબાલ’ ફિલ્મની હિરોઈન પૂજા ભટ્ટ નાનપણમાં આઈના સામે ઉભી રહી કરતી તી ડાન્સ

ફિલ્મોની ચમકમાં ગુજરાતી અભિનેત્રીઓ જેટલી ગ્લેમરસ દેખાય છે તેનાથી વધુ બોલ્ડ અને બ્યુટીફુલ રાજ્ય બહારની અભિનેત્રીઓ લાગી રહી છે. ગુજરાતી ફિલ્મોના દરવાજા તો બધા માટે ખુલ્લા હતા જ. પણ પહેલા અમુક બિનગુજરાતી અભિનેતા અભિનેત્રીઓએ સંબંધોને કારણે ગુજરાતી ફિલ્મો સ્વીકારી. હવે ગુજરાતી ફિલ્મોએ આખા રાષ્ટ્રમાં ડંકો વગાડ્યો છે. બોલીવૂડ કલાકારોની મીટ ફિલ્મ મેકર્સ ફિલ્મના શુટ માટે વિદેશના લોકેશન્સ શોધી રહ્યા છે. જે થોડા અંશે સારી બાબત છે જો ફિલ્મ સફળ જાય તો. નહિ તો પ્રોડ્યુસરે નાહી નાખવાનું. આપણે હિરોઈનની વાત કરતા કરતા નકામી પંચાત કરવા લાગ્યા. પીકેપી ફિલ્મ પ્રોડક્શનમાં બનીને તૈયાર થયેલી ફિલ્મ ‘ બબાલ’ જેના નિર્માતા પાર્થ પ્રજાપતિ અને દિગ્દર્શક સંકેત વાઝા છે. ‘બબાલ’ ફિલ્મ તેની અભિનેત્રીઓને લઈને જ ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મમાં બિનગુજરાતી, બિન્દાસ અને ચુલબુલી અભિનેત્રી પૂજા ભટ્ટ એક મસ્તીખોર પાત્ર ભજવી રહી છે. જે ક્યારેક સામાન્ય લાગે છે તો ક્યારેક ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. તે યુવતી જયારે પરિવાર અને પ્રેમમાં કોને મહત્વ આપવું તે મથામણમાં પડે છે અને જયારે તેને વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે તે શું નિર્ણય લે છે તે પાત્ર પૂજા માટે બહુ જ યાદગાર બની રહ્યું છે. મૂળ જમ્મુ કાશ્મીરની આ કુડી ૨૦૧૫ – ૧૬ માં મિસ ગુજરાતનો ખિતાબ જીતી સાથે સાથે MBA નો અભ્યાસ તો ચાલુ જ હતો. અગાઉ એક ગુજરાતી ફિલ્મ ‘લવ લગનને લોચા’ માં કામ કરતા કરતા તેના અભિનયની અદા ફિલ્મમેકર્સના આંખોમાં વસી ગઈ અને એ ફિલ્મ બસ તરત ‘બબાલ’ ફિલ્મ તેને મળી.



પ્ર – રોલ પસંદ કરતા સમયે શું ધ્યાન રાખો છો ?
ઉ – મારી પ્રથમ ફિલ્મનો રોલ ચેલેન્જિંગ હતો મારા માટે અને ‘બબાલ’ ફિલ્મમાં પણ મારા રોલમાં પાંચ છ વેરીએશન છે. ટૂંકમાં જે ફિલ્મોમાં હિરોઈન ફક્ત કઠપુતળી બનીને નાચે કુદે એવા રોલ મારે નથી કરવા. મારે વુમન પાવર બતાવવો છે. મારે એવી જ ફિલ્મો કરવી છે જેમાં હિરોઈન હીરો કરતા સહેજ પણ કમ ન હોય. હું માધુરી દીક્ષિતની બહુ જ મોટી ફેન છું. આ યોગાનુયોગ છે કે તેણે પોતાની કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી અને મારી કેરિયર પણ ગુજરાતી ફિલ્મથી જ થઇ.



પ્ર – ગુજરાતી ભાષા કલ્ચર કેવું છે ?
ઉ – હું છેલ્લા ૮ વર્ષથી ગુજરાતના અમદાવાદમાં જ રહું છું. હું ભલે નોનગુજરાતી રહી પણ ગુજરાતી ફિલ્મમાં મેન પોતે ખૂબ જ મહેનત કરી ગુજરાતી ડાયલોગ્ઝ બોલ્યા છે. ગુજરાતી લોકો ખૂબ જ મીઠડા હોય છે જેથી મને તે ગમે છે. ફિલ્મી વાતાવરણમાં રહીને હું ઘણું નવું નવું શીખી છું. અમુક શબ્દો જેવા કે ‘કંટાળો’ જેવા શબ્દો મને સમજમાં નહોતો આવતો પછી ખબર પડી કે એનો મતલબ લેઝીનેસ હોય છે. ત્યારે મને હસવું આવી જતું હતું. હજી બીજી ત્રણ ચાર ફિલ્મોની વાત ચાલે છે જેમાં પણ હું જાતે જ ગુજરાતી બોલીશ અને આમ ધીરે ધીરે ગુજરાતી શીખતી જઈશ. ફિલ્મના નિર્માતા શબ્બીર કુરેશી કે ડિરેક્ટર સંકેત વાઝા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ‘બબાલ’ ફિલ્મમાં કોમેડી છે, રોમાન્સ છે, ફ્રેન્ડશીપ છે અને એવું સારૂ મનોરંજન છે કે દર્શકોને મજા પડશે.



પ્ર – હિરોઈન ન હોત તો ?
ઉ – તો કદાચ કંઈ ન હોત. મારા મોમ કહેતા કે ટીવી પર જયારે ગીત આવતું ત્યારે હું તે હિરોઈનને જોઈને તેના સ્ટેપ ફોલો કરતી. ક્યારેક ક્યારેક આઈના સામે પણ ડાન્સ કરવાનું ચાલુ કરી દેતી હતી. એટલે મારી કેરિયર હિરોઈન બનીને જ આગળ વધારતી રહીશ.



n  ગજ્જર નીલેશ



માતા અભિનેત્રી હોવા છતાં કોઈ લાગવગ વગર ‘બબાલ’ માં રોલ મેળવ્યો

ખૂબ જ નવી સ્ટાઈલ સાથે અર્બન ગુજરાતી મુવીમાં કામ કરવા નવા નવા કલાકારો આવી રહ્યા છે. દર બીજી કે ત્રીજી ફિલ્મે એક નવો ચેહરો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભેટ મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મો હવે ધીરે ધીરે બધાની ઓળખ બની રહી છે. નવયુવાન નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો પોતાની કલા બતાવી રહ્યા છે. જેમાં પીકેપી પ્રોડક્શનના બેનરમાં નિર્માતા પાર્થ પ્રજાપતિની અને દિગ્દર્શક સંકેત વાઝાની આવનારી ફિલ્મ ‘બબાલ’ શુટીંગ સમયથી જ વિવાદમાં રહી છે. જેમાં શુટીંગ પરથી પરત ફરતા સમયે યુનિટની કારનો અકસ્માત થયો હતો અને અભિનેત્રીને ઈજા થઇ હતી. પણ આપણે અભિનેતા વિષે વાત કરવી છે. ફિલ્મ ‘બબાલ’ માટે ગુજરાત અને ગુજરાત બહારથી કલાકારોનું ઓડિશન દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ન્યુ ફ્રેશર સરોશ મોદીને ઓડિશન થકી સાઈન કરવામાં આવ્યો. આ પહેલા સરોશ મોદીએ અભિનયનો અનુભવ ક્યાંયથી મેળવ્યો નથી. ફિલ્મમાં મોસ્ટલી બધાના પાત્રો સમાંતર જ છે. બધા મિત્રો જ છે જેમાં સરોશ મોદી સેમનું પાત્ર કરી રહ્યા છે. પાત્ર વિષે કહ્યું કે સેમ એક અમીર પિતાનો દીકરો છે જેને પૈસેટકે કોઈ ટેન્શન નથી. પિતા અમેરિકા સ્થાયી થયેલા જયારે સેમ પોતાના શહેરમાં જ રહી અને કોલેજમાં સ્ટડી કરે છે. જેમાં તેના ચાર મિત્રો કોલેજમાં જ મિત્ર સેમની સાથે તેના ઘરે જ રહેતા હોય છે. કોલેજમાં જ એક નવી આવેલી ગર્લ સાથે સેમને દોસ્તી થાય છે જે થોડા સમયમાં જ પ્રેમમાં પરિણમે છે.



પ્ર – પ્રથમ ફિલ્મથી અભિનયનો અનુભવ કેવો રહ્યો ?
ઉ – પ્રથમ ફિલ્મનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. પહેલા શુટીંગના પાંચ સાત દિવસ કેમેરા ફેસ કરવામાં ડર લાગતો હતો પણ નિર્માતા પાર્થ પ્રજાપતિ, દિગ્દર્શક સંકેત વાઝા તથા ડીઓપી પાસેથી મને પ્રોપર્લી માહિતી મળી અને હું ખુશ હતો. મારા અભિનયમાં તેમણે વધુ સારો સહયોગ આપ્યો. મને લાગતું હતું કે ભૂલ થશે તો સાંભળવું પડશે પણ મને શીખવા મળતું હતું. વધુમાં સંકેત સર પાસેથી મને ઘણું શીખવા મળ્યું જે મને આગળ કામ લાગશે એવું મારૂ માનવું છે. એક તરફ પહેલી ફિલ્મ મળવાની ખુશી હતી તો અમારી કો-સ્ટાર રિતિકા ઝીલ્કાજી સાથે જે ગંભીર અકસ્માત થયો તેનું દુઃખ પણ છે. જે મને ક્યારેય નહિ ભુલાય. હું તે સમયે તેમની સાથે નહોતો પણ જયારે સમાચાર મળ્યા એટલે તરત યુનિટના સભ્યો ત્યાં ગયેલા.



પ્ર – ઇન્ડસ્ટ્રીમાં આગમન કેવું રહ્યું ?
ઉ – મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું અભિનયમાં કેરિયર બનાવીશ પણ આ મારા મમ્મીનું સપનું હતું. મારા મમ્મી બીના મોદી ઘણા વર્ષોથી ફિલ્મોમાં અભિનય કરે છે. એમણે લગભગ બાર જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેઓ ઇચ્છતા હતા કે હું પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ મારી કેરિયર બનવું. મારા મમ્મીને હું મારા આઈડલ ગણું છું. એમની પાસેથી મને આ ક્ષેત્રનું સૌથી વધુ અને સૌથી સારૂ જ્ઞાન મળ્યું છે. હું અભિનય તો કરીશ જ પણ હજી મારૂ ભણવાનું ચાલુ છે જે પૂરૂ કરીને હું બિઝનેસમેન બનવા માગું છું. અત્યારે ફિલ્મોનું ભવિષ્ય ઘણું ઉજળું છે. એક પછી એક સતત સતા સબ્જેક્ટવાળી ફિલ્મો બનવા લાગી છે. દરેક ફિલ્મોમાં પાત્ર વૈવિધ્ય આવ્યું છે. જેમાં મને એમ લાગે કે આ રોલ ચેલેન્જિંગ છે તેવા રોલ મારે કરવા છે. મારે ધડાધડ ફિલ્મો આપીને વેડફાઈ નથી જવું.



n  ગજ્જર નીલેશ
 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes