Showing posts with label death 2017. Show all posts
Showing posts with label death 2017. Show all posts
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ફ્રેક્ચર કે બાયપાસ સર્જરી નિમેષ દેસાઈને નાટકથી દૂર ન રાખી શકતા
થોડા દાયકાઓ પહેલાની વાત છે, લગભગ વહેલી સવારનો સમય છે. ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને ગીતકાર રમેશ પારેખ અમદાવાદના બસ સ્ટેશન ઉપર ઉભા છે. તેમની સાથે એક યુવાન દિગ્દર્શક છે. આ દિગ્દર્શકે કેટલાય દિવસોથી રમેશ પારેખને પોતાની ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું છે. અંતે રમેશ પારેખને એક ગીત સૂઝ્યું, પણ ત્યારે એ ગીતને ટપકાવવા માટે પારેખ સાહેબ કે દિગ્દર્શક બંનેમાંથી કોઈની પાસે કાગળ નહોતો. અંતે પારેખ સાહેબે એ ગીત બસની ટીકીટ પાછળ લખી આપ્યું. એ હતું ગુજરાતી ભાષાનું અમર ગીત 'સાંવરિયો રે મારો સાંવરિયો' અને એ દિગ્દર્શક એટલે નિમેષ દેસાઈ. લગભગ ચાર દાયકા કરતા વધારે સમયથી રંગભૂમિ સાથે જોડાયેલા અને પોતાની અંદર સતત રંગભૂમિને ધબકતી રાખનારા નિમેષભાઈ આપણી વચ્ચેથી અચાનક જ એક્ઝીટ મારી ગયા.

નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી એમના પર આફરીન હતા

નિમેષભાઈનું ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું યોગદાન રહ્યું છે. અઢીથી ત્રણ કલાકના લગભગ ૧૦૫ જેટલા નાટકોનું દિગ્દર્શન, 'નસીબની બલિહારી' અને 'કુખ' જેવી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ૧૯૮૨માં રીલીઝ થયેલી 'નસીબની બલિહારી' ફિલ્મમાં પરેશ રાવલ, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો હતો. એક વાયકા મુજબ નિમેષ દેસાઈએ ભજવેલા 'વેઈટીંગ ફોર ગોદો'નાટકના ગુજરાતી પ્રયોગ ઉપર નસીરુદ્દીન શાહ અને ઓમપુરી આફરીન પોકારી ગયા હતા. પોતાના સંઘર્ષના દિવસોમાં પણ આ બે કલાકારોએ તેમનું બે દિવસનું એક સમયનું જમવાનું જતું કરીને બચાવેલા પૈસામાંથી નિમેષ દેસાઈને મોંઘી હોટલમાં લંચ કરાવ્યું હતું. કહેવાય છે કે આ નાટક એટલું પ્રસિદ્ધ થયું હતું કે તેના કારણે નિમેષભાઈને 'ઉત્સવ' ફિલ્મમાં અભિનય કરવાની તક મળી હતી.

ઇસરોની નોકરી છોડી કોરસબનાવ્યું
કારકિર્દીની શરૂઆતમાં નિમેષભાઈ 'ઇસરો'માં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા અને એ સમયગાળામાં જ પૂનાની એફટીઆઈઆઈમાં ફિલ્મ મેકિંગની ટ્રેનીંગ લીધી હતી. એ વખતે નિમેષભાઈએ 'કોરસ' થિયેટર ગૃપની સ્થાપના કરી અને પછી શરૂ થઈ અવનવા નાટકો સાથેની આજીવન ચાલનારી યાત્રા. બસ પછી તો આ નાટકોનો રંગ નિમેષભાઈ ઉપર એવો ચઢ્યો કે એમણે ઈસરોની નોકરી છોડીને પોતાની જાતને રંગભૂમિને સમર્પિત કરી દીધી. એક કલાકારનું જીવન ક્યારેય સીધી લીટીમાં જતું નથી હોતું. નિમેષભાઈ સાથે પણ એવું જ બન્યું, નાટકો અને સીરીયલ્સમાં નિમેષભાઈ એટલા ખુંપી ગયા હતા કે તેમને આર્થિક બાબતોનો ખ્યાલ જ ન રહ્યો. આવા સમયે દેવામાં ઉતરી ગયેલા નિમેષભાઈને તેમના પિતા નિરંજનભાઈએ પોતાનો બંગલો અને જમીન વેચીને દેવું ચૂકવવામાં મદદ કરી હતી. આવા પુત્ર વત્સલ અને કળા વત્સલ પિતાની સ્મૃતિમાં નિમેષભાઈએ નાટકો અને નાટ્ય સંગીતના ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું.

નાટક એ જ જીવન


નિમેષભાઈ માટે નાટક એ એક ઝનુન હતું. જીવનના છેલ્લા વર્ષોમાં એ લાકડીના ટેકે માંડ ચાલી શકતા પણ જયારે જ્યારે રંગભૂમિ ઉપર અભિનય કરવા આવે ત્યારે આ બધી અગવડો વચ્ચે પણ તેમની અભિનય ક્ષમતાનો ચમકારો જોવા મળી જ જાય. ઢળતી ઉંમરે પણ ફ્રેકચર હોય, પડી ગયા હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય એવી પરિસ્થિતિમાં પણ નિમેષભાઈનું નાટક રોકાય નહીં. રંગમંચ ઉપર નિમેષભાઈને નાટ્યગીતો ગાતા જોવા એ તો એક લહાવો હતો. એમણે ગાયેલા ગીતોની યાદી બહુ લાંબી છે, જેમકે 'પીયુજી મારો પાપી, સાવ ખાલી પિયાલી મને આપી.', 'જોજો..જોજો...પડી ન જાય....જોજો પડી ન જાય...કોઈને મકનજી ઢાંકેલું આપણું આંસુ જડી ન જાય.’ ‘લીલી દરાખ દસ રૂપિયે કિલો, પણ આંસુ કિંમતનું શું?', 'ઓ નામો ના પાડનાર રે...આ શેનું નામ પાડ્યું તે જિંદગી', 'એ ચા ઇલાયચીવાળી પીએ, સાથે બટરવાળું બિસ્કુટ પણ લિયે, ને પછી શહેનશાહની જેમ જીવે' આ બધા ગીતોમાં નિમેષભાઈના ક્મ્પોઝીશન અને
ગાયકીએ, ગીતોને એક નવો જ અર્થ આપ્યો છે. નિમેષભાઈએ ગુજરાતી રંગભૂમિ ઉપર 'સરસ્વતીચંદ્ર', 'ભારેલો અગ્નિ', 'મળેલાં જીવ' જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે. શેક્સપિયરથી લઇ અસગર વજાહત, મોહન રાકેશ, ધર્મવીર ભારતી જેવા વિશ્વરંગભૂમિના નાટ્યકારોની કૃતિઓ પણ ગુજરાતી રંગભૂમિ ઉપર ભજવી હતી. નિમેષભાઈની સાથે નાટકો ઉપરાંત પણ ઘણા કિસ્સાઓ અને વાયકાઓ જોડાયેલી હતી. જેમ કે હોસ્પીટલમાંથી ડાયાબિટીસની સારવાર લઈને બહાર આવતા જ તે સીધા જ લારી પર ફાફડા-જલેબી ખાવા બેઠા હતા. નિમેષભાઈ હવે જ્યારે પણ ગુજરાતી રંગભૂમિ ઉપર કોઈ ગીત લલકારશે ત્યારે તમારી ખોટ સાલશે....તમે બહુ યાદ આવશો...કદાચ અત્યારે ઈશ્વર તમારું ગીત સાંભળવામાં મશગુલ હશે.
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ટ્રાન્સ મીડિયાની ત્રિપુટીમાંથી ભજોની વિદાય  
ભ.જો. તરીકે પ્રખ્યાત – બલકે ખૂબ જ લોકપ્રિય એવી વ્યક્તિ એટલે નાટ્યરસિક – નાટ્ય નિર્માતા નાટ્ય કલાકાર એવા ભરત જોશી
ટ્રાન્સ મીડિયાના ગુજરાતી સ્ક્રીન સ્ટેજ એવોર્ડઝ ઇવેન્ટનું કારભાર જે ત્રિપુટી સંભાળતી આવી છે એ અભિલાષ ઘોડા, દીપક અંતાણી અને ભરત જોશીમાં ભ.જો. મહત્વની વ્યક્તિ છે. આ ત્રિપુટીમાંથી હવે ભરત જોશીનું અવસાન થયું છે જેનું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને દુખ છે.
    ગઝલ ગાયક પંકજ ઉધાસ અને મનહર ઉધાસ જે ગામના છે એ ધરખડી (વીરપુર પાસે) માં જન્મેલા ભરત જોશીનું નાનપણ – કિશોરાવસ્થા મુંબઈમાં વીત્યા, અહીં મીઠીબાઈ કોલેજમાં તેમણે બી.એ. કર્યું. પરેશ રાવલ, નીરજ વોરા, રાજીવ મહેતા જેવા કલાકારો એ કોલેજમાં ભ.જો. ના સહપાઠી રહ્યા છે. તેમની સાથે ભ.જો.એ કોલેજકાળમાં નાટ્ય પ્રવૃત્તિ કરી અને આ ક્ષેત્ર પ્રત્યેનો શોખ કેળવ્યો.
    ભ.જો.એ વ્યવસાયિક ધોરણે કેરીઅરની શરૂઆત ગીરીશ દેસાઈ જેવા ધુરંધર નાટ્યકાર સાથે ‘સંધ્યા ઉગી છેક સવારે’ નાટકથી કરેલી. એમાં તેઓ કૃતિકા દેસાઈના ભાઈની ભૂમિકા ઉપરાંત બેક સ્ટેજ (વ્યવસ્થા) પણ સંભાળતા.
    એ પછી ચંદ્રવદન ભટ્ટ સાથે ભરત જોશી જોડાયા અને તેમના સુપરહિટ નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’ માં કામ કર્યું. એ જમાનામાં આજની જિમ કોમર્શિયલ કે સામાજિક સંસ્થાના વેચેલા શો મળતા નહોતા એવા ટાણે ૧૨૫ શો કર્યા અને આફ્રિકામાં સતત છ મહિના એ નાટક ભજવ્યું.
    ભ.જો. એ ત્યારબાદ શૈલેશ દવે, શફી ઈનામદાર, ફિરોઝ ભગત સાથે ઘણા નાટકો કર્યા, જેમાં પિતૃ દેવો ભવ, આજે ધંધો બંધ છે, અધૂરા કોઈ મધુરા, આપણું બધું પ્રાઈવેટ લીમીટેડ વગેરે નાટકો.
    ૨૦૦૪ માં તેમણે ભ.જો. પ્રોડક્શnsન્સના બેનરમાં શુભ દિન આયો રે, ઋતુનો રિતિક, સંગ કરે રંગ, મનુભાઈ મેટ્રિક ફેઈલ જેવા સફળ નાટકો કર્યા. જસ્મીન શાહ – ટ્રાન્સ મીડિયા સાથે ભ.જો. તેમના પહેલા જ એવોર્ડ સમારંભથી ઇવેન્ટ મેનેજર તરીકે સંકળાયેલા હતા. જસ્મીન શાહની અન્ય સંસ્થાની વ્યવસ્થા પણ ભ.જો. સંભાળતા હતા.
    ટ્રાન્સ મીડિયાના અગિયારમાં એવોર્ડ સમારંભમાં ભરત જોશીનું સન્માન કરીને તેમની કદર કરવામાં આવી હતી એ ખરી વાત છે.


n  ગજ્જર નીલેશ 
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
યારો યારો વડે બનાવેલી ફિલ્મ જાને ભી દો યારોના ગુજરાતી ડિરેક્ટર કુંદન શાહનું નિધન 
મૂળ ગુજરાતી અને એક સમયના ધુરંધર ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું ૬૯ વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેમના એક સંબંધી મુજબ, 'તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું છે. ' ફિલ્મ એક્ટર સતીશ શાહ મુજબ, તેમનું અવસાન હ્રદયરોગના હુમલાને કારણે થયું છે. આ દુખદ ઘટના પર તેમની ફિલ્મી કારકિર્દી અને જીવન ઝરમર જોઈએ.
૧૯-૧૦-૧૯૪૭ ના રોજ એડનમાં જન્મેલા કુંદન શાહ લો-પ્રોફાઈલ ફિલ્મકાર તરીકે જાણીતા હતા. જાને ભી દો યારોજેવી ટ્રેન્ડસેન્ટર કોમેડી ફિલ્મ આપવા છતાં ટ્રેન્ડસેન્ટરનો ભાર ખભે રાખી ફરતા નહિ અને કભી હા કભી નાઅને ક્યા કહેનાજેવી હટકેકહેવાય તેવી કમર્શિયલ ફિલ્મો આપ્યા પછી પણ ડાઉન ટુ અર્થ રહીને કામ કર્યા જ કરતા હતા.
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક ગુજરાતી દિગ્દર્શકો એવા છે જેઓ જાણે કે તેમને કોઈ જ ખોટી ઉતાવળ નથી. બાકી તમે જ કહો જાને ભી દો યારોઅને ક્યા કહેનાજેવા વિષયની દ્રષ્ટીએ જુદી અને તોય ખૂબ સફળ ફિલ્મોના દિગ્દર્શક કુંદન શાહને તેમના નામ પ્રમાણે કેટલા ચમકતા જોયેલા ? જેમનો ચહેરો ય સાવ સાદો, મધ્યમવર્ગીય ઓળખવાળો હતા રસ્તે મળે તો તમે જરાય ન કહી શકો કે તે જાણીતી ફિલ્મો અને ટીવી સીરીયલોના દિગ્દર્શક હશે. કુંદન ચમકતા હતા પોતાની ફિલ્મોથી. આજે નાના બજેટની ફિલ્મોનો દોર શરૂ થયાનું લોકો કહે છે કે જેમાં મનોરંજન સાથે બોધ પણ સમાયો હોય. એવી ફિલ્મોના ટ્રેન્ડસેન્ટરમાં ખરેખર તો કુંદન શાહ, મિર્ઝા બંધુઓ અને ટે પહેલા બાસુ ચેટરજી, ઋષીકેશ મુખર્જી, ગુલઝાર વગેરે કહી શકાય. કુંદન શાહ પોતાના પર ટ્રેન્ડસેન્ટરનો ભાર રાખે એવા નહોતા છતાં આપણને એ જાણીને નવાઈ લાગી શકે કે, ૧૯૮૩ ની જાને ભી દો યારોતેમની પહેલી જ ફિલ્મ હતી અને તોય ટે એક મેચ્યોર કોમેડી ફિલ્મ હતી. પહેલી જ ફિલ્મમાં તેમણે ફોર્મ્યુલાને નકારી કાઢી હતી. બાકી બીઝનેસમેનનો દીકરો અને વળી કોમર્સમાં ગ્રેજ્યુએટ હોય તે ફોર્મ્યુલાને નકારવામાં જોખમ જ જુએ. એ ફિલ્મ બનાવી ત્યારે તેઓ ઉંમરની ત્રીસી પણ પાર કરી ચુક્યા હતા. ૧૯-૧૦-૧૯૪૭ માં એડનમાં જન્મેલા કુંદન શાહને આમ તો નાટકોનો ય શોખ ન હતો. હા, સાહિત્ય ખૂબ વાંચતા એટલે રૂચી જરૂર ઘડાયેલી. ગ્રેજ્યુએશન પછી તેમણે મુંબઈના પોપ્યુલર પ્રકાશનમાં ય એટલા માટે તો નોકરી કરેલી કે પુસ્તકોની સાથે રહી શકાય. એ દિવસોમાં જ ત્રણ ભાઈ અને બે બહેનોવાળા કુંદનભાઈએ પુણે ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં કોઈ ખાસ પૂર્વયોજના વિના જ દિગ્દ
ર્શક તરીકેની ટ્રેનીંગ માટે અરજી કરી દીધી. અરજી મંજુર થઇ ત્યારે પણ બગડશે તો ત્રણ વર્ષ બગડશેએવા વિચારથી જ પ્રશિક્ષણ શરૂ કર્યું. એ ત્રણ વર્ષ પ્રશિક્ષણ લીધા પછીય બીજા વર્ષો બગડશે એવી દહેશત જેમની તેમ હતી.
કોઈ દિગ્દર્શકના સહાયક બની રહેવામાં સાર ન હતો. પુણે ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં શીખેલાને કોમર્શીયલ ફિલ્મોના દિગ્દર્શક ઝટ અપનાવે નહિ અને શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની પાસે પૂરતા સહાયકો હોય તો જવું ક્યાં ? કુંદન શાહે પુણેથી મુંબઈ વાયા હૈદરાબાદનો રસ્તો પસંદ કર્યો. ત્યાં દોઢેક વર્ષ રહી એવી એડ ફિલ્મો બનાવી જેમાં સ્થાનિક નગરજનોને સંદેશો આપવાનો હોય. પણ હૈદરાબાદ બહુ ટકી ન શકાય તેથી મુંબઈ આવી સઈદ અને અઝીઝ મિર્ઝાના સહાયક થયા. અરવિંદ દેસાઈકી અજીબ દાસ્તાનઅને આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા કયું આતા હૈમાં સહાયક રહ્યા પછી સ્મિતા પાટીલ અભિનીત ચક્રવેળા દિગ્દર્શક રોબીન ધર્મરાજ અને ત્યારબાદ પુણેની ઇન્સ્ટીટયુટમાં જ પ્રશિક્ષણ પામેલા વિધુ વિનોદ ચોપરાની સજા-એ-મૌતમાં ય તેમણે સહાયક તરીકે કામ કર્યું. ખરેખર તો આ બધા જ નવા હતા ને એકબીજાથી શીખતા હતા. કુંદન શાહને લેખનનો
શોખ તો હતો જ. આલ્બર્ટ પિન્ટો.....ની વાર્તા તેમની જ હતી. એ દરમિયાન જ તેમણે જાને ભી દો યારોની વાર્તા-પટકથા લખી અને ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશને પ્રથમવાર જ યોજેલી પટકથા સ્પર્ધા માટે મોકલી દીધી. ત્રીજું ઇનામ મળ્યું પછી એ કોર્પોરેશને જ ફિલ્મ બનાવવાનું કહ્યું. ફિલ્મનું બજેટ હતું સાત લાખનું. કુંદન શાહે તેમાં લગભગ એવા જ કલાકારો લીધા જે કારકિર્દીના આરંભે હોય. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી તો થોડાક જાણીતા થયા હતા, પરંતુ ભક્તિ બર્વે, સતીશ શાહ, રવિ બાસવાની, પંકજ કપૂર, સતીશ કૌશિક, દીપક કાઝીર, રાજેશ પૂરી નવા જ હતા. આ ઉપરાંત વિધુ વિનોદ ચોપરાએ પણ આ ફિલ્મમાં અભિનય કર્યો. કુંદન શાહે ફિલ્મના પાત્રોને જે નામ આપેલા ટે પણ એકબીજાના ખરેખરા નામો બીજાને આપ્યા જેવું હતું. જેમકે, ‘જાને ભી દો યારોમાં નસીરનું નામ વિનોદ ચોપરા છે તો રવિ બાસવાનીનું નામ સુધીર મિશ્રા. સમજો કે યારો યારો વડે જાને ભી દો યારોબની હતી. જો કે તે રજૂ થઇ ત્યારે તો ખૂબ સફળ રહી ન હતી. પરંતુ સમય જતા તે ખૂબ સફળ પુરવાર થઇ.


૧૯૮૩ માં રજૂ થયેલી જાને ભી દો યારોપછી પૂરા દસ વર્ષે કભી હા કભી નાફિલ્મ આવી. જો કે એ વર્ષો ખાલી નહોતા. જાને ભી દો યારોને દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મનો ઇન્દિરા ગાંધી એવોર્ડ મળ્યો. એ નિમિત્તે દિલ્હી ગયા ત્યારે દૂરદર્શને ટીવી સીરીયલ બનાવવાનું કહ્યું અને યહ જો હૈ જીંદગી, નુક્કડ અને ત્યારબાદ મનોરંજન, ઇન્તેઝાર, સર્કસના કેટલાક એપિસોડ પછી વાગલે કી દુનિયા, મેં અભી જવાન હું અને મીસીસ માધુરી દીક્ષિત સહિતની સીરીયલોનું દિગ્દર્શન અને ઘણામાં લેખન પણ કર્યું. આ બધી સીરીયલો પણ કોઈ ફોર્મ્યુલાવળી ન હતી. એકસાથે ઘણાબધા પાત્રોને ભેગા કરી તેમની પરિસ્થિતિ અને ચરિત્રગત વિશેષતાથી રચાતા સંબંધોનો જાદુ જ તેમાં હતો. બીજી ખાસ વાત એ એવી કે તે બધી જીવનની સાહજીકતા ધરાવતી હતી અને ફિલ્મીપણાને door રાખતી હતી. આ સીરીયલો વડે જાણે ફિલ્મી વ્યવસાયિકતા અને ફોર્મ્યુલાથી પણ તેઓ બચીને રહ્યા. એ સીરીયલોમાં શાહરૂખ ખાનને ચમકાવવામાં પણ તેઓ એક હતા અને તે સંબંધે ૧૯૯૩ માં કભી હા કભી નાબનાવી. એ હળવી મ્યુઝીકલ ફિલ્મ હતી અને કુંદન શાહ જેવા માટે મોંઘી કહેવાય તેવી ય હતી કારણ કે એંસી લાખમાં બની હતી. એ ફિલ્મને શાહરૂખે જ વિનસના ગણેશ જૈનની ભાગીદારીમાં રીલીઝ કરી હતી. આ ફિલ્મનું સંગીત જે કંપનીએ ખરીદ્યું તેણે કરોડો રૂપિયાની કમાણી કરી અને સંગીતકારને મારુતિ ૮૦૦ ભેટ આપી હતી.

કુંદન શાહ આક્રમકતા વિના કામ કરનારા દિગ્દર્શક તેથી વળી સાત વર્ષે ૨૦૦૦ ની સાલમાં ક્યા કહેનાઆવી. હની ઈરાનીએ લખેલી એ ફિલ્મ આમ તો કુંવારી માતા જેવો વિષય ધરાવતી હતી. પરંતુ પૂરી સામાજિક પ્રતિબદ્ધતા સાથે સિનેમાના ધોરણો જાળવી તેમણે એટલી અસરકારકતા ઉભી કરી કે ફિલ્મ જબરદસ્ત સફળ રહી. પ્રીતિ ઝીંટાની પણ આ ફિલ્મથી નવી ઓળખ ઉભી થઇ. કુંદન શાહને ફિલ્મોમાં હંમેશા જાણીતા સ્ટાર્સ મળતા રહેલા પણ કભી હા કભી નાઅને ક્યા કહેનાતો જો કે સંજોગવશાત સ્ટાર્સવાળી ફિલ્મ કહી શકાય. મતલબ કે ફિલ્મ બનતી હતી ત્યારે નહિ. પરંતુ રજૂ થઇ ત્યારે શાહરૂખ, પ્રીતિ સ્ટાર હતા. પછી હમ તો મોહબ્બત કરેગામાં બોબી દેઓલ, કરિશ્મા કપૂર, ‘દિલ હૈ તુમ્હારામાં રેખા, પ્રીતિ ઝીંટા, મહિમા ચૌધરી, ‘એક સે બઢકર એક’ (મૂળ નામ કસમ સે’) માં સુનીલ શેટ્ટી, રવિના ટંડન, શેખર સુમન જેવા સ્ટાર્સ હતા. એ પહેલા અમિતાભની એ.બી.સી.એલ.માં લવેરિયાબનાવી ત્યારે તેમાં કરિશ્મા, સૈફ અલી ખાન હતા. જે રજૂ નથી થઇ. આ બધી જ ફિલ્મો વાર્તા વિષયમાં નોખી પડતી હતી. પરંતુ તેને ઝાઝી સફળતા ન મળી. દિલ હૈ તુમ્હારાતો રાજકુમાર સંતોષીની લખેલી ફિલ્મ છે.
કુંદનની નિષ્ફળ ફિલ્મો પણ વાર્તા-પટકથાની એક અસર સર્જી શકી છે કારણ કે તેઓ પોતે કથા-પટકથામાં સક્રિય રહેતા હતા. આલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા કયું આતા હૈ, જાને ભી દો યારો, પછી કભી હા કભી ના અને દિલ હૈ તુમ્હારા ની કથા-પટકથા તેમની જ હતી. કભી હા કભી નાને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ફિલ્મનો ક્રિટીક્સ એવોર્ડ મળેલો.
કુંદન શાહે સામાજિક જવાબદારી પણ પોતાની રીતે નિભાવી છે. પણ અહીં વાત તેમના પત્ની બકુલાબહેન અને બે દિકરીઓ સાથેના સંબંધની નથી. બલકે ફિલ્મ વડે તેઓ જે જવાબદારી અનુભવે છે તેની છે. ૨૦૦૫ માં તેમની તીન બહેનેનામની ફિલ્મ આવી હતી. ૨૪ દિવસમાં પૂરી કરેલી એ ફિલ્મ ૫૪ લાખમાં બની હતી. કાનપુરની ત્રણ સગી બહેનોએ એકસાથે એ માટે આપઘાત કર્યો હતો કે તેમના પિતા દહેજ આપી તેમને પરણાવી શકે તેમ ન હતા. પોતાની ફિલ્મોમાં હંમેશ સ્ત્રીભૂમિકાને કેન્દ્રમાં રાખવા મથતા કુંદન શાહ એ કિસ્સાથી હલબલી ગયેલા ને ફિલ્મ બનાવેલી. જો કે તે ફિલ્મ ચાલી નહિ. ત્યારબાદ સહારા મોશન પિક્ચર્સની તેમની મુંબઈ કટિંગરજૂ થઇ જે ખરેખર તો એપીસોડીક ફિલ્મ હતી. મતલબ કે, જુદી જુદી વાર્તા, જુદા જુદા અગિયાર દિગ્દર્શકો વડે ફિલ્માવાઈ હોય તેવી.
થોડા સમયમાં જાને ભી દો યારોની ફિલ્મ ફરી બનાવવાની તૈયારી તેઓ કરી રહ્યા હતા. જુદા કલાકારો અને વિષયમાં નવી તાજગી સાથે. હિન્દીના સુપ્રસિદ્ધ હાસ્યલેખક હરિશંકર પરસાંઈના લેખન પરથી દૂરદર્શન માટે સીરીયલ બનાવનાર કુંદન શાહ કોમેડી ફિલ્મ જરૂર બનાવતા હતા, પણ તેને તમે ડેવિડ ધવન પ્રકારની ફિલ્મો સાથે ન મૂકી શકો. વ્યંગ્યના ઘણા સ્તરો સિદ્ધ કરતી કુંદન શાહની ફિલ્મો રાજકારણ, સમાજકારણની ચિંતા પણ વણી લેતી હતી. જાને ભી દો યારોઆજે સિનેમા ક્લાસિકલ ગણાય છે. તે પણ ગરવા ગુજરાતી દિગ્દર્શક કુંદન શાહને કારણે.

 ગજ્જર નીલેશn


https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ગુજરાતી ગાયિકા હર્ષિદા રાવલનું અવસાન

 ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
એકલા જ આવ્યાં મનવા, એકલા જવાનાં...જેવાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી સુગમસંગીત, ગુજરાતી ફિલ્મસંગીત તથા ભક્તિસંગીતમાં તેમણે મોટું યોગદાન આપેલું છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર, એવોર્ડ-સન્માન તેમણે મેળવ્યાં હતાં..પ્રભુ તેમના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના... ઓમ શાંતી



ઓમ પુરીએ હીટ ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં અભિનય આપ્યો છે કોણ માનશે ?





તા. ૬ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ અભિનેતા ઓમ પુરીનું હાર્ટએટેકના હુમલાથી અવસાન થયું છે. જેમણે ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં પણ અભિનય આપ્યો હતો. જેમાં ઓમ પૂરી સાથે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલે પણ આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતા હતા. આ ફિલ્મ જાણીતા ગુજરાતી લેખિકા  ધીરુબહેન પટેલના નાટક ભવની ભવાઈઉપર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની એક યાદગાર ફિલ્મ તરીકે સ્થાન પામી છે. આ ફિલ્મના ગીતો ખુદ ધીરુબહેન પટેલે લખ્યાં  અને જેન સંગીતબદ્ધ કર્યાં હતાં ગૌરાંગ વ્યાસે. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રિય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાંસના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું.
ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે ઓમ પૂરી અને અન્ય કલાકારો મારી સાથેના સહાધ્યાયીઓ જ હતા. મે મારી ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી. જે ફિલ્મ ‘ભવની ભવાઈ’ હતી. અમે સાથે જ હતા અને ઓમ પૂરી, નસીર બધા ત્યારે મિત્રો જ હતા. ‘ભવની ભવાઈ’ ફિલ્મ મારે બનાવવી હતી પણ ફિલ્મનું બજેટ લો હતું. મે મારા મિત્રોને આ વાત કહી. તેમણે મને કહ્યું કે તું ફિલ્મ બનાવ અમે આ ફિલ્મમાં કામ કરીશું. અને તેઓએ મારી આ ફિલ્મમાં લો બજેટને કારણે એકપણ પૈસો લીધા વિના અભિનય કર્યો. અને આ ફિલ્મે જે ઈતિહાસ રચ્યો તે સૌની સામે છે. ફિલ્મના વધુ એક અભિનેતા દિગ્દર્શક નિમેશ દેસાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે તે સમયે ઓમ પૂરી મુંબઈમાં માઝ્મા નામે ગ્રુપ ચલાવતા હતા. અમારા નાટકનો શો મુંબઈમાં થવાનો હતો. ત્યારે ઓમ પૂરી અને નસીરુદ્દીન શાહ તે નાટક જોવા આવેલા. નાટક જોઇને તેઓ એટલા ખુશ થયેલા કે તેમણે અમારી પાંચ લોકોની ટીમને ડીનર માટે આમંત્રણ આપ્યું. ખાસ વાત એ છે કે આ ડીનર માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી રાહમાં હતા. તેઓએ સાંભળેલું કે નાટક ખૂબ જ સરસ છે એટલે પાર્ટી તો આપવી જ છે. ત્યારબાદ કેતન મહેતાની ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં મને કામની ઓફર આવી ત્યારે તે ફિલ્મમાં મે કેતન મહેતાને આસીસ્ટ પણ કરેલા. પછી જયારે મે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે ૨૨ વર્ષની ઉંમરે પરેશ રાવલને લઈને ‘નસીબ ની બલિહારી’ ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે આ ત્રણેય કલાકારો ઓમ પૂરી, નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલે પણ મારી ફિલ્મમાં અભિનય કર્યો અને તેમના પર મે એક ગીત ફિલ્માવેલું. હાલ કેતન મહેતા પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે જયારે નિમેશ દેસાઈની હમણાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘કૂખ’ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ તેમને વસવસો છે કે તેમનો એક સાથી મિત્ર આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો.


n  ગજ્જર નીલેશ
 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes