Home » » harshad joshi

harshad joshi

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ ના મેઈન ડિરેક્ટર હર્ષદ જોશી જેમની શરૂઆતથી આત્યાર સુધીનો સંઘર્ષ
જીવન મંત્ર – નજર બદલાશે તો દુનિયા બદલાશે



ટેલીવિઝન ક્ષેત્રે અને એ પણ હિન્દી સીરીયલ્સ પર જો ગુજરાતીઓનું જ એકચક્રી શાસન હોય અને જે સીરીયલ સંપૂર્ણપણે ગુજરાતી કલ્ચર પર જ આધારિત હોય એવી સીરીયલ કઈ ? તો તરત યાદ આવે નિર્માતા આસિત મોદીની પારિવારિક સીરીયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’. જે સીરીયલે અનેક રેકોર્ડ બ્રેક કરી દીધા છે. લોકોના દિલમાં પણ અને દિમાગમાં પણ. તેમાં આવતી વિવિધ વાર્તાઓ રસપ્રદ અને કોમિક રીતે રજૂ થાય છે જેનું શ્રેય તેના દિગ્દર્શક હર્ષદ જોશીને જાય છે. તેઓ આ સીરીયલ સાથે પહેલાથી જ જોડાયેલા છે. સ્વભાવ પણ સારો છે એટલે દિગ્દર્શન કબીલ એ દાદ કરી જાણે છે. તેમની સાથે મુલાકાત થઇ તો તેમના વિષે વધુ જાણવાનો મોકો મળ્યો. આવો જાણીએ તેમના અભિનય અને દિગ્દર્શનની કેરિયર વિષે. તેમની શરૂઆત તો નાટકોમાં બેકસ્ટેજથી લઇ તમામ પાસાઓની જાણકારી ૧૦ વર્ષ સુધી કામ કરીને લીધી. ત્યારબાદ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગુજરાતી દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહના આસીસ્ટન્ટ તરીકે થોડો સમય કામ કર્યું. એ સાથે મૂળ મહુવાના વાતની અને બોલીવૂડ એક્ટ્રેસ આશા પારેખ સાથે પણ આસીસ્ટન્ટ તરીકે તેમને પ્રથમ સીરીયલ ‘અખંડ સૌભાગ્યવતી’ કરવા મળી.
પ્ર – તમે અભિનય કરતા હતા તો ડિરેક્શનમાં કરી રીતે આવ્યા ?


ઉ – હું નાટકોમાં અભિનય કરતો હતો ત્યારે મારૂ ધ્યાન મારા અભિનયની સાથે સાથે તેના ડિરેક્ટર પર પણ હતું. કે તેઓ કઈ રીતે ડિરેક્શન કરે છે, તેની મૂવમેન્ટ હું સ્ટડી કરતો. મારી આ કામ પ્રત્યેની ધગશ જોઇને ડિરેક્ટરે કહ્યું કે તારૂ માઈન્ડ ડિરેક્શન તરફ વાળ. તેમાં તને ચોક્કસ સફળતા મળશે. એટલે મેં અભિનય કરતા કરતા ડિરેક્શન પણ કરવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. અને મને લાગ્યું કે મારે હવે કેરિયર ડિરેક્શનમાં જ બનાવવી છે. દિગ્દર્શક તરીકે હું કલાકારને કહી શકું છું કે ડાયલોગ્ઝમાં ક્યાં આરોહ – અવરોહ હોવો જરૂરી છે અને કલાકારને શું પ્રોબ્લેમ છે તે હું તરત જાની શકું છું. જો અભિનેતા હોત તો હું તે ન કરી શકત. આસીસ્ટન્ટ રહ્યાનો મારો અનુભવ છે એટલે કલાકાર માટે આવા પ્રોબ્લેમ્સ હું ઇઝી કરી દઉં છુ જેથી એ કલાકાર એની કળા સરળતાથી પડદા પર કરી શકે.
પ્ર – ‘તારક મહેતા.....’ કેવી રીતે મળી ?


ઉ – મને આસિતભાઈ મોદીએ ફોન કરીને બોલાવ્યો ત્યારે હું ઓલરેડી ‘નીલા ટેલીફિલ્મ્સ’ ની જ ‘ક્રિશ્નાબેન ખાખરાવાલા’ ડિરેક્ટ કરતો જ હતો. ત્યારે તેમને મારૂ કામ જોઇને લાગેલું કે ‘તારક મહેતા.....’ માં એક સારા ડિરેક્ટરની જરૂર છે એટલે એમણે મને બોલાવી અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ નું દિગ્દર્શન સોંપ્યું. જે આજ સુધી એટલે છેલ્લા સાત વરસથી મેઈન ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છુ.
પ્ર – ડેઈલી સોપ સિરીયલને લીધે ફેમીલી માટે સમય કેવી રીતે આપો છો ?
ઉ – આમ જોવા જઈએ તો અમારી સીરીયલ અઠવાડિયામાં પાંચ વાર ટેલીકાસ્ટ થાય છે જેથી ફેમીલી માટે બહુ ઓછો સમય આપી શકું છું જયારે કોઈ ફેમીલી ફંક્શન ચુકાઈ જાય ત્યારે ઘણું દુઃખ થાય છે પણ સાથે જ મારા કામની દર્શકો દ્વારા પ્રશંસા થતા એ બધું ભુલાઈ જાય છે. મને ખુશી એ પણ છે કે આટલા વરસથી સૌ સાથે કામ કરીએ છીએ એટલે એક પરિવાર જેવું લાગે છે. અહીં દરેક ધર્મના તહેવાર ઉજવીએ છીએ, દરેક લોકોને પ્રેમ કરીએ છીએ. સાથે રહીએ, રમીએ, નાચીએ, ગાઈએ એટલે કોઈ બીજો અફસોસ નથી રહી જતો.


પ્ર – નિર્માતા આસિત મોદી સાથે કામ કરતા કેવું લાગે છે ?
ઉ – ‘તારક મહેતા.....’ સીરીયલ માટે મને આસિતભાઈ મોદીએ મેઈન ડિરેક્શન સોંપ્યું જેના માટે હું એમનો હંમેશા આભારી રહીશ. સીરીયલ નો ડાઉટ હીટ જ હતી મારા આવ્યા પહેલા પણ. પરંતુ એ વસ્તુની ટકાવી રાખવી તે મહત્વની વાત છે. તેનું જતન કરવું મારા માટે મારૂ લક્ષ્ય છે. એમણે મને જે જવાબદારી આપી એને હું પૂરી નિષ્ઠાથી નિભાવી જાણું બસ એ જ મારૂ કામ છે. તમે ઘણી સીરીયલ્સ જોતા હશે કે શરૂઆત ધમાકેદાર હોય છે પણ તેની લોકપ્રિયતા ધીમે ધીમે ઓછી થતી જાય છે, જયારે અમારી સીરીયલને પહેલા જેટલા દર્શકો મળતા હતા એના કરતા વધુ દર્શકો અત્યારે મળી રહ્યા છે સાથે સાથે દર્શકોનો પ્રેમ પણ એટલો મળે છે કે કોઈ કલાકાર અન્ય શહેરમાં જાય તો લોકો તેને તેના રીઅલ નામથી નહિ પણ અમારી સીરીયલના નામથી જ બોલાવે છે.


પ્ર – ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરશો ?
ઉ – ગુજરાતી ફિલ્મોનો પહેલા કપરો સમય હતો કે જેમ મરાઠી ફિલ્મો કે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મો સારી બનીને અધધ કમાણી કરી રહી છે તો તેવું ગુજરાતી ફિલ્મોમાં ક્યારે થશે. હવે ગુજરાતી ફિલ્મોનો સારો દોર ચાલી રહ્યો છે. જેમ દક્ષિણની ફિલ્મો બંને છે એવી ગુજરાતી ફિલ્મો નવા નવા ડિરેક્ટર્સ બનાવશે અને નવા નવા જે અભિનેતા અભિનેત્રીઓ આવી રહ્યા છે એટલે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મોને ટક્કર આપે એવી બની રહી છે. મારી પાસે બે ત્રણ સારા ગુજરાતી ફિલ્મો માટેના કોન્સેપ્ટ છે જેના પર હું ફોકસ કરી રહ્યો છું. મારો પણ વિચાર છે કે એક સારી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરું.   



n  ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes