ravi sharma


gujjuartist04.blogspot.com
રિયુનિયનના શાયર અનવરઅલી એટલે રવિ શર્મા
મિત્રો જ મારી મૂડી છે એનાથી કઈ વાત રૂડી છે 
    
    ઘણા લોકોને ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતી ફિલ્મોના સ્ટાર રવિ શર્મા છે. તેઓએ ગ્રુજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ બીઝનેસ કરવાની તૈયારીમાં હતા. અચાનક એક ડિરેક્ટરની નજર તેમની ડાન્સિંગ સ્ટાઈલ પર પડી અને તેઓને ડિરેક્ટર મહેશ ડોબરિયાએ પોતાના એક પરદેશી સાજણ આયોઆલ્બમમાં ગુજરાતી ફિલ્મોની રાધા મમતા સોની સાથે ચમકાવ્યા. બસ ત્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રવિ શર્માનો સિક્કો જમવાનો શરૂ થયો. એક સમયે બીઝનેસમાં મોટો લોસ જવાથી પણ ન અટકેલા રવિ શર્માએ આલ્બમમાં પણ નસીબ અજમાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં તેમની મુલાકાત પ્રકાશ પટેલ સાથે થઇ. જેઓ પોતાની નવી ફિલ્મ માટે હીરો અને હિરોઈન એમ બે નવા ચેહરાઓ શોધી રહ્યા હતા. રવિ શર્માને જોતા જ તેમને પ્રકાશ પટેલે પોતાની ફિલ્મ ઓફર કરી અને રવિ શર્માએ સ્ક્રીપ્ટ વાંચીને ફિલ્મ સ્વીકારી. તે ફિલ્મ અગ્નિપરીક્ષામાટે રવિ શર્માએ આમ તો કોઈ પરીક્ષા આપવાની હતી નહિ. કારણ કે, તેઓ પ્રોફેશનલી એક ડાન્સર છે અને પ્રથમ ફિલ્મમાં પણ તેનો રોલ પણ રોમાન્ટિક હીરો તરીકેનો જ રહ્યો. જે ફિલ્મને ટ્રાન્સમીડિયા તરફથી ૧૭ કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી હતી અને જેમાંથી ૭ એવોર્ડ અગ્નિપરીક્ષાને આપવામાં આવ્યા હતા. પહેલી ફિલ્મની સફળતાનો નશો રવિ શર્માને નહોતો પણ આગળની કેરિયરનું પ્લાનિંગ મનમાં ચાલતું હતું કે હવે કેવા રોલ કરું તો ટકી શકાય. 

    બીજી ફિલ્મ માટે રવિ શર્માએ કોઈ ઉતાવળિયું પગલું ભરીને પોતાની કેરિયરને નુકસાન થાય એવું ના કરતા સહેજ ધીરજ રાખી. કોઈ સારી સ્ક્રીપ્ટ અને સારો રોલ હોય અને દર્શકો અને અન્ય ફિલ્મ મેકર્સનું પણ પોતાના કામ પ્રત્યે ધ્યાન દોરાય ટે પ્રમાણે તેઓએ હર્ષદ ગઢવીની ફિલ્મ લવ વાયરસમાં એક એવા યુવકનું પાત્ર ભજવ્યું જેમાં યુવતીના ગુણ વધારે જોવા મળે છે. પાત્ર એવું હતું કે જેને જોતા ખ્યાલ ન આવે કે આ જ કેરેક્ટર છેલ્લે ફિલ્મનો હીરો સાબિત થાય છે. જેના માટે રવિ શર્માએ ઘણી મહેનત કરી અને સ્ત્રી જેવા હાવભાવ લાવવા માટે પણ તેમને આ ફિલ્મનું પાત્ર યાદ રહેશે. આ ઉપરાંત ગયા શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ રિયુનીયનમાં રવિ શર્મા એક મુસ્લિમ કિરદાર અનવરઅલી બન્યા છે. જે ફિલ્મમાં બહુ બધી સ્ટારકાસ્ટ છે છતાં પણ રવિ શર્માએ રિયુનિયનફિલ્મના તેમના રોલની નોંધ દર્શકોમાં અને ફિલ્મજગતની હસ્તીઓને લેવડાવી છે. ફિલ્મમાં જયારે પણ શાયર અનવર અલીની એન્ટ્રી થાય ત્યારે ગમગીનીભર્યું વાતાવરણ આહલાદક બની જાય છે. રવિ શર્માની કોલેજ લાઈફ જે રીઅલમાં હતી તેનાથી પ્રેરિત આ પાત્ર પણ એવું જ છે જેનો ધ્યેય એક જ હોય છે કે મિત્રતા વચ્ચે ક્યારેય ધાર્મિક દીવાલો હોતી નથી. 


    એટલે કહી શકાય કે રવિ શર્માએ તેમની અત્યાર સુધીની ત્રણેય ફિલ્મોમાં પોતાનાથી વિરુદ્ધ હોય તેવા પાત્રો ભજવીને એક કલાકાર તરીકે પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાબિત કર્યા છે. પ્રથમ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા ટો બીજી ફિલ્મમાં સ્ત્રી જેવા લક્ષણ ધરાવતું પુરુષ પાત્ર પસંદ કર્યું અને છેલ્લે રિયુનિયનમાં આટલા બધા કલાકારોની વચ્ચે પણ પોતાની લાજવાબ એક્ટિંગનો પરચો આપીને બધાને ચોંકાવી દીધા છે.
 ગજ્જર નીલેશn

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes