kinjal dave
Posted by gujarati kalakar
Posted on 05:36
with No comments
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
સોનમ પરમાર નિર્મિત અને અઝીઝ
ખાન દિગ્દર્શિત ફિલ્મમાં એક્શન સીન કરતી જોવા મળશે કિંજલ દવે
‘મારા
વીરા તને લાડી લઈ દઉ,
ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ
દઉં’. ‘ગણેશા’, ‘લહેરીલાલા’ સોન્ગ
દ્વારા યુવાઓ સહિતના લોકોના હ્યદયમાં જગ્યા બનાવી લેનાર કિંજલ દવેએ પોતાના સૂરીલા
અવાજથી પ્રસિદ્ધી મેળવી છે. જો કે કિંજલ દવે હવે સિંગીગની સાથે ગુજરાતી ફિલ્મમાં
અભિનય કરતી પણ જોવા મળશે. સિંગીગ ક્ષેત્રે કિંજલને મળેલી લોકચાહના તેને ગુજરાતી
ફિલ્મ સુધી ખેંચી ગઈ હતી. કિંજલે પોતાના ‘ચાર
ચાર બંગડી વાળી ગાડી’
સોન્ગ પહેલા ‘દાદા હો દીકરી’ નામનું
ગુજરાતી ફિલ્મ સાઈન કર્યું હતું. ધોરણ બારની પરીક્ષા બાદ સિંગીગ કાર્યક્રમના
વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પોતાની પહેલી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અંગે કિંજલ દવેએ વાત કરી
હતી.
પ્ર – આપની
આવી રહેલી ફિલ્મ વિશે કહેશો.
ઉ
– મને એક્ટિંગનો ખૂબ જ શોખ છે. હું મારા દરેક આલ્બમ્મમાં પણ એક્ટિંગ કરું છું.
મારે ગાયકીની સાથે સાથે અભિનયમાં પણ આગળ વધવાની ઈચ્છા છે એટલે મને ફિલ્મમાં કામ
કરવાની ઓફર આવી એટલે હું ના ન કહી શકી. મારી લોકચાહનાને ધ્યાનમાં રાખીને મને સોનમ
પરમારે તેમની ફિલ્મ ‘દાદા હો દીકરી’ ના એક પાત્ર માટે મને ધ્યાનમાં રાખી હતી.
અભિનય ટો મારે કરવો જ હતો અને ફિલ્મની ઓફર મળતા મારી ખુશીનો પાર ન રહ્યો અને મેં
કાચી સેકન્ડનો પણ વિચાર ન કરતા ફિલ્મ માટે હા કહી દીધી. પણ મારે બારમાં ધોરણની
પરીક્ષા તે સમયે સાથે જ હતી એટલે ફિલ્મનું શુટિંગ હું પરીક્ષા સમયે કરી શકું તેમ ન
હતું. એટલે મારી બારમાં ધોરણની પરીક્ષા પૂરી થતા જ ફિલ્મનું શુટિંગ શરૂ કરી
દેવાયું હતું.
પ્ર
– આપના પાત્ર વિશે જણાવશો.
ઉ
– ફિલ્મના પાત્ર વિશે અત્યારે સસ્પેન્સ જ રહેવા દઈએ. હા, એટલું ચોક્કસ કહીશ કે
ફિલ્મમાં ફિલ્મમાં હીરો પણ હું જ છું અને હિરોઈન પણ હું જ છું. ફિલ્મનું શુટિંગ
ગુજરાતના નયનરમ્ય સ્થળો જેવા કે અમદાવાદ, ગાંધીનગર તથા વૈષ્ણોદેવી વિસ્તારના
મનમોહક સ્થળો પર કરવામાં આવ્યું છે. જેનાથી ફિલ્મ જોવાની દર્શકોને ચોક્કસથી મજા
આવશે. હાલ ટો ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ
ચાલુ છે. ફિલ્મ ટૂંક સમયમાં થીયેટરમાં રજૂ થશે.
પ્ર
– ફિલ્મમાં આપના સોન્ગ્સ પણ સાંભળવા મળશે ?
ઉ
– કેમ નહિ ? હું પહેલા ગાયિકા છુ એટલે મારી અભિનીત ફિલ્મમાં મારા ગીતો સાંભળીને
ગુજરાતની જનતા ઝૂમી ઉઠશે. જેમાં મારા ગુજરાતી આલ્બમ્સને લોકોએ વખાણ્યા છે એવી રીતે
મારી ફિલ્મ ‘દાદા હો દીકરી’ ના ગીતો પણ જોરદાર બન્યા છે. જેને ગુજરાતના સંગીત
ચાહકો ચોક્કસથી આવકારશે એવી મને આશા છે.
n ગજ્જર નીલેશ
Labels:
kinjal dave
0 comments:
Post a Comment