Home » » trushna vyas

trushna vyas

https://gujaratifilmy.blogspot.com/
તૃષ્ણા વ્યાસની કારકિર્દીની શરૂઆત નિર્માતા ડી.વી.પટેલના આલ્બમ 'હારે લેતો જાથી થયેલી

    ગુજરાતી ફિલ્મોમાં થોડા સમયમાં હનુ કામ કરી લેવું એ ક્યારેક જ બને છે પરંતુ વધુ સમય આપીને સુપેરે કારકિર્દી ઘડવી એ થોડું મુશ્કેલ કાર્ય છે. થોડો ઘણો સમય આપણે જે ક્ષેત્રમાં જવું હોય તેના આગળના ક્યાં ચરણો પાર કરવા જો તેની સમજ આજના નવા આવતા યુવક – યુવતીઓમાં આવી જાય તો તેમને ધીરે ધીરે સીધો રસ્તો પોતાની ખરી મંઝીલનો મળી જ જાય છે. સહેલો રસ્તો ક્યારેક ખોટા નિર્ણયોથી કઠીન બની જતો હોય છે પણ પરિશ્રમ કરીને પોતે કંડારેલી કેડી સાચો રસ્તો જ સાબિત થાય છે. આવો જ પરિશ્રમ અને પોતાના શોખને હવે પ્રોફેશન બનાવી લેનાર અભિનેત્રી એટલે તૃષ્ણા વ્યાસ. મૂળ વડોદરાની તૃષ્ણાને ડાન્સિંગ અને અભિનયમાં પહેલેથી જ રૂચી રહેલી. કોલેજમાં શોખ પૂરો કરવા ઘણા નાટકોમાં અભિનય કરી પોતાનો અભિનય નીખાર્યો. જેનાથી મોડેલીંગ માટેનો રસ્તો ખુલ્લો થયો. જેમાં થોડો સમય મોડેલીંગ કર્યા બાદ ઘણી ફિલ્મોના ઓડીશન આપ્યા. ત્યારે મનમાં એવું હતું કે અત્યારે આપેલા ઓડીશનમાં ક્યાંક સારી ફિલ્મમાં સારો રોલ મળી જાય. થયું પણ એવું જ. ફિલ્મમાં શરૂઆત કરવાની હતી અને એક ફિલ્મમાં સિલેકશન પણ થયું. અભિનેત્રી - નિર્માત્રી પ્રાંજલ ભટ્ટની ફિલ્મ ‘ધ એન્ડ’ થી તૃષ્ણા વ્યાસની કારકિર્દી startસ્ટાર્ટ થઇ. જે ગયા વર્ષે જ રીલીઝ થયેલી. હવે તૃષ્ણા વ્યાસ દિગ્દર્શક દિનેશ પ્રજાપતિની ફિલ્મ ગુજ્જુ ભાયડા પાકિસ્તાનીથી વાયડા, નિર્માતા અનીલ શાહ અને દિગ્દર્શક કાન્તીભાઈ પ્રજાપતિની ફિલ્મ ઉધારનું સિંદુર, હનીફ નોયડા દિગ્દર્શિત ‘એન્ગ્રી ફેમિલી’ તૃષ્ણા ખલનાયક ફિરોઝ ઈરાનીની ગર્લફ્રેન્ડનો રોલ ભજવી રહી છે. નિર્માતા જયકુમાર બસરાની અને દિગ્દર્શક કાન્તી પ્રજાપતિની ફિલ્મ ‘પ્રેમ કદી મરતો નથી’ માં પણ જોવા મળશે. જેમાંથી ઉધારનું સિંદુરમાં નિશાંત પંડ્યા સામે અને કાળા ધનની ધમાલ વિરાજ સોલંકી સામે તૃષ્ણા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે અને સાથે જ વટવાળા બારિયા ફિલ્મમાં શ્રીદેવન તરપરા સાથે પણ અગત્યના રોલમાં જોવા મળવાની છે.
પ્ર – ઇન્ડસ્ટ્રીના સીનીયર કલાકારો સાથે અભિનય કરવામાં કેવું અનુભવો છો ?
ઉ – મને ‘એન્ગ્રી ફેમિલી’ ફિલ્મનો માત્ર રોલ કહેવામાં આવેલો. મને વધુ ખબર નહોતી કે ફિલ્મમાં ડોનનું પાત્ર કોણ ભજવી રહ્યું છે. પણ જયારે મને ખબર પડી કે ડોનના પાત્રમાં ફિરોઝ સર છે ત્યારે મને મારા પર ગર્વ થયેલો કે મેં કરેલી મહેનત નિષ્ફળ નથી ગઈ અને એના કારણે હું ઘણી જ ખુશ છું. એટલે મેં જે સ્ટ્રગલ કરી છે તેના ફળસ્વરૂપ મને ધાર્યા કરતા સારૂ કામ મળ્યું એમ હું માનું છું. દરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરવી જ પડતી હોય છે નહીતો તેને જોઈતું કામ મળતું નથી.
પ્ર – કેવા રોલ કરવા ગમશે ?
ઉ – મને નારીપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને ખુશી થશે. જેમાં હું મારા અભિનયને વધુ સચોટ રીતે બતાવી શકું અને ગુજરાતની પ્રજાના દિલમાં સ્થાન બનાવી શકું.
પ્ર – હા પણ નારીપ્રધાન ફિલ્મો તો આપણે ત્યાં બનતી નથી.
ઉ – બનતી નથી પણ ક્યારેક બનશે તો ખરી ને. આમેય પહેલા અર્બન ફિલ્મો પણ ક્યાં બનતી હતી. જે હવે બનવા માંડી છે. હમણાં જ આવેલી લવની ભવાઈનું આરોહી પટેલનું પાત્ર મને ખૂબ ગમ્યું હતું. એવી ફિલ્મો ગુજરાતીમાં જુજ બને છે જેનો અફસોસ છે.


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes